Category શ્રીહરિલીલામૃત

શ્રીજીમહારાજે રાજકોટમાં અંગ્રેજ અધિકારી સર જ્હોન માલ્કમને આપેલ શિક્ષાપત્રી હાલમાં બ્રિટનમાં ઓક્ષફર્ડ યુનિવર્સીટીમાં બોડલેઇન લાઈબ્રેરીમાં મહીમાપુર્વક રાખેલ છે.

આજથી બસો વરહ પહેલા ભારતમાં અંગ્રેજોનું શાસન હતું, એ દરમિયાન ઘણા અંગ્રેજ અધિકારીઓ જેમકે ડનલોપ સાહેબ, બાકરસાહેબ, પીલું સાહેબ, પાદરી હેબર બીશપ વગેરેને ભગવાન શ્રીસ્વામિનારાયણ ના દર્શન થયા હતા. પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ને મળેલા આવા જ એક અંગ્રેજ અધિકારી…

લાલજીએ નંદરામજીને દર્શન દીધું ને કહ્યું કે ‘તમારા ભાઇ ગોપાળજીએ શ્રીહરિને સર્વ અવતારના અવતારી જાણી ને પ્રસાદ લીધો એ યોગ્ય છે, એમાં કાંઇ ખોટું કર્યું નથી.’

શ્રીહરિ દાદાખાચરને પરણાવીને ગઢપુર પરત આવ્યા, આ સમયે ધર્મકુળ અને સચ્ચિદાનંદ સ્વામી વગેરે સહુ પણ ફાગણ સુદ છઠ્ઠા દિવસે દ્વારિકાની યાત્રા કરીને ગઢપુર પરત આવ્યા. શ્રીહરિના કહેવાથી સચ્ચિદાનંદ સ્વામીએ શ્રીદ્વારિકાધિશ પ્રભું અને સર્વ તીર્થો સાથે પધાર્યા હોવાની સર્વ વાત સહુંને…

‘મહારાજ પણ ખરા છે હો, આ હરજીવન ભણ્યો છે એને કાંય ન દીધું ને ઓલા ત્રણેય નાના ભાઇઓ અભણ છે એને રામાયણનાં કાંડ આપ્યા..!’

ગામ ધોરાજીમાં ગુરુદેવ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ હતો, અવારનવાર ગુરુદેવ રામાનંદ સ્વામી પોતે પધારતા અને પરમભકત વિપ્ર માવજી દવે ના ઘરે ઉતારો કરતા. ધોરાજી ગામમાં સ્વામીએ સદાવ્રત પણ ચાલું કરાવેલું જે માવજી દવે ચલાવતા અને સાઘુ-સંત અભ્યાગતો ને કાયમ અતિ…

સુરાબાપુએ પ્રશ્ન પુછ્યો કે “મહારાજ.. ભણું, ગોપીયું શ્રીકૃષ્ણભગવાનની વેણુંનાદ સાંભળતા પોતાના પુત્ર-પરિવાર મેલી ને હાલીયું’તી, તે હાલમાં કળજુગ માં એવા કોઇ ભકતો હશે કે ?

એકવખતે શ્રીહરિ ધોળકાથી સહુ કાઠીદરબારો સાથે ઘોડેસ્વાર થઇને નીસર્યા તે ગામ બરવાળે પહોંચ્યા, ત્યાં ઉતાવળી નદીએ ઘોડાને પાણી પાવા સારું સહું અસવારો સાથે ઉભા રહ્યા. ઉતાવળી નદીના જળમાં શ્રીહરિ તેમજ સહુ સાથેના દરબારો માણકી ઘોડી તેમજ અન્ય ઘોડાને પાણી પાઇને…

સદગુરુ મુકતાનંદ સ્વામીએ શ્રીહરિને પુછ્યું કે હે પ્રભું, આપે ચંદનથી કેમ આ લીંબવૃક્ષનું પુજન કર્યું ? શ્રીહરિ કહે કે “સ્વામી, આ લીંબવૃક્ષનો આત્મા તે પુર્વે મોટા યોગી હતા, પરંતું એ યોગી પોતાના ઘર્મથી ભ્રષ્ટ થતા એમને વૃક્ષયોનિમાં આ લીંબવૃક્ષ રુપે અવતરણ થયેલું છે.

ગામ ઝીંઝાવદર માં ભોજાભગત ટાંક અને એમના પત્નિ સાવલબાઇ નામે શ્રીહરિના વીશે અતિ હેતવાળા હરિભકત હતા. ગામધણી દરબાર અલૈયાખાચરના દરબારગઢમાં શ્રીહરિ અને સંતો-ભકતો અવારનવાર પધારતા હોય, આ દોઉં દંપતિ શ્રીહરિના દર્શન અને સંતો તેમજ સાંખ્યયોગી બાઇઓના સમાગમ કરવા અવારનવાર ગઢપુર…

શ્રીહરિ કહે સુરાબાપું સૌને હાસ્યવિનોદ કરાવો એટલે સુરાબાપું એ વાત કરી જે, “ભણું મહારાજ ! કેટલાક ગામનું તો નામ લીધે જ અન્ન નો કટકોય નો મળે ને અનાજને બદલે જૂતિયાં ખાવાં પડે.”

એકવખતે શ્રીજીમહારાજ ગઢપુરમાં દરબારગઢમાં સભા કરીને વિરાજમાન હતા. તે સમે પોતાના સખા સુરા ખાચરે આવી શ્રીજીમહારાજને દંડવત પ્રણામ કર્યા ને સન્મુખ બેઠા. શ્રીહરિ કહે સુરાબાપું કાંઇક સૌને હાસ્યવિનોદ કરાવો એટલે સુરાબાપું એ વાત કરી જે, “ભણું મહારાજ ! કેટલાક ગામનું…