શ્રીજીમહારાજ બોલ્યા જે ‘દરબારે તો મને પટારામાં કેદ કરી દીધો છે, ને કોઇ અમારી સંભાળ રાખતું નથી.’

સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગુણાતિતાનંદ સ્વામી એ જુનાગઢ મંદિરની મહંતાઇ લીધા સમયે શ્રીહરિ સાથે કરેલા વદાડ મુજબ દર વરહે બે મહીના જુનાગઢ પધારતા અને સહું સંતો-ભક્તોને દર્શન તેમજ સત્સંગનો લાભ આપતા.
એકવખતે સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડતાલથી જુનાગઢ પધાર્યા. આ વખતે ગણોદના એકાંતિક ભકતરાજ દરબારશ્રી અભયસીંહજી પધાર્યા. સાથે ઝીણાભાઇ, વજોભાઇ તેમજ જસા ખવાસ હતા, ચારેય આવીને સ્વામી સંતોની ધર્મશાળામાં બેઠા હતા ત્યાં આવ્યા ને દંડવત કરીને પગે લાગીને સન્મુખ બેઠા. ગોપાળાનંદ સ્વામીએ અભયસીંહજી દરબારને આવકારતા કહ્યું કે ‘આવો દરબાર આવો, લયો આ નારાયણજીભાઇ મિસ્ત્રીએ બનાવેલી શ્રીજીમહારાજની પ્રસાદીની મુર્તિ ખાસ તમારા સારું વડતાલથી લાવ્યો છું.’ દરબારશ્રી તો અતિ રાજી થયા થકા સ્વામી પાસેથી પ્રસાદીની મુર્તિ મળી તે આનંદમાં આવી ગયા. હાથ જોડીને સ્વામીને કહે કે ‘સ્વામી, મારા મોટા ભાગ્ય તકે તમે મને આ પ્રસાદીની મુર્તિ આપી.’ સ્વામી કહે કે ‘જો જો હો દરબાર, આ મુર્તિને તમે પ્રગટભાવે પુજજો, તમારા ઘરમાં પધરાવી કાયમ ઘીનો દીવો કરીને નૈવૈદ્ય ધરાવજો.” અભયસીંહજી દરબાર અને વજોભાઇ વગેરે ચારેયજણાં બે-ચાર દિવસ જુનાગઢ સ્વામીના સમાગમ કરવા રોકાયા અને પોતાના ગામ ગણોદ ગયા.
પોતાને ઘરે જતા દરબારશ્રીને પોતાના વ્યવહારના કામે બીજે કાંય પ્રસંગોપાત એકાદ અઠવાડિયું બહારગામ જવાનનું થયું તે એ મુર્તિને સાચવીને પટારામાં મુકીને પોતે ગયા. એમના ઘરના સભ્યો ને ખબર ન હતી. એ દિવસોમાં એ મુર્તિ અપૂજનિય રહી.
એકદિવસે દરબારશ્રીના ઘરના બાઇ એ પટારા વાળા ઓરડામાં ગયા, ત્યાં તો એ આખાયે ઓરડામાં શીતળ તેજ તેજ છવાયેલ દીઠું, ને પટારામાં ઉપર શ્રીજીમહારાજને ખુદ બેઠેલા દીઠા. બાઇ તો મહારાજને દેખીને આભા જ બની ગયા ને દોડીને શ્રીજીમહારાજને ચરણે પગે લાગ્યા. ત્યારે પટારા ઉપર બેઠેલા શ્રીજીમહારાજ બોલ્યા જે ‘દરબારે તો મને પટારામાં કેદ કરી દીધો છે, ને કોઇ અમારી સંભાળ રાખતું નથી.’ આમ કહીને શ્રીહરિતો અંતર્ધ્યાન થઇ ગયા. બાઇ તો ઘણું અચરજ પામ્યા.

જ્યારે દરબાર પરત ઘરે આવ્યા ત્યારે એમણે શ્રીજીમહારાજે પટારા ઉપર બેસતા થકા દર્શન દીધાની બધીય વિગતે વાત કરી ત્યારે અભયસીંહજી ને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ આપેલ પ્રસાદીની મુર્તિને નિત્ય સેવા કરવાનું કહ્યાનું યાદ આવ્યું, પોતાને ઘણો ઘણો પસ્તાવો થયો. પોતે દોડતા જઇને મુર્તિ બહાર કાઢીને ભાવેથી એ ઓરડા માં એક ગોખલો કરીને પધરાવીને પોતે જ એ મુર્તિની કાયમ પ્રત્યક્ષભાવે પુજા કરતા, દરરોજ નૈવૈદ્ય ધરાવીને પછી જ જમવાનો જીવનભર નિયમ લીધો.

એ વખતે દરબારશ્રી અભયસીંહજી સાથે જુનાગઢ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના દર્શને આવેલા વજોભાઇ પણ બહુ સારા શુરવિરભકત હતા, એ એકવખતે ધીંગાણામાં ઘવાયા હતા, પોતાને જીવલેણ ઘા વાગ્યો તે ગંભીર શારીરીક પરીસ્થીતીમાં ખાટલે હતા. વજોભાઇ ખાટલે સુતા સુતા અખંડ શ્રીહરિનું સ્મરણ કર્યા કરતા. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી સાથે ચાર દિવસ જુનાગઢ મંદિર માં રહીને સાંભળેલી શ્રીહરિજીના મહીમાની વાતો ને વારંવાર સંભાર્યા કરતા. એકદિવસે શ્રીહરિએ વજાભાઇને દર્શન દીધા ને કહ્યુ કે ‘અમે કાલે બપોરે તમને સંતોએ સહિત તેડવા આવીશું, તમો તૈયાર રહેજો.’ આમ, દર્શન દઇને અંતકાળે તેડવા નો કોલ દઇને શ્રીહરિ અદ્રશ્ય થઇ ગયા. વજોભાઇ તો શરીરે પીડા હોવા છતાં આનંદ માં આવી ગયા ને પોતાના પરિવારજનને મોકલીને દરબાર અભયસીંહજીને પોતાને ઘેર તેડાવ્યા. દરબારશ્રીને શ્રીહરિએ દર્શન દીધા ની વાત કરી અને પોતાના પરિવાર સંબંધી ભલામણ કરીને બીજે દિવસે પંચમહાભૂત નો ત્યાગ કરીને નિર્ધારિત સમયે સહુને ‘જય શ્રી સ્વામિનારાયણ..’ કહીને શ્રીહરિ સાથે દિવ્ય દેહે અક્ષરધામમાં સીધાવ્યા.

  • મારા જનને અંતકાળે માંથી….