Category બદરિકાશ્રમ

સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ નિમાડ દેશના કુક્ષી ગામના ધનાજી શીરવીની વાડીએ પ્રેતનો ઉદ્ધાર કરતા કહ્યું કે ‘બદરીકાશ્રમ જઇને ત્યાં તપ કરજે, પછી તું સત્સંગ માં જન્મ ધરીશ..!’

શ્રીહરિની આજ્ઞાએ સદગુરુ વિજ્ઞાનાનંદ પોતાના સંતમંડળ સાથે વિચરણ કરતા થકા નિમાડ દેશમાં સત્સંગ કરાવતા હતા. પહાડી પ્રદેશ, અનેક વિષમતા, મરાઠી, હિન્દી તેમજ ભોજપુરી વગેરે ભાષા બોલવાની તકલીફ છતા જનમાનસ ને શ્રીહરિના મહીમાચરિત્રો તથા પંચવર્તમાનની વાતો દ્રઢ કરીને કરતા થકા અનેક…

દરિયાખાનના ઘૂમ્મટમાં દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ સત્ય ને પતિવ્રતાનો પક્ષ રાખ્યાના પ્રતાપે મુસલમાનનો નવાબ થયો હતો એનું કલ્યાણ કર્યું, હરિનામની ધૂન્ય કરાવી, તેને વર્તમાન ધરાવીને ભૂતયોનીમાંથી મુક્ત કરાવીને બદરિકાશ્રમમાં મોકલ્યા.

શ્રીજીમહારાજ અમદાવાદમાં દરિયાખાનના ઘૂમ્મટમાં સહું સંતો, કાઠીદરબારો અને પાર્ષદ અસવારો સહિત પધાર્યા હતા. ત્યાં દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ જે પૂર્વે મુસલમાનનો નવાબ થયો હતો. પુર્વે મહાભારત સમયે રાજસભામાં પાંડવો જૂગટુમાં હારી જતા જ્યારે દ્રોપદીજીના ચીર પોતાના ભાઇ દુઃશાસને તાણ્યાં હતાં…