Category લોયા

શ્રીજીમહારાજે રાજીપો વરહાવતા કહ્યું, “સુરાબાપું, તમારા જેવું તેનું કલ્યાણ કરશું.”સુરાખાચર જતા બોલ્યા”લ્યો ! ધણીનો કોઇ ધણી છે !.

એકસમે શ્રીહરિ લોયામાં પોતાના સખા સુરાખાચરના ઘેર બિરાજતા હતા. તે વખતે એક માર્ગી બાઇ અને એનો દીકરો ગામના ચોરે બેસીને ઊંચા સાદે તંબુરો વગાડી સાવળુંના ભજન બોલતા હતા.પાપ તારુ પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે,તારી બેડલીને બુડવા, નહિ દઉ જાડેજા…

સુરાભક્તના લોયા ગામે શ્રીહરિ કૂવો જોવા પધાર્યા ને બોલ્યા કે “આ કૂવામાં તો પાતાળ સુધી પાણી છે, ને વળી આ તો પાતાળીયો કૂવો છે.”

સંવત ૧૮૭૭ના કાર્તિકવદ પડવાની પ્રાતઃકાળની સભામાં કારીયાણી ગામે સુરાખાચર, ઝીણાભાઇ અને મોટીબાં-લાડુંબાં વતિ દાદાખાચરે પોતપોતાના પુરમાં પધારવાની ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી. તે સમયે બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સાથે એકાંતમાં મંત્રણા કર્યા પછી સુરા ભક્તને લોયા ગામે જવાનો શ્રીહરિએ આદેશ…