Category ભુજનગર

ભૂજના સૈજીબાઈ

ગુરુદેવ રામાનંદ સ્વામીની ગાદી ઉપર ભગવાન શ્રી શ્રીહરિ બિરાજ્યા પછી તેમણે ધર્મ-સંસ્કારનું સીંચન કરવા વિચરણ કરતા અવાર-નવાર કચ્છ દેશની પાવન ભૂમિમાં પધારતા અને અનેક મુકતભક્તોને તેમજ પુર્વના મુમુક્ષુંઓને સુખ આપવા અનેક લીલાઓ પણ કરતા. શ્રીજીમહારાજ જ્યારે ભૂજ પધારતા, ત્યારે રોજ…

કચ્છના ચાંદ્રાણીમાં વરખડાનું ઝાડ તે વાંકુ હતું, તેની ઉપર ઘોડો પલાણીને બેસીને હાંકતા હોય એવું મનુષ્યચરિત્ર કરતા હતા.

શ્રીહરિ કચ્છના ગામ ચાંદ્રાણી માં અબોટી બ્રાહ્મણ ચાંદ્રાણી તથા હરિભાઇ નામે બે ભાઇઓ હતા તેને ઘેર પધાર્યા અને ત્યાં પાંચ દિવસ રહ્યા. નિત્યે ગામની ભાગોળે તળાવમાં નહાવા પધારતા. ત્યાં ગામ ને તળાવ વચ્ચે પાળીયા ઘણા છે. તે પાળિયાની ઉગમણી કોરે…

 ભુજનગરમાં જેઠી ગંગારામ મલ્લ ને બીજા પાંચ છ મલ્લ સર્વે હાથ જોડીને એમ બોલ્યા જે, હે મહારાજ! આપ તો ભગવાન પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છો. તે તમે ક્યાં ને અમે ક્યાં? 

એકસમે શ્રીજીમહારાજ ભુજનગરમાં સુતાર હીરજીભાઇને ઘેર પાટ ઉપર પોઢ્યા હતા. તે સમયે જેઠી ગંગારામ મલ્લ ને બીજા પણ પાંચ છ જણ મલ્લ હતા તે સર્વે ભેળા થઇને શ્રીજીમહારાજનાં ચરણારવિંદ તથા શરીર ચાંપવા મંડ્યા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમને ગામધણી દરબાર…