Category કચ્છલીલા

 ભુજનગરમાં જેઠી ગંગારામ મલ્લ ને બીજા પાંચ છ મલ્લ સર્વે હાથ જોડીને એમ બોલ્યા જે, હે મહારાજ! આપ તો ભગવાન પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છો. તે તમે ક્યાં ને અમે ક્યાં? 

એકસમે શ્રીજીમહારાજ ભુજનગરમાં સુતાર હીરજીભાઇને ઘેર પાટ ઉપર પોઢ્યા હતા. તે સમયે જેઠી ગંગારામ મલ્લ ને બીજા પણ પાંચ છ જણ મલ્લ હતા તે સર્વે ભેળા થઇને શ્રીજીમહારાજનાં ચરણારવિંદ તથા શરીર ચાંપવા મંડ્યા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમને ગામધણી દરબાર…

શ્રીહરિએ કહ્યું, ‘આ સામે છીંકા ઉપર માટલીમાં, સાંજે જમવા સારુ રાખ્યો છે, તેમાંથી જમવા સારુ અડધો રોટલો આપો.’ એમ કહ્યું, ત્રણ માંથી મોટા બે ભાઇએ ના પાડી. પણ નાના લખુએ પોતાનો રોટલો જમવા આપ્યો.

શ્રીહરિ કચ્છ દેશમાં માનકુંવાથી રામપુરની વાડીમાં જવાની ઇચ્છા કરી નાથાભગત ને ઘોડી આપીને માનકુવે પાછો મોકલ્યો. ત્યાંથી શ્રીજીમહારાજ ચાલ્યા તે મેરાઇ વાડીએ દિવસ પહોર પાછલો હતો ત્યારે પધાર્યા, વાડીએ કોશ ચાલતો હતો, ત્યાં કુંડી ઉપર શ્રીહરિ જઇને ઊભા રહ્યા. તે…

સુરોખાચર બોલ્યા, ભણું મારાજ, જે ત્રિલોકીનો ભાર લઇને ઉપર બેઠા તે કેમ ઊભું થવાય ? પછી શ્રીહરિ મંદ મંદ હસીને બીજા કાઠીના ખભા ઉપર બેઠા.

એક દિવસે શ્રીહરિના એકાંતિક ભક્ત દંઢાવ્ય દેશના નંદાસણ ગામના કણબી ભુલાભાઇ શ્રીહરિને દર્શને ચાલ્યા. પોતે સ્વભાવે એકદમ ભોળા અને શ્રીહરિને વિશે અનન્ય ભરોસો ધરાવતા હતા. એમને ઉગમણા-આથમણાની પણ ગમ નહિ, ને ઉનાળા-શિયાળાની પણ ખબર નહિ, તેમજ જમવાનું ભાથું પણ સાથે…