કેશવજી દવે પોતાના દિકરા પિતાંબરને કહે કે ”ઉઠ્ય ઉઠ્ય પિતાંબર દિવો કર્ય..! આપણી ગાયને શ્રીજીમહારાજ અને ગુણાતિતાનંદ સ્વામી આવીને અક્ષરધામમાં તેડી ગયા.”

ગુરુદેવ રામાનંદ સ્વામી એ શ્રીજીમહારાજને ધર્મધુંરા સોંપી અને થોડે સમયે પોતે અક્ષરધામ સીધાવ્યા. શ્રીહરિ અવારનવાર ગામ ધોરાજી એ પધારતા હતા. લાલવડની એ મહાપ્રસાદીની જગ્યા કે જયાં શ્રીહરિ વેલ્ય ઉપર બેસીને સભા કરી હતી, એ અતિ પવિત્ર જગ્યાએ સ્વામી માધવચરણદાસજીએ શ્રીહનુંમાનજી ની દેરી કરાવી અને એમાં હનુમાનજી મહારાજને પધરાવવા ગુરુદેવ ગુણાતિતાનંદ સ્વામીને જુનાગઢથી તેડાવ્યા. એ વખતે ધોરાજીના સહુ બાઇ-ભાઇ હરિભકતોએ સહુ સંતો-ભકતોને ત્યાંજ લાલવડ પાસે જ રસોઇ કરીને જમાડવાનો સંકલ્પ કર્યો, આથી સવારે સહુ સાધું અને હરિભકતો ત્યાં રસોઇ કરવા લાગ્યા. સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી એ ગામના વિપ્ર રાઘવજી દવે પાસે શ્રીહનુંમાનજીની શાસ્ત્રોક્ત વિધીથી પ્રતિષ્ઠા કરીને સાકરને ટોંપરાનું નૈવૈદ્ય હનુંમાનજીને ધરાવીને સહુને પ્રસાદી વહેંચી દીધી. આ વખતે ગામના કેશવજી દવે પોતાના ઘેરથી પોતાની ગાયનું બે ટાણાંનું દહી ભેગું કરીને તાંબડીમાં લાવ્યા અને ગુરુદેવ ગુણાતિતાનંદ સ્વામી ને હાથો હાથ દીધું એટલે સ્વામીએ કેશવજીને પુછ્યું કે કેશવજી..! આ શું લાવ્યો? ત્યારે કેશવજી દવે બોલ્યા કે ‘સ્વામી, અમારી ગાયનું ગોરસ આપને જમવા સારું લાવ્યો છવ,’ સ્વામીએ તાંબડી પોતાના શિષ્ય રામચરણ દાસજી સ્વામીને દહી દીધું અને કહ્યું કે ‘આ દહીં ઠાકોરજીને ધરાવજો.’ આમ, થોડીવારે ઠાકોરજીના થાળ તૈયાર થયા. સંતોએ ઠાકોરજીને નૈવૈદ્ય ધરાવ્યું અને સાથે કેશવજી દવેની ગાયનું ગોરસ પણ ધરાવ્યું. પછી સહું સંત પંકિતએ જમવા બેઠા, ત્યારે સ્વામી પણ એ દહી થોડું જમ્યા અને સહું સંતોને પણ પંકિતએ પીરસાવ્યું. ગુણાતિતાનંદ સ્વામી સહુ સંતો વગેરે જમીને થોડીવારે ધોરાજી ગામના મંદિરે આવ્યા ને બે-ત્રણ દિવસ મંદિરે રોકાઇને સહુ હરિભકતોને કથાવાર્તા નો લાભ દીધો.

સહુ હરિભકતોએ સ્વામી તથા સહું સંતોનું પુજન કરીને ધોતિયા ઓઢાડ્યા. સ્વામીએ સહુને શ્રીહરિના પુરુષોત્તમપણાનો અતિ મહીમા કહ્યો. સ્વામી બે દિવસ રહીને પરત જુનાગઢ પધાર્યા.

એ વરહે પોષ મહીના માં એકદિવસે શ્રીહરિ તથા સ્વામીએ કેશવજીને દિવ્ય દર્શન થયા અને સહું ગાયની કોઢ્ય પાસે ગયા. જ્યાં ગાય બાંધી હતી ત્યાં ગયા અને ગાયને પોતાના અક્ષરધામમાં તેડી ગયા. એ સમયે કેશવજી દવે એ પોતાના દિકરા પિતાંબર ને જગાડીને કહે કે “ ઉઠ્ય, ઉઠ્ય પિતાંબર દિવો કર્ય..! આપણી ગાયને શ્રીજીમહારાજ અને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી આવીને અક્ષરધામમાં તેડી ગયા. પછી બાપ-દિકરો બેઉ દિવો કરીને ફરજાંમાં જ્યાં ગાય બાંધતા હતા ત્યાં આવ્યા, અ સમયે એમની ગાય તો માથું નમાવીને નીચે સુતી હોય એમ દીઠી. ત્યારે કેશવજી દવે કહે કે “પિતાંબર, જો આજ તો  જરુર આપણી ગાયને શ્રીજી મહારાજ પોતાના ધામમાં તેડી ગયા. ત્યારે પિતાંબર કહે કે “આપડી ગાયના મોટાભાગ્ય કે એને ખુદ શ્રીજીમહારાજ પોતે તેડવા પધાર્યા.” આમ, મોટા સત્પુરુષના ઉપયોગમાં આવતા દહીં-દૂધથી એ પશુંઓ નું પણ કલ્યાણ થાય છે, એવો મોટો આ સત્સંગ નો પ્રતાપ છે.

– શ્રીહરિચરિત્રચિંતામણી માંથી….