Category ઝાલાવાડ

ગામ ઝીંઝાવદરમાં શ્રીજીમહારાજે આશીર્વાદ આપેલો કે “જાવ, અલૈયાખાચર, તમારી આ ડેલીમાં જેનો દેહ પડશે તેને અમે અક્ષરધામમાં તેડી જઇશું…

ગામ ઝીંઝાવદર ના ગામધણી દરબાર સામતખાચર હતા. તેઓ સ્વભાવે થોડા ક્રોધી અને અફિણ-ગાંજાના બંધાણી હોય, એમની ડેલીએ કાયમ મળતીયાઓના ડાયરાઓ જામતા. તેઓને બે દીકરા નામે જેઠસુર ખાચર અને અલૈયાખાચર હતા. આ મુકતરાજ અલૈયા ખાચર નાનપણથી બહુ ધર્મનિયમવાન અને સદગુણી હતા.…

લીંમલી ગામના સગરામે કહ્યું “ભટ્ટજી, વિષય ચિત્તમાં રહ્યા છે, કે ચિત્ત વિષયમાં રહ્યું છે?”

ઝાલાવાડના સુરેન્દ્રનગરના લીંમલી ગામના મુમુક્ષું અને મુકતરાજ એવા સગરામ વાઘરી (દેવીપૂજક)ને સદગુરુ મુકતાનંદ સ્વામીના યોગથી સત્સંગ થયો અને વર્તમાન ધારણ કરી ને પોતે સત્સંગી થયા. પોતે બ્રાહ્મણના જેવા ધર્મ પાળે ને છેડાવ્રત પાળે. લીમલીંના આ સગરામ વાઘરી પહેલા ઝાલાવાડના લીંબડી…