શ્રીઘનશ્યામ મહારાજે પોતે પ્રત્યક્ષ પધારીને છપૈયા મંદિરના કારભારી બેચર શેઠ અને મંદિરના હૂંડીના રોકડા રુપીયાની રક્ષા કરી

એક સમયે છપૈયાપુરમાં મંદિરનું કારખાનું ચાલતું હતું, તે સારું અમદાવાદથી આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે છ હજાર રૂપિયાની હુંડી લખાવીને બંગલા શહેરમાં શેઠ અનુમલ જીવણમલની દુકાને હરિભક્તો સાથે મોકલાવી. ત્યારે હુંડી પહોંચી જવાથી શેઠે છપૈયાપુરમાં મંદિરના કારભારી એવા બેચર કોઠારીને ખબર મોકલાવી ને કહેવડાવ્યું કે તમે જાતે…

ગામ ખોલડિયાદના અતિ પ્રેમી એવા મુકતરાજ ખેંગારભાઇ

એકવાર ગામ ખોલડિયાદ ના શ્રીહરિને વિશે અતિ પ્રેમી એવા મુકતરાજ ખેંગારભાઇ ગઢડે શ્રીહરિના દર્શને આવ્યા, શ્રીહરિ એ સમે થાળ જમીને પોતાના ઉતારાને વિશે તકીયે ઓઠીંગણ દઇને સુતા હતા. ખેંગારભાઇએ આવીને શ્રીહરિને દંડવત કર્યા અને પ્રણામ કરીને શ્રીહરિના ચરણે બેઠા થકા ચરણચંપી કરવા લાગ્યા. ખેંગારભગત શ્રીહરિના…

રાઇબાઇમાં એ દરબારોને કહેવડાવ્યું કે શ્રીજીમહારાજ આગળ પાઘડીઓ ઉતારીને અરજ કરો જે, હે મહારાજ ! સાધુઓને ખટરસનાં વર્તમાન મુકાવો એવો વર માગીએ છીએ.

એકવખતે શ્રીજીમહારાજ વિચરણ કરીને ગઢપુર પધાર્યા અને દાદાખાચરના દરબારમાં છાના રહ્યા તે કોઇને દર્શન ન આપે અને એકાંતે રહે. વળી ગામ બોટાદમાં દર્શન દેવા કોઇક દિવસ રાત્રિમાં પધારે તથા ઝીંઝાવદર પધારે અને પાછા ગઢડા પધારે. દિવાળી ઉપર મુક્તાનંદ સ્વામી ગઢડા આવ્યા તેમને શ્રીજીમહારાજ સાધુની જાયગામાં…

ધોરાજીમાં મુસલમાનને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના દર્શન કરતા જ ટાઢક વળીને બોલી ઉઠયો કે ‘માધવજીભાઇ, આ તો  પરવરદિગારના કોઇ મોટા ઓલીયા પુરુષ છે.’

એકવખતે સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા થકા ધોરાજી પધાર્યા હતા. સ્વામીએ મંદિરે ઉતારો કર્યો અને દરરોજ ગામમાં લાલવડે જઇને સહુને કથા કરીને શ્રીહરિના મહીમાંની વાતો કરીને બ્રહ્મરૂપ કરતા હતા. એકદિવસે ભકતરાજ માધવજી દવેના ઘરે સ્વામીનો સહું સંતો સાથે થાળ રસોઇ જમવા પધાર્યા હતા. સ્વામી…

ઝીણાભાઇ હાથ જોડી બોલ્યા કે “અરર… મહારાજ ! આ સંસારીનુ સંકટ સમયનું ધાન તમારે ગળે તે શે ઊતરશે ?”

તિર્થધામ પંચાળાના ગામધણી મનુભા બાપુ (ગરાસિયા) ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અષાઢી સં. ૧૮૫૮ના નવરાત્રિ સમયે, રામાનંદ સ્વામી સાથે દરબાર પણ સાથે વિચરણ કરતા હતા. ભગવાન શ્રીહરિને પ્રથમવાર પંચાળા પોતાના દરબારગઢમાં પધરાવ્યા, તે વખતે તેમના પત્ની ગંગાબાને પણ શ્રીહરિનાં પ્રથમ વખત દર્શન થયાં. તેમના બે…

ભૂજના સૈજીબાઈ

ગુરુદેવ રામાનંદ સ્વામીની ગાદી ઉપર ભગવાન શ્રી શ્રીહરિ બિરાજ્યા પછી તેમણે ધર્મ-સંસ્કારનું સીંચન કરવા વિચરણ કરતા અવાર-નવાર કચ્છ દેશની પાવન ભૂમિમાં પધારતા અને અનેક મુકતભક્તોને તેમજ પુર્વના મુમુક્ષુંઓને સુખ આપવા અનેક લીલાઓ પણ કરતા. શ્રીજીમહારાજ જ્યારે ભૂજ પધારતા, ત્યારે રોજ રોજ જુદા જુદા હરિભક્તોના ઘરે…

બરાઇના કૃપારામ બોલતા ચાલતા સહુંને ‘જય સ્વામિનારાયણ’ કહીને પંચમહાભૂત નો દેહ છોડીને અક્ષરધામમાં પધાર્યા.

મધ્યપ્રદેશના ગ્વાલીયર શહેર નજીક બરાઇ નામે નાનું એવું ગામ છે, આ ગામમાં શ્રીહરિના વીશે અતિ હેતવાળા કૃપારામ અને સીતારામ નામે બેઉ ભાઇઓ કૃપાપાત્ર સત્સંગી હતા. સંતોને યોગે સત્સંગ થયા બાદ બેઉ ભાઇઓ પંચવર્તમાનને ખબડદાર થયા થકા પાળતા હતા. બેઉ ભાઇઓ માં સંપ અને પરસ્પર અતિ…

સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી રઘુવિરજી મહારાજને હાથ જોડીને બોલ્યા કે ‘આપતો અમારા મોભી ને સતસંગના ધણી છો, અમારી ભૂલ્ય હોય તો અમને કહેવાનો કે દંડ કરવાનો પુર્ણઅધિકાર છે,’

સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી અને આદિ આચાર્યશ્રી રઘુવિરજી મહારાજશ્રી ને પરસ્પર ઘણું હેત હતું. બંને એકબીજાનો ઘણો મહીમાંથી આદરભાવ પણ રાખતા. રઘુવિરજીમહારાજ પોતે સતસંગના મોભી હોવા છતાયે સત્સંગ ના અતિ પીપાસું હતા, પોતે કથાવાર્તા સાંભળવાં માં પૃથુંરાજા સમાન ગુણવાન હતા. સંતો સાથે અનેક ગામડાઓમાં તેઓ સાથે…

રાજચરાડીના રામબાં કહે કે ‘મહારાજ મારે સાસરે સત્સંગ નથી, વળી ફરીને આપના દર્શન ક્યારે થશે એ વાતનું દુખ છે..!’

ગામ લોયામાં શ્રીહરિના સખા સુરાબાપુંના પત્નિ શાંતાબાં તેમજ હેતબાઇના યોગે લોયા અને નાગડકાં ગામનાં ઘણાં મુમુક્ષું મહીલાઓ સત્સંગી થયા હતા. આવા જ એક લોયામાં એક સત્સંગી મુમુક્ષુ રામબાં નામે પટેલના દીકરી હતા. ગામમાં જ્યારે શ્રીહરિ પધારતા ત્યારે સુરાખાચરના દરબારમાં પોતે સેવા કરવા દોડી જતા, ઉત્સવ…

પંચાળાના ગરીબ હરિભક્ત મકન ઠક્કરે શ્રીજીમહારાજને ચરણે ઝીણા ઘૂઘરા બાંધીને રાસલીલામાં રાજી કર્યા હતા.

જયારે શ્રીજીમહારાજે મુકતરાજ ઝીણાભાઇના આગ્રહે પંચાળાધામમાં  સહું સંતો-ભક્તો સાથે અદભુત રાસોત્સવ કર્યો, ત્યારે ગામના ગરીબ હરિભક્ત એવા મકન ઠક્કરે પોતાના ઘરેથી લાવીને શ્રીજીમહારાજને ચરણે ઝીણા ઘૂઘરા બાંધીને એ ઐતિહાસિક રાસલીલામાં રાજી કર્યા હતા, એ પળને કિર્તનમાં કંડારતા માં સદગુરુ શ્રીબ્રહ્માનંદ સ્વામીએ તેથી ગાયું છે કે….…

ગામ ખડાલના રણછોડ ભક્તને યાદ કરતાં શ્રીહરિએ કહ્યું કે ‘એના રચેલા પદો જેવા ભગવાનના લીલાચરિત્રો કે ગુણગાન ના પદો હોય તો ગાવવા અને સાંભળવા..!’

સંવત ૧૮૭૭ ના માગશર સુદી પડવાના ગામ લોયાના (સંગશુદ્ધીના) ૬ઠ્ઠા વચનામૃતમ્ માં શ્રીહરિએ કહ્યુ કે “જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય અને તે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય ને તે ગ્રંથ…

કરિયાણાના મીણબાઈ : પ્રેમીજનને વશ પાતળીયો….

એકવાર શ્રીજીમહારાજ ગામ કરિયાણા પધાર્યા હતા. ચોમાસાનું ટાણું હતું તે જાણે ઇન્દ્રદેવને કમત્ય સુઝી તે સૌના પારખા લેવાનું સુઝ્યું ને બારે મેઘ છૂટા મેલ્યા. ઘનઘોર ઘટા થઇને સાંબેલાધારે મેઘો મંડાણો તે હાથ એકથી કાંઈ સુઝેય નહીં, એવો અંધકાર જામ્યો. માથે વીજળીના કડાકા-ભડાકાના તોફાન જાણે કે…

રામપરાના કમળશી શેઠ ને જીવીબાઇ ઘરવખરી લઈ ને ગઢપુર રહેવા આવ્યા.

એકવખતે શ્રીજીમહારાજ કારીયાણીથી ગઢપુર આવી રહ્યા હતા. કારીયાણીથી આઠ દસ ગાવનો પંથ કાપતા રસ્તામાં રામપરા નામે ગામ આવ્યું. ગામનું પાદર આવ્યું એટલે શ્રીજીમહારાજે ગાડું હાંકતા પાર્ષદને કહ્યું, “ગઢડા હજી આઘું છે તેથી આવતા વાર લાગશે. તડકો ચડ્યો છે તો કૂવે બળદને પાણી પાવ, આ ઉનાળાના…

ગોંડલના જગમાલભાઇને શ્રીહરિ અંતકાળે તેડી ગયા.

સૌરાષ્ટ્રમાં ગોંડલ ના દેવાજીનો રાજપરિવાર સદગુરૂ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ માં રંગાયેલ હતો. રામાનંદ સ્વામી સ્વધામ સીધાવ્યા અને શ્રીહરિ ગાદીએ આરૂઢ થયા પછી દરબાર દેવાજી ને એમના ભાઇ હઠીસીંહને શ્રીહરિમાં અતિ સ્નેહ બંધાયેલ હતો. શ્રીહરિને વખતોવખત ગોંડલમાં તેડાવીને અતિ સ્નેહે પોતાના દરબારગઢમાં રોકતા. ‘યથા રાજા…

શ્રીજીમહારાજે રાજકોટમાં અંગ્રેજ અધિકારી સર જ્હોન માલ્કમને આપેલ શિક્ષાપત્રી હાલમાં બ્રિટનમાં ઓક્ષફર્ડ યુનિવર્સીટીમાં બોડલેઇન લાઈબ્રેરીમાં મહીમાપુર્વક રાખેલ છે.

આજથી બસો વરહ પહેલા ભારતમાં અંગ્રેજોનું શાસન હતું, એ દરમિયાન ઘણા અંગ્રેજ અધિકારીઓ જેમકે ડનલોપ સાહેબ, બાકરસાહેબ, પીલું સાહેબ, પાદરી હેબર બીશપ વગેરેને ભગવાન શ્રીસ્વામિનારાયણ ના દર્શન થયા હતા. પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ને મળેલા આવા જ એક અંગ્રેજ અધિકારી સર જ્હોન માલ્કમ કે જેમને…