Category અમદાવાદ

શ્રીહરિએ અમદાવાદમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી

સંવત ૧૮૭૮ ના ફાગણસુદ ત્રીજ ઇ.સ. ૨૪-૦૨-૧૮૨૨ ના રોજ શ્રીહરિએ અમદાવાદ શહેરમાં આવીને શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, શ્રીહરિ કાંકરીયા તળાવના કાંઠે ઉતર્યા હતા. આગલા દિવસ પડવાના દિવસે શ્રીહરિ આવીને મંદિરમાં બિરાજમાન થયા અને સદગુરુ આનંદાનંદ સ્વામીને કહ્યું જે, શહેરના સત્સંગીઓ…

શ્રીજીમહારાજે રઘુવીરજી તથા અયોધ્યાપ્રસાદજીને કહ્યું: “આ બ્રહ્માનંદ સ્વામી તમારા દશોંદી છે, અમારા જશ રોજ ગાય છે માટે વસ્ત્ર તો અમે આપ્યા પણ તમારે એમને ચોખા, દૂધ અને સાકાર નિત્ય આપવા.”

સંવત ૧૮૮૨ના કારતક સુદિ‌ પ્રબોધીની એકાદશીને દિવસે શ્રીજીમહારાજે વડતાલમાં મોટાભાઈ શ્રી રામપ્રતાપભાઈના પુત્ર શ્રીઅયોધ્યાપ્રસાદજી અને નાનાભાઈ શ્રી ઈચ્છારામભાઈના પુત્ર શ્રીરઘુવીરજીને પોતાના દત્તકપુત્ર તરીકે લઈ અમદાવાદ (ઉત્તર) અને વડતાલ (દક્ષિણ) એમ બે દેશની ગાદીના આચાર્યપદે સ્થાપ્યા . ત્યારબાદ સંવત ૧૮૮૩ના માગસર…

કાણોતરમાં શાર્દુલે તેના બાપ ભરવાડ બોધાભાઈને કહ્યું ‘‘બાપા, મને શ્રીજીમહારાજ સહું સંતો સાથે તેડવા આવ્યા છે, માટે મને રજા આપો.’’

અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુંકામાં ગામ કાણોતરમાં ભરવાડ બોધાભાઈ હતા. તે સંતોના વિચરણ ના યોગે બહુ સારા સત્સંગી થયા હતા. તેને કાણોતર ગામની પટલાઈ હતી. પોતે ચુસ્ત ધર્મનિયમવાળા હતા ને ઘેર બ્રાહ્મણ ને રસોઈ કરવા રાખેલ. તે સહુને છેટેથી પીરસીને જમાડે,…

દરિયાખાનના ઘૂમ્મટમાં દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ સત્ય ને પતિવ્રતાનો પક્ષ રાખ્યાના પ્રતાપે મુસલમાનનો નવાબ થયો હતો એનું કલ્યાણ કર્યું, હરિનામની ધૂન્ય કરાવી, તેને વર્તમાન ધરાવીને ભૂતયોનીમાંથી મુક્ત કરાવીને બદરિકાશ્રમમાં મોકલ્યા.

શ્રીજીમહારાજ અમદાવાદમાં દરિયાખાનના ઘૂમ્મટમાં સહું સંતો, કાઠીદરબારો અને પાર્ષદ અસવારો સહિત પધાર્યા હતા. ત્યાં દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ જે પૂર્વે મુસલમાનનો નવાબ થયો હતો. પુર્વે મહાભારત સમયે રાજસભામાં પાંડવો જૂગટુમાં હારી જતા જ્યારે દ્રોપદીજીના ચીર પોતાના ભાઇ દુઃશાસને તાણ્યાં હતાં…

જેતલપુર ના મહોલ મા ગોવિંદસ્વામીને મહારાજ બોલ્યા કે ‘આજે તો સંકૃાત નો દિવસ છે તો આપડે બૃાહ્મણ જમાડીએ..!

શ્રીહરિ અમદાવાદ ભક્તો ને સુખ આપીને સૌ સાથે અશ્લાલી જતા હતા. મારગ મા ગોવિંદસ્વામી બોલ્યા કે હે મહારાજ..! આજે મકર સંક્રાંતિ નો દિવસ છે તો જેતલપુર નજીક છે તો ત્યાં જઇએ..! શ્રીજીમહારાજ ની સંમતિ થતા સૌ જેતલપુરના રસ્તે ચાલ્યા. રસ્તે…