Category સારંગપુર

લાલજીએ નંદરામજીને દર્શન દીધું ને કહ્યું કે ‘તમારા ભાઇ ગોપાળજીએ શ્રીહરિને સર્વ અવતારના અવતારી જાણી ને પ્રસાદ લીધો એ યોગ્ય છે, એમાં કાંઇ ખોટું કર્યું નથી.’

શ્રીહરિ દાદાખાચરને પરણાવીને ગઢપુર પરત આવ્યા, આ સમયે ધર્મકુળ અને સચ્ચિદાનંદ સ્વામી વગેરે સહુ પણ ફાગણ સુદ છઠ્ઠા દિવસે દ્વારિકાની યાત્રા કરીને ગઢપુર પરત આવ્યા. શ્રીહરિના કહેવાથી સચ્ચિદાનંદ સ્વામીએ શ્રીદ્વારિકાધિશ પ્રભું અને સર્વ તીર્થો સાથે પધાર્યા હોવાની સર્વ વાત સહુંને…

ગુજરાતના મહિલા મુકતોએ શ્રીહરિ પાસે ફગવામાં માગ્યું કે ‘મહા બળવંત માયા તમારી , જેણે આવરીયા નરનારી..!’

ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતીય સંસ્કૃતિના દરેક વ્રત ઉત્સવોને ભક્તિભાવથી ને ધર્મમર્યાદામાં રહીને ઉજવ્યા છે. દરેક ઉત્સવ ઉજવણીને મહીમાંસાથે સમાજજીવનનું ગરિમાપૂર્ણ સ્થાન આપી ભારતીય સસ્કૃતિને જીવંત બનાવી. છપૈયા, અયોધ્યા, પીપલાણા, લોજ, કારીયાણી, ગઢપુર, ભુજ, ડભાણ, કરિયાણા , નાગડકા, ધમડકા, વડતાલ, પંચાળા,…