Category નારીરત્નો

શ્રીહરિ ગામ સામત્રામાં પોતાના પ્રિયભક્ત રૂડા પટેલની વાડીએ પધાર્યા.

એકસમે શ્રીહરિ કચ્છદેશમાં સંતમંડળ-પાર્ષદો સાથે વિચરણ કરતાં કરતાં ગામ સામત્રા પધાર્યા ને પોતાના પ્રિયભક્ત એવા રૂડા પટેલને ઘરે ખબર આપ્યા, ત્યારે ખબર આપનારે આવીને કહ્યું, “હે મહારાજ ! રૂડા પટેલ તો વાડીએ ગયા છે.” એથી શ્રીહરિ સંઘ લઈને વાડીએ પધાર્યા.…

ગામ ચૂડાના હરિજનજ્ઞાતિના ગંગાબાઇ સામે પતિતપાવન શ્રીહરિની નજર પડી બોલ્યા, ‘ગંગાબાઈ! ઓરા આવો! એમ દૂર શું ઊભા છો? સભામાં બેસોને?’

ગામ ચૂડાના હરિજનજ્ઞાતિના ગંગાબાઇ શ્રીહરિના વિશે અતિ સ્નેહ વાળા ભકત હતા. જ્ઞાતિવાદના આભડછેટ બંધનને કારણે તેઓ સામાજીક બંધનો ઘણા સહન કરતા. જ્યારે જ્યારે ગામમાં સંતો આવે એટલે દર્શન કરવા અચૂક આવે ને દૂર ઉભા ઉભા થકા દર્શન કરે અને કથા-વાર્તા…

શ્રીજીમહારાજ કહે, ‘નાજા જોગિયા! આ બાઈને પોતાના માવતરના મલકનું કેવું હેત છે. જો આવું હેત જીવને ભગવાનમાં બંધાઈ જાય, તો બેડો પાર થઈ જાય !

ગઢડા શ્રીગોપીનાથજી મહારાજના મંદિરના કામકાજનો આરંભ થઈ ગયો ને જરુરી માલસામાન આવતો થયો. પાયા ગળાઈ ગયા હતા પણ ભાવનગરના રાજા વજેસિંહ દરબારનો મંજૂરીનો કાગળ ન આવ્યો. એટલે શ્રીહરિએ દાદાખાચરને રૂબરૂ ભાવનગર મોકલ્યા. દરબારે મીઠાશથી જવાબ આપ્યો, “હજુ મારી પાસે કાગળો…

ગોંડલના સુથાર જીકોરબાઈએ હૈયાનાં હેત ઢોળી ઢોળીને શ્રીહરિ અને સંતોને થાળ પીરસી જમાડયા.

સવંત ૧૮૬૮માં ભક્તવત્સલ ભગવાન શ્રીહરિ પોતાના ભક્તોને આગોતરા દૂકાળની ચેતવણી આપવા સારું વિચરણ આરંભ્યું હતું. મુમુક્ષુ ભક્તોને ગામોગામ પ્રભું પોતે જઇને કહેતા કે “ચેતી જજો ! સાવધાન રહેજો ! આવતા વર્ષે ભયંકર ઓગણોતેરો કાળ પડશે. માટે ઢોર-ઢાંખર કે ઘરેણા વેચી…

શ્રીજીમહારાજે રાજીપો વરહાવતા કહ્યું, “સુરાબાપું, તમારા જેવું તેનું કલ્યાણ કરશું.”સુરાખાચર જતા બોલ્યા”લ્યો ! ધણીનો કોઇ ધણી છે !.

એકસમે શ્રીહરિ લોયામાં પોતાના સખા સુરાખાચરના ઘેર બિરાજતા હતા. તે વખતે એક માર્ગી બાઇ અને એનો દીકરો ગામના ચોરે બેસીને ઊંચા સાદે તંબુરો વગાડી સાવળુંના ભજન બોલતા હતા.પાપ તારુ પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે,તારી બેડલીને બુડવા, નહિ દઉ જાડેજા…

લાઠીદડના ગોમતીબાઇ જીવનભર લાડુંબા-જીવુંબાં સાથે સાંખ્યયોગી થઇને શ્રીહરિના ચરણે રહ્યા

ગામ લાઠીદડના અમરશી પટેલની દીકરી ગોમતીબાઈને ગામ ઝમરાળા ગામે વરાવેલી, પણ ગોમતીને ગઢડા સાંખ્યયોગી બાયુંનો સંગ લાગેલો, તે ચટકીનો વૈરાગ્ય ઉદય થતા સંસારનો રંગ ઊતરી ગયેલો. એની સહું બહેનપણીઓ ગોમતીને જોઈને બોલતી કે ”અલી ગોમતી ! આ તને તે શું…