Category ખોરાસા

ખોરાસાના રાજાભાઈ ડાંગર કહે કે, “મહારાજ, જ્યારે કહે કે, રાજાભાઈ દર્શન કરવા આવે’ ત્યારે દર્શને આવીશ; નીકર મારે મહારાજની આજ્ઞા પ્રમાણે પર્વતભાઈનું સાંતી ખોટી થાય.”

ગામ ખોરાસામાં આહીર ખેડૂત રાજાભાઈ ડાંગર કરીને શ્રીહરિના પરમ નિશ્ચયી હરિભકત હતા. ગામમાં મંદિર પાહે એક વાણિયા સત્સંગી ની દુકાન હતી. તેને રાજાભાઈએ કહી રાખેલું જે, “આપણા ગામમાં સાધુ આવે ત્યારે આપણે ઘેરથી સીધું લાવીને જમાડવા.” પછી એક દિવસ રાજાભાઈ…