Category મંદિરના મહંત

ધોરાજીમાં મુસલમાનને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના દર્શન કરતા જ ટાઢક વળીને બોલી ઉઠયો કે ‘માધવજીભાઇ, આ તો  પરવરદિગારના કોઇ મોટા ઓલીયા પુરુષ છે.’

એકવખતે સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા થકા ધોરાજી પધાર્યા હતા. સ્વામીએ મંદિરે ઉતારો કર્યો અને દરરોજ ગામમાં લાલવડે જઇને સહુને કથા કરીને શ્રીહરિના મહીમાંની વાતો કરીને બ્રહ્મરૂપ કરતા હતા. એકદિવસે ભકતરાજ માધવજી દવેના ઘરે સ્વામીનો સહું સંતો સાથે થાળ…

મહંત નૃસિંહાનંદ બ્રહ્મચારી કહે કે “આવ્યા હોતો ખજાનો ખોલીને વાપરત ને..! મને છતે દેહે તમારી અને સહુ સંતો-ભક્તોની સેવા કરવા મળવા મળત ને..!”

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઝાંઝમેરની નજીકમાં શ્રીગોપનાથ મહાદેવજીનું મંદિર આવેલ છે. પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમ્યાન આ શિવજીનું પુજન કર્યું હોવાનું મનાય છે. ઇ.સ ૧૫મી સદીમાં ચાર ધામની યાત્રા કરીને પરત આવેલા ઝાંઝમેરના રાજા રાઠોડ રાજવી લકધીરસીંહજી રાઠોડે આ પવિત્ર મંદિરના…