Category રામબાઇ

રાજચરાડીના રામબાં કહે કે ‘મહારાજ મારે સાસરે સત્સંગ નથી, વળી ફરીને આપના દર્શન ક્યારે થશે એ વાતનું દુખ છે..!’

ગામ લોયામાં શ્રીહરિના સખા સુરાબાપુંના પત્નિ શાંતાબાં તેમજ હેતબાઇના યોગે લોયા અને નાગડકાં ગામનાં ઘણાં મુમુક્ષું મહીલાઓ સત્સંગી થયા હતા. આવા જ એક લોયામાં એક સત્સંગી મુમુક્ષુ રામબાં નામે પટેલના દીકરી હતા. ગામમાં જ્યારે શ્રીહરિ પધારતા ત્યારે સુરાખાચરના દરબારમાં પોતે…

ભકતરાજ અલૈયા ખાચર કાયમ ખુબ ઉદાસ થઈને પોતાનું બનાવેલું કીર્તન આર્તનાદે ગાતા: ભણે અલૈયો કાં જઉંને ભણું વાલા, મોળા સામીને ભણજો ! મોળા વાલા ! સેજાનંદ સામી વન્યા, ઘડીયે રયો નો જાય..!

ઝીંઝાવદર ગામના રાજા અલૈયાખાચર શ્રીજીમહારાજના અનન્ય ભક્ત હતા. તેમનું જીવન ખુબ રજવાડી ઠાઠમાઠવાળું હતું, છતાં શ્રીહરિ ના એકવચને તેઓ પરમહંસ દીક્ષા લઇને પોતાનો રજવાડી વેશ પોતાની ઘોડી ઉપર મેલીને ગામ બહારથી જ અઢાર પરમહંસો સાથે ભૂજ જવા ચાલી નીકળ્યા હતા.…