Category અક્ષરધામ સીધાવ્યા

રાજકોટના લોહાણા જ્ઞાતિના આદર્શ સત્સંગી બહેન શ્રીનંદુબાઈ…

ભગવાન શ્રીસ્વામિનારાયણના સમયથી જ રાજકોટમાં સત્સંગ છે. બંધીયાના મૂળુંભાઇ ના બેનબાં શ્રી“લક્ષ્મીબા”, મીસ્ત્રી ઉકાભાઈ તથા માવજીભાઈ, શેઠશ્રી કરશનભાઈ ભગત, માહેશ્વર ભટ્ટ વગેરે રાજકોટના મુમુક્ષુઓ સહજાનંદ સ્વામીના આશ્રિત હતા. તેમની શ્રધ્ધા, ભક્તિ અને પ્રાર્થનાથી સહજાનંદસ્વામી અનેક વખત રાજકોટ પધારેલા. રાજકોટમાં ધીરે…

અમરાખાચર ખુલ્લી તલવાર લઇને અતિ શુરવિરતાથી ગરજતાં થકા બોલ્યા કે “ગઢપુર મંદિર તો શું પણ જો એ હરિયો ગઢપુર ગામમાં પગ મુકે તોય હું એને વાઢી નાંખીશ, ને જો એમ ન કરું તો હું દાદાખાચરનો દિકરો નહી.”

ગઢપુર ગામધણી એભલબાપુંનો પરિવાર એટલે શ્રીહરિને સ્નેહને તાંતણે બાંધી રાખનારા અનાદિ મુકતો, આવા જ દાદાખાચરના નાના દિકરા અમરાખાચર હતા. શ્રીહરિએ દાદાખાચરના બીજા વિવાહ ભટ્ટવદર ગામે નાગપાલ વરું ના દિકરી જસુંબાં સાથે કરાવ્યા, એમના કૂખે મોટા દિકરા બાવાખાચર અને નાના દિકરા…

શ્રીજીમહારાજે રઘુવીરજી તથા અયોધ્યાપ્રસાદજીને કહ્યું: “આ બ્રહ્માનંદ સ્વામી તમારા દશોંદી છે, અમારા જશ રોજ ગાય છે માટે વસ્ત્ર તો અમે આપ્યા પણ તમારે એમને ચોખા, દૂધ અને સાકાર નિત્ય આપવા.”

સંવત ૧૮૮૨ના કારતક સુદિ‌ પ્રબોધીની એકાદશીને દિવસે શ્રીજીમહારાજે વડતાલમાં મોટાભાઈ શ્રી રામપ્રતાપભાઈના પુત્ર શ્રીઅયોધ્યાપ્રસાદજી અને નાનાભાઈ શ્રી ઈચ્છારામભાઈના પુત્ર શ્રીરઘુવીરજીને પોતાના દત્તકપુત્ર તરીકે લઈ અમદાવાદ (ઉત્તર) અને વડતાલ (દક્ષિણ) એમ બે દેશની ગાદીના આચાર્યપદે સ્થાપ્યા . ત્યારબાદ સંવત ૧૮૮૩ના માગસર…

ખાંભાના ગીદડી ગામના અમરા ભગતે કહ્યું ‘હું તો શ્રીજીમહારાજ ભેગો અક્ષરધામમાં જઈશ ને શ્રીજીમહારાજની સેવામાં રહીશ;’

ગીર દેશમાં આવેલા ખાંભા તાલુકાના ગામ ગીદડીમાં રબારી જીવણો અને તેમનો ભાઈ અમરો બેઉ ભાઇઓ સંતોના મંડળના વિચરણથી હરિભક્ત થયા હતા. જેમના લૂગડાં જાડા ને સમજણ જીણી એવા એ પંથકમાં આ બેઉ ભાઇઓ ગીરમાં ખેતીવાડી ને પશુપાલન કરીને ગુજારો કરતા…

શ્રીજીમહારાજે બામણગામમાં અરુપાનંદ સ્વામીને કહ્યું ‘અમે તમને તેડવા નથી આવ્યા. અમે તો ગામમાં હેમંતભાટ નામે અમારા ભકત છે, તેમને તેડવા આવ્યા છીએ.’

ચરોતર દેશમાં આણંદ જિલ્લામાં બામણગામમાં ભાટ હેમંતભાઈ બહુ સારા હરિભકત હતા ને સદાય શ્રીજીની આજ્ઞાને અનુસારે વર્તતા ને નિયમ ધર્મ બરોબર પાળતા. શ્રીહરિની મરજી મુજબ કાંય આજ્ઞામાં વર્તતા અને હરિભકતો તથા સંતનો મહિમા ઘણો સમજતા. એમ કરતાં એમને એક વખત…

કાણોતરમાં શાર્દુલે તેના બાપ ભરવાડ બોધાભાઈને કહ્યું ‘‘બાપા, મને શ્રીજીમહારાજ સહું સંતો સાથે તેડવા આવ્યા છે, માટે મને રજા આપો.’’

અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુંકામાં ગામ કાણોતરમાં ભરવાડ બોધાભાઈ હતા. તે સંતોના વિચરણ ના યોગે બહુ સારા સત્સંગી થયા હતા. તેને કાણોતર ગામની પટલાઈ હતી. પોતે ચુસ્ત ધર્મનિયમવાળા હતા ને ઘેર બ્રાહ્મણ ને રસોઈ કરવા રાખેલ. તે સહુને છેટેથી પીરસીને જમાડે,…

મેપાભક્તે શ્રીજીમહારાજને વિનંતી કરીને કહ્યું જે, હે મહારાજ ! પોષ મહિનાની ટાઢ બવ છે, તે સવારે તેડવા આવજો.’ ત્યારે શ્રીજીમહારાજ કહે, ‘ભલે સવારે આવશું.’

ગામ બગસરામાં કૃપાનંદ સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના યોગથી ભગવાનભાઇ, રૈયાભાઇ, ઉકાભાઇ, કરશનભાઇ, ભગાભાઇ તેમજ સથવારા કુટુંબના વેલાભાઇ ને મેપાભાઇ, તેમજ કોળી પરિવારો માં ખુબ સારો સત્સંગ થયો હતો. હરિભકત વેલાભાઇ, મેપાભાઇ વગેરે સહુ અવાર નવાર સંધમાં ગઢપુર જઇને શ્રીહરિની…

સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી: “દરબાર, કુંવર જ્યારે અમારા દર્શને આવેલા ત્યારે અમે એના લલાટે લેખ વાંચી લીધેલા, એ સારું તો અમે એને સાધુ થવા કહ્યુ હતું, પણ તમે પુત્રમોહમાં અમારી વાતનો મર્મ સમજી શક્યા નહી. હશે, જેવી શ્રીહરિની મરજી.”

સદગુરુ ગોપાળાનંદ સ્વામીના અવારનવાર મેંગણી દરબાર માનસિંહ બાપુંના દરબારમાં પધારતા હતા. દરબારશ્રી માનભાં બાપુએ સ્વામીના યોગે જ દારું-માંસ વગેરે વ્યસનો તજીને સત્સંગ સ્વીકાર્યો હતો. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે સતંસગ માં જાણીતા પોતે ‘મેંગણીના માનભાં બાપુ’ એવે નામે એકાંતિક ભકત થયા હતા.…

કચ્છના ગામ ‘રવા’ના વણિક વિપો શેઠ વાતો કરતા થકા દેહ મેલીને ભગવાન શ્રીહરિ અને સહું મુકતો સાથે અક્ષરધામમાં ગયા.

કચ્છના અબડાસા તાલુકામાં ‘રવા’ નામે ગામ છે, આ ગામનો વણિક વિપો શેઠ બહુ સારા સત્સંગી હતા, એકવખતે તે તેનાં સગાં સંબંધી અને સર્વ ઘરનાં મનુષ્યોને સાથે લઇને પરદેશમાં કમાવા માટે ગયા હતા. ત્યાં અચાનક એમની તબીયત લથડતા વિપો શેઠ શરીરે…

લાધીબાઇએ માતાજીને દેહ મૂકાવીને કહ્યું જે ‘માતાજીએ દેહ મૂકી દીધો છે, બન્નેને એક ચિત્તામાં ભેળાં બાળજો.’ એમ કહીને પોતે સ્વતંત્ર રીતે વાતો કરતા થકા દેહ મૂક્યો

કચ્છ દેશમાં શ્રીજી મહારાજ સંવત્‌ ૧૮૬૦ની સાલમાં પ્રથમ પધાર્યા અને સંવત્‌ ૧૮૬૭ સુધી ઘણીય વખત વારે વારે પધારતા રહ્યા. પછી પણ શ્રી ભુજ નગર મધ્યે ઘણીવાર પધાર્યા છે. એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા. રાત્રિસમે પોતાના ઉતારાને વિશે અક્ષરઓરડીએ…

ગોવર્ધનભાઇએ ત્રિકમને કહ્યું કે, ‘‘જો તારે સમાધિ જોવી હોય તો મારી સામું જો.’’

ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય અને પરમ એકાતિંક મુકતરાજ એવા માંગરોળના શ્રીગોવર્ધનભાઇ પોતે સમાધિનિષ્ઠ હતા એટલે ત્રણેય અવસ્થામાં જ્યારે ઇચ્છે ત્યારે ભગવાનની મૂર્તિના પ્રત્યક્ષ દર્શન કરી શકતા. શ્રીજી મહારાજની કૃપાએ એ બીજાને પણ સમાધિ કરાવતા. એક દિવસ ગામના સર્વ સત્સંગીઓ ગોવર્ધનભાઇને…

વિજ્ઞાનાનંદ સ્વામી નિમાડ દેશના સીતાપુર ગામે પધાર્યા. બિમાર ગામધણી દરબારશ્રી રામસીંહજીને શરીરે પીડા મટી ગઇ ને રોગ મુક્ત થયા.

શ્રીહરિની આજ્ઞાએ સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી નિમાડ દેશમાં સત્સંગ વિચરણ કરાવવા પોતાના મંડળ સાથે ફરતા હતા. અનેક મુમુક્ષું જીવોને શ્રીહરિની ઓળખાણ કરાવીને પરમપદની પ્રાપ્તિની ઓળખાણ તેમજ પંચવર્તમાન દ્રઢ કરાવતા હતા. એકસમયે વિજ્ઞાનાનંદ સ્વામી ફરતા ફરતા નિમાડ દેશના દાંતિયા તાલુકાના સીતાપુર ગામે…

શ્રીહરિ ખોખરીના ગામધણી દરબારશ્રી સબળાજીને અંતકાળે તેડવા ચાર વખત પધાર્યા.

જુનાગઢના ધિંગાધણી એવા શ્રી રાધારમણદેવના દેશમાં ખોખરી નામે નાનું એવું ગામ આવેલું છે. જુનાગઢના જોગી સદગુરુ મહાપુરુષદાસ સ્વામી અવારનવાર આ પંથકમાં સત્સંગ વિચરણમાં પધારતા હોય ગામધણી સબળાજી દરબારશ્રીને સત્સંગ નો યોગ થયો, પોતે વ્યસનો છોડીને વર્તમાનધારણ કરીને એકાંતિક સત્સંગી થયા…

ઈડરના વિપ્ર અંબાશંકર ફરી પ્રાંતિજ પાસે પામોલ ગામ જન્મ ઘારણ કરી ગૌરીશંકર થયા ને જ્ઞાનપ્રકાશાનંદ નામ પામી બુરાનપુર મંદિરમાં દેવની સેવા કરી.

ઈડરમાં વિપ્ર અંબાશંકર નામે એક ધર્મનિષ્ઠ અને પવિત્ર ગૃહસ્થ બ્રાહ્મણ રહેતો હતો. તેના ઘરમાં ચોર પેસી ખાતર પાડી રોકડા રૂપિયા તથા સોનાનાં ઘરેણા લઈ ગયા. અંબાશંકરે રાજમાં ફરિયાદ કરતા સરકારી સિપાઈઓએ ઘણી તપાસ કરી પણ કંઈ હાથ લાગ્યું નહિ. ત્યારે…

સુંદરિયાણાના શ્રીહરિના દ્રઢ નિશ્ચયી હેમરાજશાં શેઠના દિકરા વનાશા અને પુંજાશા….

ગામ સુંદરિયાણાના શ્રીહરિના દ્રઢ નિશ્ચયી હેમરાજશાં શેઠની ઉત્તરક્રિયા વખતે એમના દિકરાઓ વનાશાં અને પુંજાશાંની વિનંતિએ શ્રીહરિ સહું સંતો-ભકતો સાથે સુંદરિયાણા પધાર્યા અને ઉત્તરક્રિયા કરાવીને તેમા સહુંને જમાડ્યા.તે સમય દરમિયાન સુંદરીયાણામાં વસંતપંચમીનો ભવ્ય રંગોત્સવ કર્યો, શ્રીહરિને અતિ રાજી કર્યા આથી રંગથી…