શ્રીહરિ અમદાવાદ ભક્તો ને સુખ આપીને સૌ સાથે અશ્લાલી જતા હતા. મારગ મા ગોવિંદસ્વામી બોલ્યા કે હે મહારાજ..! આજે મકર સંક્રાંતિ નો દિવસ છે તો જેતલપુર નજીક છે તો ત્યાં જઇએ..! શ્રીજીમહારાજ ની સંમતિ થતા સૌ જેતલપુરના રસ્તે ચાલ્યા. રસ્તે ચાલતા ચાલતા ગોવિંદસ્વામી મહારાજ ને કહે મહારાજ..! તમે કચ્છ થી પધાર્યા નહી ને અમને જગન કરવા મા બહુ દાખડો થઇ પડ્યો, તમે પધાર્યા હોત ને તો અમને બહુ સરળતા રેત ને..!
મહારાજ કહે ગોવિંદસ્વામી એમા શુ ? જગન તો અમે ચપટી વજાડતા કરીએ હો..! ગોવિદસ્વામી તરત બોલ્યા કે હે મહારાજ..! તમે ભગવાન રયા એટલે વેવારની વાત્ય જાજી તમને ખબર નો હોય..! શ્રીજીમહારાજ હસ્યા ને સ્વામીને નિશ્ચય કરાવવા બોલ્યા કે સ્વામી આજે તો સંકૃાત નો દિવસ છે તો આપડે બૃાહ્મણ જમાડીએ તો કેમ રેહે?
મહારાજ નો બૃાહ્મણ જમાડવાનો સંકલ્પે સૌએ વચાળે આવતા બધાય ગામના બૃાહ્મણોને નોતરા દીધા. જેતલપુર ના મહોલ મા બૂંગણ બાંધીને સમીયાણો તૈયાર કર્યો ને સૌ સીધું-ઘી-તેલ-મસાલા-દાળ-ભાત વગેરે એકઠા કરવા મંડયા. દહ કુડલા ઘી એકઠું થયું, એકહારા નો ઘઉનો લોટ, તે મુજબ દાળ-ભાત આવી ગયા. દહ મણ ઘી ના કૂડલા જોઇને મુળજીભગત કહે કે હે મહારાજ..! આટલા ઘીએ કેમ કરીને સૌને પુરુ થાહે?
મહારાજ મંદ મંદ હસ્યા ને બોલ્યા કે ભગત..! શરીર ની નાડીઓમાં લોહી ને પાણીનું વહન કોણ કરે છે? કૂવા-નદી ના પાણીને કોણ વહાવડાવે છે ? ગમે એટલા કૂવે કોશ હાંકો ને પાણી વાપરો છો તોય ખૂટતા નથી તે કોણ પુરા કરતું હશે? મુળજીભગત તમે મૂંજાવ નહી ને ઘીના કૂડલા ત્રાંસા રાખીને નીચે તપેલા મુકી ને ભરાય એટલે બહાર લાવી લાવી ને સીધું સૌને દેજો. શ્રીજીમહારાજના વચને દહ મણ ઘી હતું એ વાપર્યું પણ અખંડ નીસર્યુ ને રોજ રોજ પાંચસો માણહને જોઇ એટલું સીધું દીધું ને અઢાર દિવસ સુધી આજુબાજુ ના બધાય ગામડાઓના બૃાહ્મણો ને રોજ જમાડ્યા.
ગોવિંદસ્વામી બોલ્યા કે શ્રીજી મહારાજ તો પુર્ણ પુરુષોત્તમ છે એને વાદ કોણ કરી શકે..! પોતે અનંત કોટી બ્રહ્માંડ ના અવતારી છે ને જીવ ને ઇશ્વર કણેથું પુરુ કરે છે. એના આશરે આપડે ગમે એટલું પીરહઇ તો પણ ન ખૂટે..!
આમ મહારાજે અઢારદિવસ સુધી જેતલપુરમા બૃહ્મભોજન કરાવયુ ને દિવ્ય પરચો દેખાડીને પુર્ણ નિશ્ચય કરાવ્યો.
શ્રીહરિચરિત્ર ચિંતામણી…..