Category શ્રીહરિચરિત્રામૃત સાગર

દેવિદાસ તો રોઝા ઘોડા જોઇ બોલ્યા કે “પ્રભું, આ આખાયે જગતમાં આવો અશ્વ ક્યાંય જડે નહી. એની ચાલ, મથરાવટી ને ચારેય ડાબલાની ઘણક હું જીવીશ ત્યાં લગી મને કાયમ સાંભરશે, તમે પણ જોતા જ લાગે છ કે તમે અશ્વના જાણકાર ખરેખરા…!”

વડોદરા ગાયકવાડ સરકાર મહારાજા સયાજીરાવે પોતાના રાજદરબાર માં  દેવીદાસ નામના રાધાવલ્લભીય વૈરાગીને અતિ આગ્રહ કરીને રાખ્યા હતા. તેઓ સુગમ શાસ્ત્રીય સંગીતને ખૂબ સારી રીતે જાણતા હતા, આથી જ્યારે જ્યારે મહારાજા સયાજીરાવને શાસ્ત્રીય સુગમ સંગીત નું ગાન સાંભળવાની ઇચ્છા થાય ત્યારે…

એક ભવાયો કહે કે “કોઇને રીઝવવા મુખથી હલકા વેણ બોલીએ ત્યારે તે વળી પાંચ પૈસા દીયે..! એ આજ અમે તમ સન્મુખ ગીતો ગાઇશું, આપ અમને પોતાના જાણીને શરણે લેજો.”

અમદાવાદ જીલ્લાના ધોલેરા પાસેના પીપળી ગામે શ્રીહરિ અનેક વખત પધાર્યા છે. આ તિર્થ સ્વરુપ પીપળી ગામમાં શ્રીહરિને વિશે અતિશે સ્નેહવાળા દાદાભાઇ નામે દરબાર હરિભકત હતા. ગયા પિપળીએ હરિરાય, દાદાભાઈના દરબારમાંય…! સંવત ૧૮૬૧માં શ્રીહરિ ગામ બૂધેજ ખોડાભાઇના ઘેરથી ચાલ્યા તે ગોરાડ,…

ગુજરાતના મહિલા મુકતોએ શ્રીહરિ પાસે ફગવામાં માગ્યું કે ‘મહા બળવંત માયા તમારી , જેણે આવરીયા નરનારી..!’

ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતીય સંસ્કૃતિના દરેક વ્રત ઉત્સવોને ભક્તિભાવથી ને ધર્મમર્યાદામાં રહીને ઉજવ્યા છે. દરેક ઉત્સવ ઉજવણીને મહીમાંસાથે સમાજજીવનનું ગરિમાપૂર્ણ સ્થાન આપી ભારતીય સસ્કૃતિને જીવંત બનાવી. છપૈયા, અયોધ્યા, પીપલાણા, લોજ, કારીયાણી, ગઢપુર, ભુજ, ડભાણ, કરિયાણા , નાગડકા, ધમડકા, વડતાલ, પંચાળા,…