Category અમદાવાદ મંદિરના પ્રથમ મહંત

શ્રીહરિએ અમદાવાદમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી

સંવત ૧૮૭૮ ના ફાગણસુદ ત્રીજ ઇ.સ. ૨૪-૦૨-૧૮૨૨ ના રોજ શ્રીહરિએ અમદાવાદ શહેરમાં આવીને શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, શ્રીહરિ કાંકરીયા તળાવના કાંઠે ઉતર્યા હતા. આગલા દિવસ પડવાના દિવસે શ્રીહરિ આવીને મંદિરમાં બિરાજમાન થયા અને સદગુરુ આનંદાનંદ સ્વામીને કહ્યું જે, શહેરના સત્સંગીઓ…

મૂળજીને એના મિત્ર કૃષ્ણજીએ કહ્યુંકે “મૂળજી હમણાં મે ભગવાન દીઠા.” આ વાત સાંભળતાં જ મૂળજી કહે “કૃષ્ણજી…! તે ભગવાન દીઠા તોય એને મૂકીને આવ્યો?”

કચ્છની ધીંગી ધરતી પર ભૂજથી થોડે દૂર માનકૂવા નામનું ગામ છે. સદગુરુ સર્વજ્ઞાનાનંદ સ્વામી નો જન્મ આ “માનકૂવા” ગામમાં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ મૂળજી હતું. એકવાર શ્રીજી મહારાજ ભૂજથી માનકૂવાના માર્ગે જતા હતા. ત્યાં મૂળજીને એના જીગરજાન મિત્ર કૃષ્ણજીએ…