Category શ્રીનરનારાયણદેવની પ્રતિષ્ઠા

શ્રીહરિએ અમદાવાદમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી

સંવત ૧૮૭૮ ના ફાગણસુદ ત્રીજ ઇ.સ. ૨૪-૦૨-૧૮૨૨ ના રોજ શ્રીહરિએ અમદાવાદ શહેરમાં આવીને શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, શ્રીહરિ કાંકરીયા તળાવના કાંઠે ઉતર્યા હતા. આગલા દિવસ પડવાના દિવસે શ્રીહરિ આવીને મંદિરમાં બિરાજમાન થયા અને સદગુરુ આનંદાનંદ સ્વામીને કહ્યું જે, શહેરના સત્સંગીઓ…

મુકુંદ બ્રહ્મચારીજીના મુખ્ય શિષ્ય એવા શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજીને શ્રીહરિએ વરતાલમાં શ્રીલક્ષ્મીનારાયણાદિ દેવોની સેવામા ને મુખ્ય પૂજારી તરીકે રાખેલા.

શ્રીહરિના અંગભૂત સેવક એવા મુકુંદ બ્રહ્મચારીજીના મુખ્ય શિષ્ય એવી સદ્‌ગુરુ શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજીનો જન્મ ભાલ પ્રદેશના “ખસતા” ગામમાં થયેલો. તેઓ પુર્વજન્મના કોઇ મહાયોગી અને બાળપણથી જ સત્સંગના રંગે રંગાયેલા હતા. તેઓ સત્સંગની તિર્થસમીં પાવનધરણી ગામ પંચાળામાં મુકતરાજશ્રી ઝીણાભાઈના દરબારગઢમાં જ શ્રીહરિના…

પાડાસણ ગામધણી સરતાનસીંહજી: ‘ક્યાંઈ સાંભળે સદ્‌ગુરુ વાસ, કરે ત્યાં જઈ તેની તપાસ…!’

સંવત ૧૯૬૫ના વર્ષમાં ગઢપુરમાં શ્રીહરિએ દેવપોઢી એકાદશીનો તેમજ જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમ થી કર્યો અને સર્વ સંતો-ભકતો અને ગઢપુરવાસીઓને દિવ્ય દર્શન દીધું. સર્વે સંતોના મંડળોને સતંસગ વિચરણ કરવા જાવાની આજ્ઞા કરી એટલે સંતોના મંડળો શ્રીહરિના દર્શન કરીને ચાલ્યા. સદગુરુ સ્વરુપાનંદ સ્વામી…

ભૂજનગરમાં સદગુરુ શ્રીગોપાળાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને વિષે પંચાવન ગુણો રહ્યા હતા તે કહ્યા..

ભૂજનગરમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા શ્રીજીમહારાજ પધાર્યા હતા. બપોર થતા થાળ જમી, જળપાન કરીને મુખવાસ લઇ, પોશાક પહેરીને તૈયાર થયા અને ઘોડી તૈયાર કરો એમ કહ્યું. તે સમયમાં નાના પ્રકારનાં વાજિંત્રો વાગી રહ્યા હતાં, સર્વ પાળાઓ બંધૂકોના અવાજ કરી રહ્યા…

ખુશાલ ભટ્ટે (સદગુરુ ગોપાળાનંદ સ્વામી) બડોલી ગામના મૂંગા છોકરાને (ગૌરીશંકર ઘનપાઠી) યજુર્વેદ બોલાવ્યા ને વેદપંડિત કર્યા

ઈડર પાસેના બડોલી ગામે ભિક્ષાવૃત્તિ ઉપર નિર્ભર એવો એક બ્રાહ્મણ રહેતા હતા. તેને પરિવાર માં એક જ છોકરો હતો અને તે પણ જન્મથી મૂંગો હતો. કમભાગ્યે એકદિવસે વૃક્ષ ઉપરથી તે પડી ગયો અને તેના બે પગ ભાંગી ગયા. તે ઊભો…