Category માનકૂવા

માનકૂવાના અદાભાઇબે હાથ જોડીને કહ્યું જે, ‘હે મહારાજ ! હવે તો આ દેહે કરીને જેમ આપ કહો છો તેમજ કરવું છે અને અમારે તો આપના એકના વચનમાં જ વિશ્વાસ છે.’

એકસમે શ્રીહરિ વિચરણ કરતા થકા કચ્છના ગામ માનકૂવા પધાર્યા ને ત્યાં ગરાસીયા અદાભાઇને ઘેર ઊતર્યા. અદાભાઇએ સુંદર રસોઇ કરાવીને ઓંસરીમાં બાજોઠ ઢાળીને શ્રીજી મહારાજને અતિ હેતે કરીને જમાડ્યા. શ્રીજી મહારાજ જમી રહ્યા ને ચળું કરી એટલે મુખવાસ દીધો કહ્યું જે,…

 ભુજનગરમાં જેઠી ગંગારામ મલ્લ ને બીજા પાંચ છ મલ્લ સર્વે હાથ જોડીને એમ બોલ્યા જે, હે મહારાજ! આપ તો ભગવાન પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છો. તે તમે ક્યાં ને અમે ક્યાં? 

એકસમે શ્રીજીમહારાજ ભુજનગરમાં સુતાર હીરજીભાઇને ઘેર પાટ ઉપર પોઢ્યા હતા. તે સમયે જેઠી ગંગારામ મલ્લ ને બીજા પણ પાંચ છ જણ મલ્લ હતા તે સર્વે ભેળા થઇને શ્રીજીમહારાજનાં ચરણારવિંદ તથા શરીર ચાંપવા મંડ્યા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમને ગામધણી દરબાર…

શ્રીહરિએ કહ્યું જે, આવા પાખંડને સાથે અમારે બને નહિ. કાં તો અમને રાખો, કાં તો આ બધાય પૂતળાના પૂજેલા દેવલાંને રાખો.

એકવખત શ્રીહરિ કચ્છદેશમાં ગામ માનકૂવામાં સુતાર નાથાભાઇને ઘેર પધાર્યા હતા. નાથા સુથારના પરિવારજનો બહું હેતવાળા પ્રેમીભકત હતા, જેઓ દરરોજ શ્રીહરિ ને થાળ બનાવી ને અતિ હેતે જમાડતા. એકદિવસે એમના જ માનકુંવા ગામનાં અબોટી બ્રાહ્મણ લવજી વિપ્રના પત્નિ ડાહીબાઇએ શ્રીહરિને પોતાને…

સુરોખાચર બોલ્યા, ભણું મારાજ, જે ત્રિલોકીનો ભાર લઇને ઉપર બેઠા તે કેમ ઊભું થવાય ? પછી શ્રીહરિ મંદ મંદ હસીને બીજા કાઠીના ખભા ઉપર બેઠા.

એક દિવસે શ્રીહરિના એકાંતિક ભક્ત દંઢાવ્ય દેશના નંદાસણ ગામના કણબી ભુલાભાઇ શ્રીહરિને દર્શને ચાલ્યા. પોતે સ્વભાવે એકદમ ભોળા અને શ્રીહરિને વિશે અનન્ય ભરોસો ધરાવતા હતા. એમને ઉગમણા-આથમણાની પણ ગમ નહિ, ને ઉનાળા-શિયાળાની પણ ખબર નહિ, તેમજ જમવાનું ભાથું પણ સાથે…

મૂળજીને એના મિત્ર કૃષ્ણજીએ કહ્યુંકે “મૂળજી હમણાં મે ભગવાન દીઠા.” આ વાત સાંભળતાં જ મૂળજી કહે “કૃષ્ણજી…! તે ભગવાન દીઠા તોય એને મૂકીને આવ્યો?”

કચ્છની ધીંગી ધરતી પર ભૂજથી થોડે દૂર માનકૂવા નામનું ગામ છે. સદગુરુ સર્વજ્ઞાનાનંદ સ્વામી નો જન્મ આ “માનકૂવા” ગામમાં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ મૂળજી હતું. એકવાર શ્રીજી મહારાજ ભૂજથી માનકૂવાના માર્ગે જતા હતા. ત્યાં મૂળજીને એના જીગરજાન મિત્ર કૃષ્ણજીએ…