ઉમરેઠના વિદ્વાન બ્રાહ્મણોને શ્રીજીમહારાજે પ્રથમ પ્રકરણના ૧૯ થી ૨૫ વચનામૃત કહીને પોતાના વાગ્મી સ્વરુપનું દર્શન કરાવ્યું

સત્સંગના અતિ પ્રસીદ્ધ અને છોટી કાશી સમાન ગામ ઉમરેઠમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીના જોગથી ઘણા વિપ્રો ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત થયા હતા, આથી ઉમરેઠના અન્ય બ્રાહ્મણોને તેમના પ્રત્યે ખુબ દ્વેષ થયો. ઉમરેઠમાં ખુબ વિદ્વાન અને પવિત્ર બ્રાહ્મણોની મોટી વસ્તી હોવાથી વડોદરા, ખેડા, અમદાવાદ સુરત વગેરે ગામોના…

શ્રીહરિએ અમદાવાદમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી

સંવત ૧૮૭૮ ના ફાગણસુદ ત્રીજ ઇ.સ. ૨૪-૦૨-૧૮૨૨ ના રોજ શ્રીહરિએ અમદાવાદ શહેરમાં આવીને શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, શ્રીહરિ કાંકરીયા તળાવના કાંઠે ઉતર્યા હતા. આગલા દિવસ પડવાના દિવસે શ્રીહરિ આવીને મંદિરમાં બિરાજમાન થયા અને સદગુરુ આનંદાનંદ સ્વામીને કહ્યું જે, શહેરના સત્સંગીઓ ક્યાં ગયા ? તે વખતે…

શ્રીહરિ ગામ સામત્રામાં પોતાના પ્રિયભક્ત રૂડા પટેલની વાડીએ પધાર્યા.

એકસમે શ્રીહરિ કચ્છદેશમાં સંતમંડળ-પાર્ષદો સાથે વિચરણ કરતાં કરતાં ગામ સામત્રા પધાર્યા ને પોતાના પ્રિયભક્ત એવા રૂડા પટેલને ઘરે ખબર આપ્યા, ત્યારે ખબર આપનારે આવીને કહ્યું, “હે મહારાજ ! રૂડા પટેલ તો વાડીએ ગયા છે.” એથી શ્રીહરિ સંઘ લઈને વાડીએ પધાર્યા. ત્યાં વિશાળ વડની છાયા જાઈને…

અમરાખાચર ખુલ્લી તલવાર લઇને અતિ શુરવિરતાથી ગરજતાં થકા બોલ્યા કે “ગઢપુર મંદિર તો શું પણ જો એ હરિયો ગઢપુર ગામમાં પગ મુકે તોય હું એને વાઢી નાંખીશ, ને જો એમ ન કરું તો હું દાદાખાચરનો દિકરો નહી.”

ગઢપુર ગામધણી એભલબાપુંનો પરિવાર એટલે શ્રીહરિને સ્નેહને તાંતણે બાંધી રાખનારા અનાદિ મુકતો, આવા જ દાદાખાચરના નાના દિકરા અમરાખાચર હતા. શ્રીહરિએ દાદાખાચરના બીજા વિવાહ ભટ્ટવદર ગામે નાગપાલ વરું ના દિકરી જસુંબાં સાથે કરાવ્યા, એમના કૂખે મોટા દિકરા બાવાખાચર અને નાના દિકરા અમરાખાચર થયા. બાવાખાચર નાના હતા…

સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ નિમાડ દેશના કુક્ષી ગામના ધનાજી શીરવીની વાડીએ પ્રેતનો ઉદ્ધાર કરતા કહ્યું કે ‘બદરીકાશ્રમ જઇને ત્યાં તપ કરજે, પછી તું સત્સંગ માં જન્મ ધરીશ..!’

શ્રીહરિની આજ્ઞાએ સદગુરુ વિજ્ઞાનાનંદ પોતાના સંતમંડળ સાથે વિચરણ કરતા થકા નિમાડ દેશમાં સત્સંગ કરાવતા હતા. પહાડી પ્રદેશ, અનેક વિષમતા, મરાઠી, હિન્દી તેમજ ભોજપુરી વગેરે ભાષા બોલવાની તકલીફ છતા જનમાનસ ને શ્રીહરિના મહીમાચરિત્રો તથા પંચવર્તમાનની વાતો દ્રઢ કરીને કરતા થકા અનેક ગામોમાં હજારો મુમુક્ષુંઓને સત્સંગ કરાવીને…

વાંકિયાના રાજબાઈ : ”મા ! બળી મારી ચૂંદડી, મારે તો ચૂંદડી આવશે અમરવર પુરુષોત્તમનારાયણની…!’

વાંકિયા ગામના દરબારગઢમાં દસ-બાર વર્ષની દીકરી રાજબાઈ ઢીંગલા-ઢીંગલી કે પાંચીકા સાથે નહીં, પણ ઠાકોરજીની મૂર્તિ સાથે કાલાવાલા કરતા. ઠાકોરજીની મૂર્તિને નવડાવે, શણગાર ધરાવે, ભાવથી જમાડે, જમાડતાં-જમાડતાં ઠાકોરજી હારે વાતો કરે કે ‘જમોને મહારાજ, કેમ નથી જમતા ? ભૂખ નથી કે અમારા હાથનું ભોજન નથી ભાવતું…

ગામ ચૂડાના હરિજનજ્ઞાતિના ગંગાબાઇ સામે પતિતપાવન શ્રીહરિની નજર પડી બોલ્યા, ‘ગંગાબાઈ! ઓરા આવો! એમ દૂર શું ઊભા છો? સભામાં બેસોને?’

ગામ ચૂડાના હરિજનજ્ઞાતિના ગંગાબાઇ શ્રીહરિના વિશે અતિ સ્નેહ વાળા ભકત હતા. જ્ઞાતિવાદના આભડછેટ બંધનને કારણે તેઓ સામાજીક બંધનો ઘણા સહન કરતા. જ્યારે જ્યારે ગામમાં સંતો આવે એટલે દર્શન કરવા અચૂક આવે ને દૂર ઉભા ઉભા થકા દર્શન કરે અને કથા-વાર્તા સાંભળે. પોતાની તમામ ક્રિયામાં સતત…

આંબરડી ના બહારવટે ચડેલા જોગીદાસ ખૂમાણ ને વજેસિંહજીબાપુ (ભાવનગર રાજ્ય) વચાળે દાદાખાચરે સાણાંના ડુંગરાઓમાં સમાધાન કરાવ્યું.

ભાવનગર રાજ્ય અને આંબરડી ના જોગીદાસ ખૂમાણ પરિવારને ગરાસ બાબતે તકરાર ચાલતી હતી અને તેઓ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા. ઇ.સ. ૧૮૨૪ માં ખૂમાણોએ ગોહીલવાડના ગામ જૂણવદરમા હુમલો કરીને ઢોર વાળી આવ્યા હતા ને વલારડી અને ઘૂઘરલા ગામમાં આશ્રય લીધો હતો. આથી ભાવનગર રાજ્યની…

આધોઇમાં લાધાજીના દરબારમાં કણકોટના સત્સંગીને શ્રીહરિએ કહ્યું જે ‘જો તમે સહુ હરેક ક્રિયામાં અમને સંભારશો તો અમે પણ તમને ખોળતા ખોળતા આવીશું.’

શ્રીહરિ ગામ આધોઇમાં જાડેજા દરબારશ્રી લાધાજીના દરબારમાં બિરાજતા હતા. શ્રીહરિએ કણકોટ જવાની ઇચ્છા કરી એટલે એમના દિકરા અદોજી તથા રાયધણજી ત્રણ ઘોડા તૈયાર કરીને લાવ્યા. શ્રીજીમહારાજ એ ઘોડા ઉપર બેઠા ને બે ઘોડા ઉપર બે ભાઇઓ બેઠાને ત્યાંથી ચાલ્યા તે કણકોટથી ઠક્કર કચરા ભગતને ઘેર…

કચ્છના ચાંદ્રાણીમાં વરખડાનું ઝાડ તે વાંકુ હતું, તેની ઉપર ઘોડો પલાણીને બેસીને હાંકતા હોય એવું મનુષ્યચરિત્ર કરતા હતા.

શ્રીહરિ કચ્છના ગામ ચાંદ્રાણી માં અબોટી બ્રાહ્મણ ચાંદ્રાણી તથા હરિભાઇ નામે બે ભાઇઓ હતા તેને ઘેર પધાર્યા અને ત્યાં પાંચ દિવસ રહ્યા. નિત્યે ગામની ભાગોળે તળાવમાં નહાવા પધારતા. ત્યાં ગામ ને તળાવ વચ્ચે પાળીયા ઘણા છે. તે પાળિયાની ઉગમણી કોરે થડમાં અડીને વરખડાનું ઝાડ તે…

લાલજીએ નંદરામજીને દર્શન દીધું ને કહ્યું કે ‘તમારા ભાઇ ગોપાળજીએ શ્રીહરિને સર્વ અવતારના અવતારી જાણી ને પ્રસાદ લીધો એ યોગ્ય છે, એમાં કાંઇ ખોટું કર્યું નથી.’

શ્રીહરિ દાદાખાચરને પરણાવીને ગઢપુર પરત આવ્યા, આ સમયે ધર્મકુળ અને સચ્ચિદાનંદ સ્વામી વગેરે સહુ પણ ફાગણ સુદ છઠ્ઠા દિવસે દ્વારિકાની યાત્રા કરીને ગઢપુર પરત આવ્યા. શ્રીહરિના કહેવાથી સચ્ચિદાનંદ સ્વામીએ શ્રીદ્વારિકાધિશ પ્રભું અને સર્વ તીર્થો સાથે પધાર્યા હોવાની સર્વ વાત સહુંને વિગતે કરી. શ્રીહરિએ તુરંત સહુને…

 ભુજનગરમાં જેઠી ગંગારામ મલ્લ ને બીજા પાંચ છ મલ્લ સર્વે હાથ જોડીને એમ બોલ્યા જે, હે મહારાજ! આપ તો ભગવાન પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છો. તે તમે ક્યાં ને અમે ક્યાં? 

એકસમે શ્રીજીમહારાજ ભુજનગરમાં સુતાર હીરજીભાઇને ઘેર પાટ ઉપર પોઢ્યા હતા. તે સમયે જેઠી ગંગારામ મલ્લ ને બીજા પણ પાંચ છ જણ મલ્લ હતા તે સર્વે ભેળા થઇને શ્રીજીમહારાજનાં ચરણારવિંદ તથા શરીર ચાંપવા મંડ્યા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમને ગામધણી દરબાર પેટિયું નથી આપતા? ને જો…

શ્રીજીમહારાજ કહે, ‘નાજા જોગિયા! આ બાઈને પોતાના માવતરના મલકનું કેવું હેત છે. જો આવું હેત જીવને ભગવાનમાં બંધાઈ જાય, તો બેડો પાર થઈ જાય !

ગઢડા શ્રીગોપીનાથજી મહારાજના મંદિરના કામકાજનો આરંભ થઈ ગયો ને જરુરી માલસામાન આવતો થયો. પાયા ગળાઈ ગયા હતા પણ ભાવનગરના રાજા વજેસિંહ દરબારનો મંજૂરીનો કાગળ ન આવ્યો. એટલે શ્રીહરિએ દાદાખાચરને રૂબરૂ ભાવનગર મોકલ્યા. દરબારે મીઠાશથી જવાબ આપ્યો, “હજુ મારી પાસે કાગળો આવ્યા નથી, આવશે એટલે તરત…

‘મહારાજ પણ ખરા છે હો, આ હરજીવન ભણ્યો છે એને કાંય ન દીધું ને ઓલા ત્રણેય નાના ભાઇઓ અભણ છે એને રામાયણનાં કાંડ આપ્યા..!’

ગામ ધોરાજીમાં ગુરુદેવ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ હતો, અવારનવાર ગુરુદેવ રામાનંદ સ્વામી પોતે પધારતા અને પરમભકત વિપ્ર માવજી દવે ના ઘરે ઉતારો કરતા. ધોરાજી ગામમાં સ્વામીએ સદાવ્રત પણ ચાલું કરાવેલું જે માવજી દવે ચલાવતા અને સાઘુ-સંત અભ્યાગતો ને કાયમ અતિ મહીમાંથી જમાડતા. શ્રીહરિ ગાદીએ બેઠા…

શ્રીજી મહારાજ બોલ્યા જે, “જ્યારે આપણે દેવનાં દર્શન કરવા જવું ત્યારે દાસભાવ રાખવો તો અંતરમાં સુખ રહે.”

એકસમયે શ્રીહરિ ગઢપુરમાં બીરાજતા હતા, બપોરે જાગીને જળપાન કરીને શ્રીજી મહારાજ ઢોલીયે બિરાજમાન થયા ને પોતાની આગળ બેઠેલા સંતો, બ્રહ્મચારી, પાર્ષદો અને સર્વ સત્સંગીઓ આગળ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંબંધી ઘણીય વાર્તા કરી. ત્યાર પછી લાજ રાખવા વિષે વાર્તા કરી જે, “લાજે કરીને ધર્મ…