Category અક્ષરાધિપતિ

કૃષ્ણાનંદ તથા વૈષ્ણવાનંદ સંન્યાસી દિક્ષાનો ત્યાગ કરીને બોલ્યા જે, ‘હે મહારાજ ! તમો વારંવાર સંતોની પંકિતમાં પીરસો છો તે પણ ન જમાય ત્યારે ભેખ લઇને શું કમાણા ?’

એકસમયે શ્રીહરિ ગઢપુરમાં વિરાજતા થકા સંતો-ભકતો સાથે ઘેલા નદીએ નાહવા પધાર્યા હતા, સ્નાન કરીને સહું સાથે ગાતા-વાતા દાદાખાચરના દરબારમાં પરત આવ્યા અને માણકી ઘોડી ઉપરથી ઉતરીને અક્ષર ઓરડીએ પધાર્યા અને ત્યાં પોતાનો પોષાક ઉતારીને થાળ જમવા બિરાજ્યા. થાળ જમીને ચળુ…

ઝીણાભાઇ હાથ જોડી બોલ્યા કે “અરર… મહારાજ ! આ સંસારીનુ સંકટ સમયનું ધાન તમારે ગળે તે શે ઊતરશે ?”

તિર્થધામ પંચાળાના ગામધણી મનુભા બાપુ (ગરાસિયા) ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અષાઢી સં. ૧૮૫૮ના નવરાત્રિ સમયે, રામાનંદ સ્વામી સાથે દરબાર પણ સાથે વિચરણ કરતા હતા. ભગવાન શ્રીહરિને પ્રથમવાર પંચાળા પોતાના દરબારગઢમાં પધરાવ્યા, તે વખતે તેમના પત્ની ગંગાબાને પણ શ્રીહરિનાં પ્રથમ…

મહારાજે હંસતા હસતાં પ્રેમીભક્ત આંબાશેઠને કીધું, “ખીજડા આવે, લીંબડા આવે, તો આંબો કેમ નો આવે ? જરૂર થી આવજો

એક સમયે શ્રીજી મહારાજે, એકાંતવાસ રાખ્યો હતો; એવામાં એક વાર આંબા શેઠ, મહારાજના દર્શને ગઢડે આવ્યા. હવે અંહિયા તો મહારાજની આજ્ઞા સિવાય, કોઈ જ દર્શન નો જઈ શકે. પણ પ્રેમીભક્ત આંબાશેઠ તો વળી કેવી રીતે દર્શન વિના રહી શકે ?…

ગામ દહીંસરામાં કચરા ભક્ત: ‘આપણે મહારાજનાં દર્શન કરવા જઇએ છીએ, જો ચરણમાં સોળ ચિહ્ન હોય, ને તે જો મને બતાવે તો હું મહારાજને પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ માનું,

ગામ દહીંસરામાં ભક્ત કચરો નામે એક સત્સંગી હતા. કુસંગીઓ તે વખતે ગામમાં ઉપાધિ ઘણી કરતા અને સાધુઓને પણ ગામમાં પેસવા દેતા નહીં. સંવત્‌ ૧૮૮૬ની સાલમાં રામનવમીના સમૈયા ઉપર વડતાલમાં શ્રીજી મહારાજનાં દર્શન કરવા પોતપોતાના ગામથી સંઘ જાવા તૈયાર થયો. ત્યારે…