Category શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી….

માણાવદરના આલસી ઘાંચી કહે, “ઘોડાને કાંઇ ખાણ-ખુટણ ખવરાવવું નહિ ને ઠાલા મફતના પાનીઓ મારો છો તે હખણાં રહો. નહિતર, પછાડીશ તો સો વર્ષ અબઘડી પુરા થઇ જશે.”

એકવખત ગુરૂદેવ શ્રીરામાનંદ સ્વામી માણાવદર પધાર્યા અને બપોર પછી ગામથી પૂર્વ તરફ લક્ષ્મીવાડીએ નહાવા ગયા. ત્યાં સ્નાન કર્યા પછી બોરડીના ઝાડ નીચે આસન ઉપર બેઠા અને આજુબાજુ સંતદાસ, ભાઇરામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી તથા મયારામ ભટ્ટ, ભીમભાઇ, પર્વતભાઇ, આંબાભક્ત, જેઠાભક્ત, શામજીભક્ત…

જીવુંબાં એ શ્રીહરિના રીંગણાનું શાક અને ઓળો જમવાનો સંકલ્પ જાણીને થાળ બનાવીને શ્રીહરિને રાજી કર્યા.

શ્રીજીમહારાજ ગઢપુરમાં બીરાજતા હતા. એકદિવસે શ્રીહરિ સંતો-ભક્તો સાથે રાધાવાવે પધાર્યા હતા. શ્રીહરિ સન્મુખ સહું સભામાં બેઠા હતા અને શ્રીહરિની અમૃતવાણીનું સહુ પાન કરતા હતા. એ વખતે પ્રેમમુર્તિ એવા સદગુરુ સચ્ચિદાનંદ સ્વામીએ રાધાવાવે વાડીમાં શ્રીહરિના થાળ સારું રીંગણી વાવેલી, તે જોઈ…

પંચાળાના ગરીબ હરિભક્ત મકન ઠક્કરે શ્રીજીમહારાજને ચરણે ઝીણા ઘૂઘરા બાંધીને રાસલીલામાં રાજી કર્યા હતા.

જયારે શ્રીજીમહારાજે મુકતરાજ ઝીણાભાઇના આગ્રહે પંચાળાધામમાં  સહું સંતો-ભક્તો સાથે અદભુત રાસોત્સવ કર્યો, ત્યારે ગામના ગરીબ હરિભક્ત એવા મકન ઠક્કરે પોતાના ઘરેથી લાવીને શ્રીજીમહારાજને ચરણે ઝીણા ઘૂઘરા બાંધીને એ ઐતિહાસિક રાસલીલામાં રાજી કર્યા હતા, એ પળને કિર્તનમાં કંડારતા માં સદગુરુ શ્રીબ્રહ્માનંદ…

રામપરાના કમળશી શેઠ ને જીવીબાઇ ઘરવખરી લઈ ને ગઢપુર રહેવા આવ્યા.

એકવખતે શ્રીજીમહારાજ કારીયાણીથી ગઢપુર આવી રહ્યા હતા. કારીયાણીથી આઠ દસ ગાવનો પંથ કાપતા રસ્તામાં રામપરા નામે ગામ આવ્યું. ગામનું પાદર આવ્યું એટલે શ્રીજીમહારાજે ગાડું હાંકતા પાર્ષદને કહ્યું, “ગઢડા હજી આઘું છે તેથી આવતા વાર લાગશે. તડકો ચડ્યો છે તો કૂવે…

શ્રીજીમહારાજે રાજકોટમાં અંગ્રેજ અધિકારી સર જ્હોન માલ્કમને આપેલ શિક્ષાપત્રી હાલમાં બ્રિટનમાં ઓક્ષફર્ડ યુનિવર્સીટીમાં બોડલેઇન લાઈબ્રેરીમાં મહીમાપુર્વક રાખેલ છે.

આજથી બસો વરહ પહેલા ભારતમાં અંગ્રેજોનું શાસન હતું, એ દરમિયાન ઘણા અંગ્રેજ અધિકારીઓ જેમકે ડનલોપ સાહેબ, બાકરસાહેબ, પીલું સાહેબ, પાદરી હેબર બીશપ વગેરેને ભગવાન શ્રીસ્વામિનારાયણ ના દર્શન થયા હતા. પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ને મળેલા આવા જ એક અંગ્રેજ અધિકારી…

સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ નિમાડ દેશના કુક્ષી ગામના ધનાજી શીરવીની વાડીએ પ્રેતનો ઉદ્ધાર કરતા કહ્યું કે ‘બદરીકાશ્રમ જઇને ત્યાં તપ કરજે, પછી તું સત્સંગ માં જન્મ ધરીશ..!’

શ્રીહરિની આજ્ઞાએ સદગુરુ વિજ્ઞાનાનંદ પોતાના સંતમંડળ સાથે વિચરણ કરતા થકા નિમાડ દેશમાં સત્સંગ કરાવતા હતા. પહાડી પ્રદેશ, અનેક વિષમતા, મરાઠી, હિન્દી તેમજ ભોજપુરી વગેરે ભાષા બોલવાની તકલીફ છતા જનમાનસ ને શ્રીહરિના મહીમાચરિત્રો તથા પંચવર્તમાનની વાતો દ્રઢ કરીને કરતા થકા અનેક…

વાંકિયાના રાજબાઈ : ”મા ! બળી મારી ચૂંદડી, મારે તો ચૂંદડી આવશે અમરવર પુરુષોત્તમનારાયણની…!’

વાંકિયા ગામના દરબારગઢમાં દસ-બાર વર્ષની દીકરી રાજબાઈ ઢીંગલા-ઢીંગલી કે પાંચીકા સાથે નહીં, પણ ઠાકોરજીની મૂર્તિ સાથે કાલાવાલા કરતા. ઠાકોરજીની મૂર્તિને નવડાવે, શણગાર ધરાવે, ભાવથી જમાડે, જમાડતાં-જમાડતાં ઠાકોરજી હારે વાતો કરે કે ‘જમોને મહારાજ, કેમ નથી જમતા ? ભૂખ નથી કે…

શ્રીજીમહારાજ રાજી થયા ને બોલ્યા કે “સિંહના તો સિંહ જ હોય ને’’ આમ, ત્રણેયને સાધુ દીક્ષા આપી ‘‘પ્રજ્ઞાનંદ સ્વામી, નિઃસ્વાદાનંદ સ્વામી તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી’’ એવા નામ પાડ્યું.

શ્રીજીમહારાજના વિરાટ નંદસંતોના નભમંડળમાં અનેક તેજસ્વી નક્ષત્ર મંડળો શોભતાં હતાં. તેમાં સદગુરુ નિત્યાનંદ સ્વામીના મંડળમાં અનેક તેજસ્વી ગ્રહ તારલાઓ હતા. જેમાંના પ્રજ્ઞાનંદ સ્વામી એક નિઃસ્વાર્થ, ઉદાર સેવાભાવી અને કઈંક મુમુક્ષુ માનવી ઓને પ્રગટ શ્રીહરિની ઓળખાણ કરાવીને ભગવદનુરાગી બનાવે એવા અતિ…

ગોંડલના નાગડકાં ગામના નાથુજી દરબાર જમપુરીમાં ગયા ત્યારે યમરાજાએ કહ્યું કે ‘તમે તો પ્રગટના દર્શન કર્યા છે, માટે તમારે અહીં જમપુરીમાં આવવાનું ન હોય, પણ આ દુઃખો જગતના પાપી જીવો ને સારું છે.

સૌરાષ્ટ્રમાં ગોંડલથી ૮ કિલોમીટર દૂર નાના મહીકા અને બિલિયાળા તરફ નાનું એવુ નાગડકા ગામ આવેલું છે. આ નાગડકા ગામમાં નાથુજી દરબાર પુર્વ જન્મના કોઇ અતિ મુમુક્ષું હતા. નાથુજી દરબારને નાગડકા નજીકના ગામોમાં સંતોના વિચરણે થયેલા ઘણા સત્સંગીઓ મળતા રહેતા, આમ…

એકદિવસે દાવોલ ગામના ખોડાજી ઠાકોરને શિવજીએ દર્શન દઈને કહ્યું “હું તારી શ્રધ્ધાપૂર્વક પૂજાથી તારા પર પ્રસન્ન છું! તારે જે જોઇએ તે માગ “ખોડાજીએ હાથ જોડીને માગ્યું કે “હે દયાળુ દેવ ! મારો મોક્ષ કરો!”

ભરતખંડમાં ભગવાનના મુકતો, પુર્વ જન્મના મુમુક્ષુંઓ કે યોગભ્રષ્ટ આત્માઓ દેહ ધારણ કરીને પ્રગટ ભગવાન મેળવવા ઘણા ભક્તો તપ-વ્રત કે પ્રયત્નો કરે છે. આ કળીકાળમાં જો સાચા સંત મળે તો તે મુમુક્ષુને પ્રગટ ભગવાનનો ભેટો કરાવે જ એ ન્યાયે બોરસદ તાલુકાના…

શ્રીહરિએ જેઠા ભગતને બોલાવી કહ્યું કે “આવો જેઠા ભગત! તમને તો ડાકોરનાથ શ્રીરણછોડરાયે મોક્ષ કરવા માટે મોકલ્યા છે ને?

વડતાલથી આશરે ૨૬ કીલોમીટરના અંતરે દાવલ ગામ (હાલનું નામ દાવોલ) આવેલું છે. આ દાવોલ ગામમાં જેઠાભાઇ પટેલ નામના મુમુક્ષુ હરિભકત રહેતા હતા, જેમણે ભગવાન શ્રીહરિને પામવા સારું અદભુત પ્રયત્ન કરેલો. જેઠાભાઇ પટેલ દાવોલ ગામમાં ખેતીવાડી કરતા હતા. દાવલ ગામમાં રામજી…

ઓઢાના સમઢિયાળાના વીરા શેલડીયા કહે કે, “સોળ હજાર એકસો ને આઠ લઈ જાય ત્યાં સુધી તો શ્રીકૃષ્ણ ભગવાન જેવા કહેવાય અને તેથી વધારે લઈ જાય તો તેની મોટ્યપ જાણીશ !”

ખાંભા તાલુકાના ગામ ઓઢાના સમઢિયાળામાં વીરાભાઇ શેલડીયા નામે એક કણબી શૂરવીર હરિભક્ત હતા. સદગુરુ રાઘવાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી અને ગુરુદેવ ગુણાતિતાનંદ સ્વામી વગેરેના યોગથી સત્સંગી થયેલા આ પુર્વ જન્મના મુમુક્ષું એવા સમઢિયાળાના વીરાભગત શેલડીયાની દ્રઢ નિષ્ઠા, પ્રગટ પ્રભુંની પ્રાપ્તિ નો…

મેપાભક્તે શ્રીજીમહારાજને વિનંતી કરીને કહ્યું જે, હે મહારાજ ! પોષ મહિનાની ટાઢ બવ છે, તે સવારે તેડવા આવજો.’ ત્યારે શ્રીજીમહારાજ કહે, ‘ભલે સવારે આવશું.’

ગામ બગસરામાં કૃપાનંદ સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના યોગથી ભગવાનભાઇ, રૈયાભાઇ, ઉકાભાઇ, કરશનભાઇ, ભગાભાઇ તેમજ સથવારા કુટુંબના વેલાભાઇ ને મેપાભાઇ, તેમજ કોળી પરિવારો માં ખુબ સારો સત્સંગ થયો હતો. હરિભકત વેલાભાઇ, મેપાભાઇ વગેરે સહુ અવાર નવાર સંધમાં ગઢપુર જઇને શ્રીહરિની…

દેરડી ગામના દરબાર ભક્ત એવા માંજરીયા મેરામભાઇને શ્રીજીમહારાજે કહ્યું કે, “મેરામભગત ! તમે રાત્રે ઉઠીને વાણિયાની દુકાને એક મુઠ્ઠી જુવાર ચોરી કરીને ખાધી એ ઠીક ન કર્યું.”

ગોંડલના દેરડી ગામના દરબાર ભક્ત એવા માંજરીયા મેરામભાઇ અને એમના પત્નિ બન્નેને સંતોના યોગે રૂડો સત્સંગ થયો હતો. સંવત ૧૮૬૮ની સાલમાં શ્રીજીમહારાજ સહું સંતો ભક્તો સાથે તેને ત્યાં પધાર્યા અને કહ્યું કે, “ભગત ! ભજન કરતા દાણાં ખૂટે તો ગઢડે…

સાવરકુંડલાના મીંયાજી: ‘માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતા ને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી અને મિંયાજી જેવા કોઇક જ કરતા હશે.’

એકસમે શ્રીહરિ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં બિરાજતા હતા. લીંબતરૂં તળે સંતોભકતો ની સભા ભરીને બેઠા હતા, ચકોર-ચંન્દ્રની પેઠે સહું કોઇ શ્રીહરિની અમૃતવાણી સાંભળી રહ્યા હતા, આ વખતે વાંકડી મૂંછો, તેજસ્વી કપાળ અને સાદો મુસલમાની પોશાક અને કેડે તલવાર બાંધેલ એક કાંઠાળો…