Category ભકતરાજ ઝીણાભાઇ

પંચાળા-અગત્રાઇ સત્સંગીઓએ ગોળ પાર્ષદોને આપ્યો અને કહ્યું જે, ‘મહારાજ ભલે ના કહે, તમે આ ગોળ લઇ જજો અને અમારા વતિ શ્રીજીમહારાજને જમાડજો. અમારું જીવતર લેખે લાગશે’.

સંવત્‌ ૧૮૮૪ના વૈશાખ વદ ૨ ને દિવસે જુનાગઢ મંદિરમાં શ્રીહરિએ પોતાના સ્વહસ્તે મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધી કરી, તેમાં વચલા મંદિરમાં શ્રીરણછોડજી અને શ્રીત્રિકમજી અને ઉગમણા મંદિરમાં સોરઠના ધીંગાઘણી શ્રીરાધારમણ દેવની મૂર્તિ અને આથમણા મંદિરમાં શ્રીસિધ્ધેશ્વર મહાદેવજી અને માત્ પાર્વતી અને શ્રીગણપતિજી ને…

સુરાભક્તના લોયા ગામે શ્રીહરિ કૂવો જોવા પધાર્યા ને બોલ્યા કે “આ કૂવામાં તો પાતાળ સુધી પાણી છે, ને વળી આ તો પાતાળીયો કૂવો છે.”

સંવત ૧૮૭૭ના કાર્તિકવદ પડવાની પ્રાતઃકાળની સભામાં કારીયાણી ગામે સુરાખાચર, ઝીણાભાઇ અને મોટીબાં-લાડુંબાં વતિ દાદાખાચરે પોતપોતાના પુરમાં પધારવાની ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી. તે સમયે બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સાથે એકાંતમાં મંત્રણા કર્યા પછી સુરા ભક્તને લોયા ગામે જવાનો શ્રીહરિએ આદેશ…