Category અયોધ્યાપ્રસાદજી મહારાજ

શ્રીઘનશ્યામ મહારાજે પોતે પ્રત્યક્ષ પધારીને છપૈયા મંદિરના કારભારી બેચર શેઠ અને મંદિરના હૂંડીના રોકડા રુપીયાની રક્ષા કરી

એક સમયે છપૈયાપુરમાં મંદિરનું કારખાનું ચાલતું હતું, તે સારું અમદાવાદથી આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે છ હજાર રૂપિયાની હુંડી લખાવીને બંગલા શહેરમાં શેઠ અનુમલ જીવણમલની દુકાને હરિભક્તો સાથે મોકલાવી. ત્યારે હુંડી પહોંચી જવાથી શેઠે છપૈયાપુરમાં મંદિરના કારભારી એવા બેચર કોઠારીને ખબર મોકલાવી…

શ્રીજીમહારાજે રઘુવીરજી તથા અયોધ્યાપ્રસાદજીને કહ્યું: “આ બ્રહ્માનંદ સ્વામી તમારા દશોંદી છે, અમારા જશ રોજ ગાય છે માટે વસ્ત્ર તો અમે આપ્યા પણ તમારે એમને ચોખા, દૂધ અને સાકાર નિત્ય આપવા.”

સંવત ૧૮૮૨ના કારતક સુદિ‌ પ્રબોધીની એકાદશીને દિવસે શ્રીજીમહારાજે વડતાલમાં મોટાભાઈ શ્રી રામપ્રતાપભાઈના પુત્ર શ્રીઅયોધ્યાપ્રસાદજી અને નાનાભાઈ શ્રી ઈચ્છારામભાઈના પુત્ર શ્રીરઘુવીરજીને પોતાના દત્તકપુત્ર તરીકે લઈ અમદાવાદ (ઉત્તર) અને વડતાલ (દક્ષિણ) એમ બે દેશની ગાદીના આચાર્યપદે સ્થાપ્યા . ત્યારબાદ સંવત ૧૮૮૩ના માગસર…

શ્રીહરિ સૌના ઉપર અતિ રાજી થયા અને વર દીધો કે ‘મરણ સમયે ગામડીં ગામના સીમાડા માં જમનું તેડું નહીં’

એકસમે શ્રીહરિ અમદાવાદ બિરાજતા હતા, ત્યાંથી સવારે ચાલ્યાં તે વટવા થઇને સાંજને સમે ગામડીં ગામે પધાર્યા. ગામના લાલદાસ પટેલ, કાકુંભાઇ, શંભુંદાસ, બાપુભાઇ વગેરે સહું હરિભક્ત નરનારી સામૈયું લઇને આવ્યા અને અતિ ઉત્સાહ થી ગાતા-વાતાં લાલદાસ પટેલના ઘરે પધરાવ્યા. જમવા ટાણે…