Category જુનાગઢ મંદિર

સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી રઘુવિરજી મહારાજને હાથ જોડીને બોલ્યા કે ‘આપતો અમારા મોભી ને સતસંગના ધણી છો, અમારી ભૂલ્ય હોય તો અમને કહેવાનો કે દંડ કરવાનો પુર્ણઅધિકાર છે,’

સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી અને આદિ આચાર્યશ્રી રઘુવિરજી મહારાજશ્રી ને પરસ્પર ઘણું હેત હતું. બંને એકબીજાનો ઘણો મહીમાંથી આદરભાવ પણ રાખતા. રઘુવિરજીમહારાજ પોતે સતસંગના મોભી હોવા છતાયે સત્સંગ ના અતિ પીપાસું હતા, પોતે કથાવાર્તા સાંભળવાં માં પૃથુંરાજા સમાન ગુણવાન હતા. સંતો…

શ્રીજીમહારાજ બોલ્યા જે ‘દરબારે તો મને પટારામાં કેદ કરી દીધો છે, ને કોઇ અમારી સંભાળ રાખતું નથી.’

સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગુણાતિતાનંદ સ્વામી એ જુનાગઢ મંદિરની મહંતાઇ લીધા સમયે શ્રીહરિ સાથે કરેલા વદાડ મુજબ દર વરહે બે મહીના જુનાગઢ પધારતા અને સહું સંતો-ભક્તોને દર્શન તેમજ સત્સંગનો લાભ આપતા.એકવખતે સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડતાલથી જુનાગઢ પધાર્યા. આ વખતે ગણોદના એકાંતિક…

જૂનાગઢનાં દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ: “સ્વામી, ભગવાને બધું આપ્યું છે પણ એક શેર માટીની ખોટય છે.”

સંવત ૧૯૪૫માં સદ્દગુરુ શ્રી યોગેશ્વરદાસ સ્વામી જૂનાગઢ મંદિરનો વહીવટ સંભાળતા હતા. આ અરસામાં  ઈ.સ. ૧૮૮૭થી જૂનાગઢમાં રેલવે ટ્રેક બીછાવવાનું કામકાજ ચાલતું હતું. (ઈ.સ. ૧૭૬૩માં દીવાન ગોકુલજી ઝાલાના સમયમાં રેલવે નાખવા માટેના ચક્રો ગતિમાન થયા હતા. જૂનાગઢ થી વેરાવળ સુધીની સુવિધાની…

શ્રીહરિ ખોખરીના ગામધણી દરબારશ્રી સબળાજીને અંતકાળે તેડવા ચાર વખત પધાર્યા.

જુનાગઢના ધિંગાધણી એવા શ્રી રાધારમણદેવના દેશમાં ખોખરી નામે નાનું એવું ગામ આવેલું છે. જુનાગઢના જોગી સદગુરુ મહાપુરુષદાસ સ્વામી અવારનવાર આ પંથકમાં સત્સંગ વિચરણમાં પધારતા હોય ગામધણી સબળાજી દરબારશ્રીને સત્સંગ નો યોગ થયો, પોતે વ્યસનો છોડીને વર્તમાનધારણ કરીને એકાંતિક સત્સંગી થયા…

વ્રજાનંદ સ્વામી: ‘મોહનદાસ કહે સ્વામી મેરા, ભજન કરતા હૈ કપટી તેરા..!’

શ્રીનિલકંઠવર્ણી પ્રભુંને હિમાલયમાં વન વિચરણ કરતા વખતે ઉત્તરપ્રદેશના ગોરખપુરના અતિ મુમુક્ષું એવા મોહનદાસ વૈરાગી મળેલા, જેઓને વર્ણીપ્રભુંએ નિસ્પૃહીપણું શીખવતા પોતાની અતિ વહાલી કઠારી ભંગાવી અને ઝેરી ઝાડના ફળ જમતા રોકીને પ્રાણની રક્ષા પણ કરેલી, આ મોહનદાસ ને વર્ણીપ્રભુંમાં અતિ હેત…