Category મયારામ ભટ્ટ

માણાવદરના આલસી ઘાંચી કહે, “ઘોડાને કાંઇ ખાણ-ખુટણ ખવરાવવું નહિ ને ઠાલા મફતના પાનીઓ મારો છો તે હખણાં રહો. નહિતર, પછાડીશ તો સો વર્ષ અબઘડી પુરા થઇ જશે.”

એકવખત ગુરૂદેવ શ્રીરામાનંદ સ્વામી માણાવદર પધાર્યા અને બપોર પછી ગામથી પૂર્વ તરફ લક્ષ્મીવાડીએ નહાવા ગયા. ત્યાં સ્નાન કર્યા પછી બોરડીના ઝાડ નીચે આસન ઉપર બેઠા અને આજુબાજુ સંતદાસ, ભાઇરામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી તથા મયારામ ભટ્ટ, ભીમભાઇ, પર્વતભાઇ, આંબાભક્ત, જેઠાભક્ત, શામજીભક્ત…

શ્રીજી મહારાજે કહ્યું, ”સાધુમાં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભક્તોમાં દાદા ખાચર, પર્વતભાઈ જેવા કોઈ અમે જોયા નથી. એ કારણે તો અમે આંહી કાઠિયાવાડમાં રહ્યા છીએ.

એકસમે ગઢપુરમાં શ્રીજી મહારાજનાં દર્શન કરવા પર્વતભાઈ અને એમના પત્નિ અમૃતબાઈ સાથે મુકતરાજ મયારામ ભટ્ટ આવ્યા. ત્યારે શ્રીજી મહારાજે સભામાં કહ્યું, ”સાધુમાં ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા કોઈ અમને સાધુ મળ્યા નહીં અને બ્રહ્મચારીમાં મૂળજી બ્રહ્મચારી, જેરામ બ્રહ્મચારી…

શ્રીજીમહારાજે લોયાના વચનામૃતમાં ગરમ પોશની રાતી ડગલી પહેરી હતી તે મયારામ ભટ્ટને પેરાવી, તે ડગલી હાલ માણાવદર શ્રીસ્વામિનારાયણ મંદિરમાં દર્શન આપે છે.

અમદાવાદ શહેરમાં બેચરશેઠ નગરશેઠ અને અગ્રગણ્ય શ્રેષ્ઠી હતા. સૌ પ્રથમ તેમને સંતોના શહેરના વિચરણ થકી પરિચય થયો ને તેમને સત્સંગનો ઘણો ગુણ આવ્યો, આથી ભગવાન શ્રીસ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ પ્રત્યે તેમને સદભાવ થયો. સમયજતા તેઓ પણ સત્સંગી થયા.એ સમયમાં અમદાવાદમાં શ્રીહરિના…