Category બ્રહ્મચર્ય વ્રત

વાંકિયાના રાજબાઈ : ”મા ! બળી મારી ચૂંદડી, મારે તો ચૂંદડી આવશે અમરવર પુરુષોત્તમનારાયણની…!’

વાંકિયા ગામના દરબારગઢમાં દસ-બાર વર્ષની દીકરી રાજબાઈ ઢીંગલા-ઢીંગલી કે પાંચીકા સાથે નહીં, પણ ઠાકોરજીની મૂર્તિ સાથે કાલાવાલા કરતા. ઠાકોરજીની મૂર્તિને નવડાવે, શણગાર ધરાવે, ભાવથી જમાડે, જમાડતાં-જમાડતાં ઠાકોરજી હારે વાતો કરે કે ‘જમોને મહારાજ, કેમ નથી જમતા ? ભૂખ નથી કે…