માણાવદરના આલસી ઘાંચી કહે, “ઘોડાને કાંઇ ખાણ-ખુટણ ખવરાવવું નહિ ને ઠાલા મફતના પાનીઓ મારો છો તે હખણાં રહો. નહિતર, પછાડીશ તો સો વર્ષ અબઘડી પુરા થઇ જશે.”

એકવખત ગુરૂદેવ શ્રીરામાનંદ સ્વામી માણાવદર પધાર્યા અને બપોર પછી ગામથી પૂર્વ તરફ લક્ષ્મીવાડીએ નહાવા ગયા. ત્યાં સ્નાન કર્યા પછી બોરડીના ઝાડ નીચે આસન ઉપર બેઠા અને આજુબાજુ સંતદાસ, ભાઇરામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી તથા મયારામ ભટ્ટ, ભીમભાઇ, પર્વતભાઇ, આંબાભક્ત, જેઠાભક્ત, શામજીભક્ત જાટકિયા અને આલસી ઘાંચી આદિક…

રાજકોટના લોહાણા જ્ઞાતિના આદર્શ સત્સંગી બહેન શ્રીનંદુબાઈ…

ભગવાન શ્રીસ્વામિનારાયણના સમયથી જ રાજકોટમાં સત્સંગ છે. બંધીયાના મૂળુંભાઇ ના બેનબાં શ્રી“લક્ષ્મીબા”, મીસ્ત્રી ઉકાભાઈ તથા માવજીભાઈ, શેઠશ્રી કરશનભાઈ ભગત, માહેશ્વર ભટ્ટ વગેરે રાજકોટના મુમુક્ષુઓ સહજાનંદ સ્વામીના આશ્રિત હતા. તેમની શ્રધ્ધા, ભક્તિ અને પ્રાર્થનાથી સહજાનંદસ્વામી અનેક વખત રાજકોટ પધારેલા. રાજકોટમાં ધીરે ધીરે સત્સંગીઓની સંખ્યા વધવા લાગી…

દેવળીયાવાળા મુકતરાજશ્રી જાલમસિંહના માતુશ્રી કેશાબાને સત્સંગ થયો

દેવળીયાવાળા મુકતરાજ દરબારશ્રી જાલમસિંહના માતુશ્રી કેશાબાને સત્સંગ થયો, એ પછી પ્રથમ તે શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગઢડા આવ્યા.પોતાના રાજઘરાનાના સુખ, દેહના સ્વરૂપ, ધનનો ઘમંડ, સત્તાનો કેફ. એવા વખતે શ્રીજીમહારાજને દીઠા, એ વખતે દાદાખાચરના દરબારગઢમાં ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર શ્રીજીમહારાજ બેઠા છે. આગળ સદગુરુ મુકતાનંદ…

વહેલાલના જેસંગભાઇના પિતા રઘુનાથદાસ શ્રીહરિના ચરણે પ્રાર્થના કરતા થકા બોલ્યા કે ‘હે પ્રભું, જ્યારે આવે મારો અંતકાળ, તમે પધારજો તતકાળ..!’

શ્રીહરિ જેતલપુરમાં રંગમહોલમાં સંતો-પાર્ષદો સાથે બીરાજતા હતા. આ વખતે બારભાયા ગુરુભાઇ એવા રામદાસસ્વામી આવ્યા ને શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિ સ્વામીને બાથમાં ઘાલીને મળ્યા. આ વખતે રામદાસ સ્વામી સાથે ગામ વહેલાલના જેસંગભાઇ આવ્યા હતા, જેઓ શ્રીહરિને પ્રણામ કરીને ઉભા રહ્યા એટલે સ્વામીએ શ્રીહરિને એ પ્રેમી…

કાળાતળાવના ભકત હરભમ સુતારે શ્રીહરિનો ચરણ પોતાના ખોળામાં લઇને હળવા હાથે નેરણીથી અઢાર કાંટા કાઢ્યા.

એકસમયે શ્રીહરિ કચ્છદેશના તેરા ગામે હરિભક્ત ભીમજીભાઇને ઘેર વિરાજમાન હતા. ત્યાં ભીમજીભાઇને આજ્ઞા કરી કે તમે માણસ મોકલાવીને કાળાતળાવ ગામે સમાચાર દેવરાવો કે…. શ્રીહરિ કેછે ભીમજીને, સુણો તમે એક વાત..! ખબર આપો તેરા ગામે, સત્સંગીને ખ્યાત..!! કાળે તળાવે આવજ્યો, ત્યાં આવે છે મહારાજ..! એવા સમાચાર…

જીવુંબાં એ શ્રીહરિના રીંગણાનું શાક અને ઓળો જમવાનો સંકલ્પ જાણીને થાળ બનાવીને શ્રીહરિને રાજી કર્યા.

શ્રીજીમહારાજ ગઢપુરમાં બીરાજતા હતા. એકદિવસે શ્રીહરિ સંતો-ભક્તો સાથે રાધાવાવે પધાર્યા હતા. શ્રીહરિ સન્મુખ સહું સભામાં બેઠા હતા અને શ્રીહરિની અમૃતવાણીનું સહુ પાન કરતા હતા. એ વખતે પ્રેમમુર્તિ એવા સદગુરુ સચ્ચિદાનંદ સ્વામીએ રાધાવાવે વાડીમાં શ્રીહરિના થાળ સારું રીંગણી વાવેલી, તે જોઈ શ્રીજીમહારાજ રાજી થતા બોલ્યા, ”ઓહોહો…!…

શ્રીહરિએ ગામડીં ગામ સીમાડા માં જમનું તેડું નહીં એવો અદભૂત અભય વર આપ્યો ..!!

એકસમે શ્રીહરિ અમદાવાદ બિરાજતા હતા, ત્યાંથી સવારે ચાલ્યાં તે વટવા થઇને સાંજને સમે ગામડીં ગામે પધાર્યા.  ગામના લાલદાસ પટેલ, કાકુંભાઇ, શંભુંદાસ, બાપુભાઇ વગેરે સહું હરિભક્ત નરનારી સામૈયું લઇને આવ્યા અને અતિ ઉત્સાહ થી ગાતા-વાતાં લાલદાસ પટેલના ઘરે પધરાવ્યા. જમવા ટાણે લાલદાસ પટેલની ઓંસરીમાં શ્રીહરિને અતિ…

શ્રીજીમહારાજ કાળાતળાવમાં જ્યારે કૂવા ઉપર પધારે ત્યારે ગામના સહુ લોકો પણ એમ બોલે જે, “ચાલો કૂવે પાણી ભરવા, ઓલો હરભમ સુતારનો બાવો કૂવે જાય છે.”

એકસમે શ્રીહરિ કચ્છદેશમાં આત્માનંદ સ્વામી, ભાઇરામદાસ સ્વામી વગેરે સહું સંતો સાથે કાળાતળાવ ગામે પ્રેમીભકત હરભમસુતારને ત્યાં બિરાજમાન હતા, ઉનાળાનો સમય હતો એટલે શ્રીહરિ ગામ બહાર તળાવના કૂવા પાસે ઝાડના છાંયડે સભા કરીને બેસતા હતા. સહુ કોઇ મુમુક્ષુંજનો ને પોતાના ઐશ્વર્ય પ્રતાપથી પોતાના પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવતા…

યોગીવર્ય સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવનપ્રસંગો…

ટોરડામાં ખુશાલ ભટ્ટ (સદગુરૂ ગોપાળાનંદ સ્વામી) અને કુબેર સોનીનું ઘર જોડાજોડ છે. ખુશાલ ભટ્ટના ઘરની નવેળીની ભીંત એ કુબેર સોનીના ઘરની ભીંત છે. હજુ એ પ્રસાદીના ઘરો મોજૂદ છે. કુબેર સોનીની ત્રીજી પેઢીએ હાલ કૃષ્ણાલાલ લીલાચંદ સોની છે. તેમના કહેવા પ્રમાણે ખુશાલ ભટ્ટ ટોડલા ગામની…

બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે ‘હે મહારાજ, આ ઘૂવડો અતિ ભાગ્યશાળી કે એને મરવા ટાણે આપના પ્રત્યક્ષ દર્શન થયા.’

એકસમયે શ્રીહરિ રાધાવાડીએ બીરાજતા હતા. ત્યાં જ સંતો-ભકતો અને પાર્ષદો સાથે રાતવાસો કરતા હતા. સાંજે શ્રીહરિ પોતાના હાથે જ રીંગણાનું શાક બનાવતા અને સંતો રોટલા બનાવે અને સહુંને પ્રેમે કરીને પીરસીને જમાડતા. એકદિવસે પુનમની રાત્રીએ શ્રીહરિ અને સહુ સંતો વાળું કરીને જમી પરવારી રહ્યા એટલે…

માનકૂવાના અદાભાઇબે હાથ જોડીને કહ્યું જે, ‘હે મહારાજ ! હવે તો આ દેહે કરીને જેમ આપ કહો છો તેમજ કરવું છે અને અમારે તો આપના એકના વચનમાં જ વિશ્વાસ છે.’

એકસમે શ્રીહરિ વિચરણ કરતા થકા કચ્છના ગામ માનકૂવા પધાર્યા ને ત્યાં ગરાસીયા અદાભાઇને ઘેર ઊતર્યા. અદાભાઇએ સુંદર રસોઇ કરાવીને ઓંસરીમાં બાજોઠ ઢાળીને શ્રીજી મહારાજને અતિ હેતે કરીને જમાડ્યા. શ્રીજી મહારાજ જમી રહ્યા ને ચળું કરી એટલે મુખવાસ દીધો કહ્યું જે, હે પ્રભું અમારા દરબારમાં પધારો.…

વ્યાપકાનંદ સ્વામી ગામડા ફરવા ગયા. તે ફરતા ફરતા થાનગઢમાં વાસંગી નાગનું મંદિર છે તેમાં રાત રહ્યા, તે મંદિરના ઘુમટમાં સ્ત્રીની પુતળીઓ ચિતરેલી હતી, તેની સામે સ્વામીએ જોયું ત્યાં તે પુતળીઓ જાણે સજીવન નાચતી હોય કે શું ?

એકવખતે શ્રીજીમહારાજ મછીઆવ ગામે પધાર્યા. ત્યાંના સત્સંગીજનો સર્વે ગાજતે વાજતે શ્રીજીમહારાજની સન્મુખ આવ્યા. સૌ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢીને ગામમાં આવ્યા અને બાપુભાઇને ઘેર ઉતારો કર્યો. બાપુજીભાઇએ સારાં સારાં ભોજન તથા વ્યંજન કરાવીને મહારાજને જમાડ્યા. ત્યાર પછી મહારાજને દર્શને આવેલા ગામના હરિભક્તો દર્શન કરીને સભામાં બેઠા…

કૃષ્ણાનંદ તથા વૈષ્ણવાનંદ સંન્યાસી દિક્ષાનો ત્યાગ કરીને બોલ્યા જે, ‘હે મહારાજ ! તમો વારંવાર સંતોની પંકિતમાં પીરસો છો તે પણ ન જમાય ત્યારે ભેખ લઇને શું કમાણા ?’

એકસમયે શ્રીહરિ ગઢપુરમાં વિરાજતા થકા સંતો-ભકતો સાથે ઘેલા નદીએ નાહવા પધાર્યા હતા, સ્નાન કરીને સહું સાથે ગાતા-વાતા દાદાખાચરના દરબારમાં પરત આવ્યા અને માણકી ઘોડી ઉપરથી ઉતરીને અક્ષર ઓરડીએ પધાર્યા અને ત્યાં પોતાનો પોષાક ઉતારીને થાળ જમવા બિરાજ્યા. થાળ જમીને ચળુ કરીને મુખવાસ લઇને જ્યાં ઓરડાની…

શ્રીહરિએ ધમડકા દરબારશ્રી રાયધણજીને કહ્યું કે ‘તમે ટેકીલા ક્ષત્રિય છો, અને અમારા પણ ભકત કહેવાઓ છો, તમે આમ દિકરીઓને દૂધપીતી કરીને મહાપાપ કરો એ યોગ્ય નહી,”

આજથી અઢીસો વરહ પુર્વે સાંપ્રત સમાજમાં સતિપ્રથા અને દિકરીઓને દૂધપીતી કરવાનો અતિ ક્રૂર કૂરિવાજ હતો. ગુરુદેવ રામાનંદ સ્વામી અને ભકતવત્સલ શ્રીહરિ કચ્છદેશમાં અવારનવાર પધારતા ને પોતાના ભકતોને ઉપદેશ આપીને પોતાના આશ્રિતોને આવા અનેક કૂરિવાજથી મુક્ત કરતા હતા. એકસમયે શ્રીહરિ કચ્છદેશમાં ધમડકા પધાર્યા હતા ને ગામધણી…

શ્રીજી મહારાજે કહ્યું, ”સાધુમાં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભક્તોમાં દાદા ખાચર, પર્વતભાઈ જેવા કોઈ અમે જોયા નથી. એ કારણે તો અમે આંહી કાઠિયાવાડમાં રહ્યા છીએ.

એકસમે ગઢપુરમાં શ્રીજી મહારાજનાં દર્શન કરવા પર્વતભાઈ અને એમના પત્નિ અમૃતબાઈ સાથે મુકતરાજ મયારામ ભટ્ટ આવ્યા. ત્યારે શ્રીજી મહારાજે સભામાં કહ્યું, ”સાધુમાં ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા કોઈ અમને સાધુ મળ્યા નહીં અને બ્રહ્મચારીમાં મૂળજી બ્રહ્મચારી, જેરામ બ્રહ્મચારી છે. ભક્તોમાં દાદા ખાચર, પર્વતભાઈ…