શ્રીજી મહારાજે જુદાં જુદાં ૧૧૪ પ્રકરણ ફેરવીને પરમહંસને વર્તાવ્યા

શ્રીજી મહારાજે જુદાં જુદાં પ્રકરણ ફેરવીને પરમહંસને વર્તાવ્યા તેની યાદી.

૦૧. લોજમાં બાઈઓ તથા ભાઈઓની સભા નોખી પાડીને કહ્યું, ‘પરમહંસને બાઈઓ સાથે અડવું કે બોલવું નહિ.’
૦૨. બબ્બે જણને ધ્યાનમાં સામસામા બેસાડતા, તેમાં ઊંઘવું નહિ તથા સંકલ્પ ન કરવો.
૦૩. લોજમાં પાંચ પાંચને ધ્યાનમાં બેસાડતા, તેમાં કાંઈ જોવું નહિ તથા બોલવું નહિ ને જેને નિદ્રા આવે તેને દડાથી અથવા છડી અડાડીને જગાડતા.
૦૪. યોગધારણા શીખવી.
૦૫. અષ્ટાંગયોગની ક્રિયા શીખવી.
૦૬. માણસો તથા પશુપક્ષી વગેરેને સમાધિ કરાવી.
૦૭. શીરા પૂરીનું સદાવ્રત દેવું ને પોતે લવીંગયાં મરચાં તથા મીંઢી આવળ જમતા અને સાધુને રોટલા જમાડતા.
૦૮. મંડળ દીઠ ઠાકોરજીની સેવા રાખવી.
૦૯. પરમહંસ કરવા.
૧૦. ભિક્ષા માગતાં, જે આવે તેના ગોળા કરીને ખાવા.
૧૧. મન માગે તે ન આપવું.
૧૨. રાત્રીએ વગડે એકબીજાનો શબ્દ ન સંભળાય તેમ રહેવું.
૧૩. શિયાળામાં પાણીમાં શ્રદ્ધા પ્રમાણે બેસવું.
૧૪. શરીરે ખરજ આવે તો પણ ખંજોળવું નહિ.
૧૫. ખટરસ ન ખાવા.
૧૬. શરીરે સર્પ વીંછી ચડે તોય બેસી રહેવું.
૧૭. એક માથે લૂગડું ઓઢે ને બીજો દોરે, એમ ઘૂંઘટો રાખવો.
૧૮. આંખનું મટકું જીતવું.
૧૯. ઉઘાડે પગે ચાલવું.
૨૦. ગાડાં વગેરે વાહને ન બેસવું.
૨૧. સારી ભિક્ષા મળે ત્યાં ફરીથી ન જાવું.
૨૨. ઊંઘ આવે તો પાલી દાણા દળવા. ૨૩. જોલું આવે તો ટાઢે પાણીએ નહાવું.
૨૪. ઓઠીંગણ દઈને બેસવું નહિ.
૨૫. ઝાડ તળે બેસવું નહિ.
૨૬. ઓઘા વગેરે કોઈ પદાર્થનો આશરો લેવો નહિ.
૨૭. નાહતાં નાહતાં શરીર ઉપર હાથ ફેરવવો નહિ.
૨૮. સંકલ્પ ઓળખીને ક્રિયા કરવી.
૨૯. જે વસ્ત્ર પોતાને ગમે તે બીજાને આપી દેવું.
૩૦. નિર્જળા એકાદશી કરવી.
૩૧. એકાદશીના ઉપવાસને દિવસ બહુ તરસ લાગે તો એક પળી પાણી પીવું.
૩૨. રાત્રીના ચાર પહોર એકાદશીનું જાગરણ કરવું.
૩૩. અઢી હાથનો એક હજુરિયો પહેરવો.
૩૪. કૌપીન એક રાખવી.
૩૫. ગોદડી ત્રણ પડની રાખવી.
૩૬. મુમતી બાંધવી.
૩૭. સપ્ત ધાતુને અડે તો પચીશ વાર હાથ ધોવા.
૩૮. જે વસ્તુ આવે તે એક વખત પંક્તિમાં ખાવી.
૩૯. રૂદ્રાક્ષનો મણિકો બાંધવો.
૪૦. દિગંબર રહેવું.
૪૧. ટાટ પહેરવું.
૪૨. સ્ત્રીનું લાલ વસ્ત્ર દેખાય તો ઉપવાસ કરવો.
૪૩. ગુરુની આજ્ઞા વિના જે દર્શને આવે તેને કાઢી મૂકવા.
૪૪. ગુરુની આજ્ઞાએ આવે તેને દર્શન આપવા.
૪૫. ઉત્થાન ઓળખીને ક્રિયા કરવી.
૪૬. હરિઈચ્છાએ આવે તે એક વાર ગોળા વાળીને જમવું.
૪૭. અગ્નિએ તાપવું નહિ.
૪૮. અગ્નિને અડવું નહિ.
૪૯. પચીશ વર્ષનો હોય તેની કહેલ વાત સાચી ન માનવી.
૫૦. ઉતરતાને સંસ્કૃત વિદ્યા ન ભણાવવી.
૫૧. આસન જીતવું.
૫૨. સંન્યાસી ન કરવા.
૫૩. મંડળ ઉપર મંડળ ન જાય.
૫૪. જે સામું મળે તેને ભગવાનની બુદ્ધિ રાખીને નમસ્કાર કરવા.
૫૫. માર્ગમાં હરિજનને જાળવીને ચાલવું.
૫૬. કોઈ પદાર્થ બધાની પાસે માગવું નહિ, મોટાની પાસે માગવું.
૫૭. કોઈ અપમાન કરે તે સહન કરવું.
૫૮. મોટી મોટી બાઈઓ એક પૈસા ભાર અન્ન જમે.
૫૯. પાશેર અન્ન જમવું.
૬૦. દાદા ખાચરના દરબારમાં આજ્ઞા વિના ન જાવું.
૬૧. પદાર્થનો સંગ્રહ ન કરવો.
૬૨. દોડવું નહિ.
૬૩. ઝાડ ન રોપવાં.
૬૪. પશું ન રાખવાં.
૬૫. રાત્રીએ ન ચાલવું.
૬૬. ઘસીને પગ ન ધોવા.
૬૭. ભગવાનનાં પદ ગાઈને પંક્તિમાં જમવા બેસવું.
૬૮. જમતાં જમતાં બીજું બોલવું નહિ, ભજન કરવું.
૬૯. દેશમાં ફરવા જાવું, ત્યાં કાચી રસોઈ લેવી.
૭૦. ગઢડામાં સાકર લાવે તે જમવી.
૭૧. દેશમાં ફરવા જાય ત્યાં સન્માન થાય એટલે ગામ બદલવું.
૭૨. ઔષધ ન ખાવું.
૭૩. ભૂત, પ્રેત, મૂઠ, ચોટ, વાઘને દેખીને બીવું નહિ.
૭૪. પૈસા ઉપર ઝાડે ફરવું.
૭૫. ગ્રામ્ય વાર્તા ન કરવી ને ન સાંભળવી.
૭૬. વાતો કરીને સત્સંગ કરાવવો.
૭૭. નિત્ય એક જણને વર્તમાન ધરાવવા ને કોઈ વર્તમાન ન લે, તો એક લીલા ઝાડને વર્તમાન ધરાવીને પછી ભિક્ષાન્ન જમવું.
૭૮. નિત્યે ઝોળી ફેરવીને ભિક્ષા કરવી.
૭૯. નિત્યે મેળાવીને જમવું.
૮૦. નિત્યે જડભરતની વાત કરવી.
૮૧. નિત્યે દેહની નિંદા કરવી.
૮૨. ઘર મૂકીને ત્યાગીને દર્શને ગૃહસ્થે આવવું. ૮૩. જ્યાં આસન કર્યું હોય ત્યાં પાછું આસન કરવું નહિ.
૮૪. પાથર્યા વિના પૃથ્વી ઉપર સૂવું.
૮૫. સૂતા પછી જગાય, તો ફરીને સૂવું નહિ.
૮૬. સૂતા પછી જગાય ત્યાર પછી લાંબો પગ કરવો નહિ.
૮૭. આત્માનો નિત્યે વિચાર કરવો.
૮૮. પરમેશ્વરની પ્રાર્થના કર્યા વિના સૂવું નહિ.
૮૯. ધનુષ્ય વા દૃષ્ટિ નિયમમાં રાખીને ચાલવું.
૯૦. સ્વભાવનો ત્યાગ કરવો.
૯૧. ભેગા થઈને કીર્તન ગાતાં ગાતાં જમવા જાવું.
૯૨. ઉપવાસ કરતાં હારી ન જાવું.
૯૩. રાંધેલું અન્ન ન ખાવું, ને કાચું કોરું ખાવું.
૯૪. વચન પ્રમાણે વર્તવું.
૯૫. હરિજને કોઠીને સાણેથી દાણા કાઢવા.
૯૬. દિવસ ઊગ્યા પહેલાં ટાઢે પાણીએ નાહવું.
૯૭. પોત પોતાની ભિક્ષા જમીને ભેગા થાવું.
૯૮. ક્રોધ જેનામાં આવે તેને ક્રોધ ઊતરે ત્યાં સુધી બીજાએ હાડ હાડ કરવું.
૯૯. સાધુનું મંડળ આવે ત્યારે દંડવત કરવા.
૧૦૦. મોટા સાધુ આવે ત્યારે ઊભા થાવું.
૧૦૧. અધોવાયુ છુટે તો પચીશ દંડવત કરવા.
૧૦૨. શેરડીમાંથી ઊપજે તે ન ખાવું.
૧૦૩. દૂધમાંથી ઉપજે તે ન ખાવું.
૧૦૪. નિઃસ્વાદીપણે જમવું.
૧૦૫. કારિયાણીમાં સર્વે હરિજન સાકર લાવે તેમાંથી એક એક ગાંગડો જમવી.
૧૦૬. સર્વ ક્રિયામાં ભગવાનની મૂર્તિની સ્મૃતિ રાખવી.
૧૦૭. લીલા તૃણ ઉપર પગ ન મૂકવો.
૧૦૮. પાણીમાં પગ દઈને ન ચાલવું.
૧૦૯. લીલોતરી શાક ન ખાવું.
૧૧૦. શાલીગ્રામની સર્વેએ પૂજા કરવી.
૧૧૧. હાથે રસોઈ કરીને ઠાકોરજીને નૈવેદ્ય કરીને જમવું.
૧૧૨. નવ પ્રકારની ભક્તિ કર્યા વિના નવરું ન રહેવું.
૧૧૩. પુરુષોત્તમપણાની વાત કરવી ને સૌને સમજાવવી.
૧૧૪. ગુરુ થઈને પરમેશ્વરની વાત ન કરે અને શિષ્ય સાંભળવા ન આવે, તો તે બંનેએ એક-એક ઉપવાસ કરવો.

🙇🏻‍♂️🙏