Category પુતળીબાઇ

વારણાંના પૂતળીબાઈ મહારાજને પંચાંગ પ્રણામ કરતા બોલ્યા, ”અહોહો… આટલા બધા મોટા છો મહારાજ ! ઈ તો આજ મેં જાણ્યું. અટાંણ લગણ તો તમે બ્રાહ્મણ છો એમ જાણીને તમને જમાડતી.

એકવખતે શ્રીજીમહારાજ ધોળકા તાલુંકાનાં વારણાં ગામે પોતાના પ્રેમીભકત પૂતળીબાઈને ઘેરે પધાર્યા. સંધ્યાટાણું થવા આવ્યું હતું, ગામના સૌ કોઇ ખેડું પોતાના ખેતીકામ પુરા કરીને ગામભણી પાછા વળતા હતાં, ગાયોના ગૌધણ ચરીને ગામભણી આવતા હતા. શ્રીજીમહારાજને પોતાના ફળીમાં આવ્યા જોઇને પુતળીબાઇ તો…