Category કારીયાણી

શ્રીજીમહારાજ કહે, ‘નાજા જોગિયા! આ બાઈને પોતાના માવતરના મલકનું કેવું હેત છે. જો આવું હેત જીવને ભગવાનમાં બંધાઈ જાય, તો બેડો પાર થઈ જાય !

ગઢડા શ્રીગોપીનાથજી મહારાજના મંદિરના કામકાજનો આરંભ થઈ ગયો ને જરુરી માલસામાન આવતો થયો. પાયા ગળાઈ ગયા હતા પણ ભાવનગરના રાજા વજેસિંહ દરબારનો મંજૂરીનો કાગળ ન આવ્યો. એટલે શ્રીહરિએ દાદાખાચરને રૂબરૂ ભાવનગર મોકલ્યા. દરબારે મીઠાશથી જવાબ આપ્યો, “હજુ મારી પાસે કાગળો…

સુરાભક્તના લોયા ગામે શ્રીહરિ કૂવો જોવા પધાર્યા ને બોલ્યા કે “આ કૂવામાં તો પાતાળ સુધી પાણી છે, ને વળી આ તો પાતાળીયો કૂવો છે.”

સંવત ૧૮૭૭ના કાર્તિકવદ પડવાની પ્રાતઃકાળની સભામાં કારીયાણી ગામે સુરાખાચર, ઝીણાભાઇ અને મોટીબાં-લાડુંબાં વતિ દાદાખાચરે પોતપોતાના પુરમાં પધારવાની ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી. તે સમયે બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સાથે એકાંતમાં મંત્રણા કર્યા પછી સુરા ભક્તને લોયા ગામે જવાનો શ્રીહરિએ આદેશ…

કારીયાણીના પટેલ જ્ઞાતિમાં પુરીબાઇને શ્રીહરિ પોતાના અક્ષરધામમાં તેડી ગયા.

ગામ કારીયાણીમાં વસ્તાખાચરના ઘરવાળા પ્રેમીભકત એવા શીતબાંના યોગથી ગામની ઘણીય બાઇઓને સત્સંગ થયો હતો, એમાનાં પટેલ જ્ઞાતિમાં પુરીબાઇ નામે હરિભકત થયા હતા. અવારનવાર દરબારગઢમાં શ્રીહરિ પધારતા હોઈને કથાવાર્તા અને સેવાની હેલીયું લાગતી. આ વખતે પ્રેમીભકત શીતબાં ગામના સહુ મુમુક્ષુ બાઇઓને…