Category ગોપીનાથજી મહારાજ

અમરાખાચર ખુલ્લી તલવાર લઇને અતિ શુરવિરતાથી ગરજતાં થકા બોલ્યા કે “ગઢપુર મંદિર તો શું પણ જો એ હરિયો ગઢપુર ગામમાં પગ મુકે તોય હું એને વાઢી નાંખીશ, ને જો એમ ન કરું તો હું દાદાખાચરનો દિકરો નહી.”

ગઢપુર ગામધણી એભલબાપુંનો પરિવાર એટલે શ્રીહરિને સ્નેહને તાંતણે બાંધી રાખનારા અનાદિ મુકતો, આવા જ દાદાખાચરના નાના દિકરા અમરાખાચર હતા. શ્રીહરિએ દાદાખાચરના બીજા વિવાહ ભટ્ટવદર ગામે નાગપાલ વરું ના દિકરી જસુંબાં સાથે કરાવ્યા, એમના કૂખે મોટા દિકરા બાવાખાચર અને નાના દિકરા…

આંબરડી ના બહારવટે ચડેલા જોગીદાસ ખૂમાણ ને વજેસિંહજીબાપુ (ભાવનગર રાજ્ય) વચાળે દાદાખાચરે સાણાંના ડુંગરાઓમાં સમાધાન કરાવ્યું.

ભાવનગર રાજ્ય અને આંબરડી ના જોગીદાસ ખૂમાણ પરિવારને ગરાસ બાબતે તકરાર ચાલતી હતી અને તેઓ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા. ઇ.સ. ૧૮૨૪ માં ખૂમાણોએ ગોહીલવાડના ગામ જૂણવદરમા હુમલો કરીને ઢોર વાળી આવ્યા હતા ને વલારડી અને ઘૂઘરલા ગામમાં આશ્રય…

શ્રીજીમહારાજ કહે, ‘નાજા જોગિયા! આ બાઈને પોતાના માવતરના મલકનું કેવું હેત છે. જો આવું હેત જીવને ભગવાનમાં બંધાઈ જાય, તો બેડો પાર થઈ જાય !

ગઢડા શ્રીગોપીનાથજી મહારાજના મંદિરના કામકાજનો આરંભ થઈ ગયો ને જરુરી માલસામાન આવતો થયો. પાયા ગળાઈ ગયા હતા પણ ભાવનગરના રાજા વજેસિંહ દરબારનો મંજૂરીનો કાગળ ન આવ્યો. એટલે શ્રીહરિએ દાદાખાચરને રૂબરૂ ભાવનગર મોકલ્યા. દરબારે મીઠાશથી જવાબ આપ્યો, “હજુ મારી પાસે કાગળો…

ગઢપુર મંદિરના સર્વપ્રથમ મહંત એવા સદગુરૂ વિરક્તાનંદ સ્વામી

ગઢપુર મંદિરના સર્વપ્રથમ મહંત એવા સદગુરૂ વિરક્તાનંદ સ્વામીનો જન્મ ભાલપ્રદેશમાં ખંભાત બારામાં ‘કલોદરા’ ગામમાં થયો હતો. તેઓ નાનપણથી જ ધર્મનિષ્ઠ અને ભગવાનને વિષે અતિ પ્રીતિવાળા હતા. પોતે પુર્વજન્મના મુમુક્ષું હોય એમને નાનીવયે જ વૈરાગ્યનો રંગ લાગતા અસાર સંસાર કડવા ઝેર…

ખોપાળાના જેઠા માણિયા કહે ‘જા, જઈને કહેજે કે, શ્રીગોપીનાથજીએ ભેંશો મંગાવી લીધી, ને કાલ્યથી બોઘરણું લઈને સવારે છાશ માંગવા તૈયાર થાજે; નીકર છોકરાંવ છાશ વગરનાં રહેશે.”

સત્સંગ ના જાણીતા ગામ ખોપાળામાં મુકતરાજ જેઠા માણિયા કરીને અતિ પ્રેમી નિષ્ઠાવાન હરિભગત હતા. પોતે શ્રીહરિને સર્વકર્તાહર્તા માનતા. શ્રીહરિ અને સંતો ને કાજે પોતે સર્વસ્વ સમર્પણભાવથી જીવન જીવતા. શ્રીહરિ સીવાય કોઇ તણખલું હલાવવાને સમર્થ નથી એવું પોતે અંતરથી દ્રઢપણે માનતા.…

રતો બસીઓ: ‘હે મહારાજ ! તમે તો ભગવાન છો. તમારાથી કાંઇ અધિક નથી. હું તમારાથી કંઇ અધિક જોઇશ ત્યારે માગી લઇશ.’

ગઢપુર માં શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલતું હતું. એકદિવસે લીંબવૃક્ષની નીચે શ્રીજીમહારાજ ઢોલિયે બિરાજ્યા. આગળ સંતો અને હરિભક્તો બેઠા હતા. તે સમયે શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા જે, ‘આ લોકમાં તથા પરલોકમાં દુઃખી ન થવાય એમ વર્તતો હોય તેને…