Category નંદાસણ

સુરોખાચર બોલ્યા, ભણું મારાજ, જે ત્રિલોકીનો ભાર લઇને ઉપર બેઠા તે કેમ ઊભું થવાય ? પછી શ્રીહરિ મંદ મંદ હસીને બીજા કાઠીના ખભા ઉપર બેઠા.

એક દિવસે શ્રીહરિના એકાંતિક ભક્ત દંઢાવ્ય દેશના નંદાસણ ગામના કણબી ભુલાભાઇ શ્રીહરિને દર્શને ચાલ્યા. પોતે સ્વભાવે એકદમ ભોળા અને શ્રીહરિને વિશે અનન્ય ભરોસો ધરાવતા હતા. એમને ઉગમણા-આથમણાની પણ ગમ નહિ, ને ઉનાળા-શિયાળાની પણ ખબર નહિ, તેમજ જમવાનું ભાથું પણ સાથે…