Category ઝીંઝાવદર

ગામ ઝીંઝાવદરમાં શ્રીજીમહારાજે આશીર્વાદ આપેલો કે “જાવ, અલૈયાખાચર, તમારી આ ડેલીમાં જેનો દેહ પડશે તેને અમે અક્ષરધામમાં તેડી જઇશું…

ગામ ઝીંઝાવદર ના ગામધણી દરબાર સામતખાચર હતા. તેઓ સ્વભાવે થોડા ક્રોધી અને અફિણ-ગાંજાના બંધાણી હોય, એમની ડેલીએ કાયમ મળતીયાઓના ડાયરાઓ જામતા. તેઓને બે દીકરા નામે જેઠસુર ખાચર અને અલૈયાખાચર હતા. આ મુકતરાજ અલૈયા ખાચર નાનપણથી બહુ ધર્મનિયમવાન અને સદગુણી હતા.…

સદગુરુ મુકતાનંદ સ્વામીએ શ્રીહરિને પુછ્યું કે હે પ્રભું, આપે ચંદનથી કેમ આ લીંબવૃક્ષનું પુજન કર્યું ? શ્રીહરિ કહે કે “સ્વામી, આ લીંબવૃક્ષનો આત્મા તે પુર્વે મોટા યોગી હતા, પરંતું એ યોગી પોતાના ઘર્મથી ભ્રષ્ટ થતા એમને વૃક્ષયોનિમાં આ લીંબવૃક્ષ રુપે અવતરણ થયેલું છે.

ગામ ઝીંઝાવદર માં ભોજાભગત ટાંક અને એમના પત્નિ સાવલબાઇ નામે શ્રીહરિના વીશે અતિ હેતવાળા હરિભકત હતા. ગામધણી દરબાર અલૈયાખાચરના દરબારગઢમાં શ્રીહરિ અને સંતો-ભકતો અવારનવાર પધારતા હોય, આ દોઉં દંપતિ શ્રીહરિના દર્શન અને સંતો તેમજ સાંખ્યયોગી બાઇઓના સમાગમ કરવા અવારનવાર ગઢપુર…