Category ચતુર્ભુજ

દેવળીયાવાળા મુકતરાજશ્રી જાલમસિંહના માતુશ્રી કેશાબાને સત્સંગ થયો

દેવળીયાવાળા મુકતરાજ દરબારશ્રી જાલમસિંહના માતુશ્રી કેશાબાને સત્સંગ થયો, એ પછી પ્રથમ તે શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગઢડા આવ્યા.પોતાના રાજઘરાનાના સુખ, દેહના સ્વરૂપ, ધનનો ઘમંડ, સત્તાનો કેફ. એવા વખતે શ્રીજીમહારાજને દીઠા, એ વખતે દાદાખાચરના દરબારગઢમાં ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર શ્રીજીમહારાજ…

જીવા ધાંધલે પોતાના ખલીચામાંથી એક વાંસળી શ્રીહરિને આપીને બોલ્યા કે “હે પ્રભો, આપ તો નટવર છોવ, તમે જો રાજી થયા હો તો અમારા ગામની વાંસાવડી ધારે આજે તમે કૃષ્ણાવતાર માં જેમ વાંસળી વગાડી એમ અમને વાંસળી વગાડતા દર્શન આપો.”

શ્રીજીમહારાજ ગઢપુરથી બ્રહ્માનંદ સ્વામી વગેરે સહુ સંતો સાથે ચાલ્યા તે રામપર ગામ થઇને કરીયાણા આવ્યા ને મીણબાઇના પ્રેમને વશ દરબાર દાહાખાચર ના દરબારગઢમાં ઉતારો કર્યો. આ વખતે પરમભકત કાળું મકવાણા અને એમના પત્નિ વિજલબાઇ ત્યાં શ્રીહરિના દર્શને આવ્યા ને શ્રીહરિને…