Category અંતકાળે તેડવા

વહેલાલના જેસંગભાઇના પિતા રઘુનાથદાસ શ્રીહરિના ચરણે પ્રાર્થના કરતા થકા બોલ્યા કે ‘હે પ્રભું, જ્યારે આવે મારો અંતકાળ, તમે પધારજો તતકાળ..!’

શ્રીહરિ જેતલપુરમાં રંગમહોલમાં સંતો-પાર્ષદો સાથે બીરાજતા હતા. આ વખતે બારભાયા ગુરુભાઇ એવા રામદાસસ્વામી આવ્યા ને શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિ સ્વામીને બાથમાં ઘાલીને મળ્યા. આ વખતે રામદાસ સ્વામી સાથે ગામ વહેલાલના જેસંગભાઇ આવ્યા હતા, જેઓ શ્રીહરિને પ્રણામ કરીને ઉભા રહ્યા…

શ્રીહરિએ ગામડીં ગામ સીમાડા માં જમનું તેડું નહીં એવો અદભૂત અભય વર આપ્યો ..!!

એકસમે શ્રીહરિ અમદાવાદ બિરાજતા હતા, ત્યાંથી સવારે ચાલ્યાં તે વટવા થઇને સાંજને સમે ગામડીં ગામે પધાર્યા.  ગામના લાલદાસ પટેલ, કાકુંભાઇ, શંભુંદાસ, બાપુભાઇ વગેરે સહું હરિભક્ત નરનારી સામૈયું લઇને આવ્યા અને અતિ ઉત્સાહ થી ગાતા-વાતાં લાલદાસ પટેલના ઘરે પધરાવ્યા. જમવા ટાણે…

યોગીવર્ય સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવનપ્રસંગો…

ટોરડામાં ખુશાલ ભટ્ટ (સદગુરૂ ગોપાળાનંદ સ્વામી) અને કુબેર સોનીનું ઘર જોડાજોડ છે. ખુશાલ ભટ્ટના ઘરની નવેળીની ભીંત એ કુબેર સોનીના ઘરની ભીંત છે. હજુ એ પ્રસાદીના ઘરો મોજૂદ છે. કુબેર સોનીની ત્રીજી પેઢીએ હાલ કૃષ્ણાલાલ લીલાચંદ સોની છે. તેમના કહેવા…

બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે ‘હે મહારાજ, આ ઘૂવડો અતિ ભાગ્યશાળી કે એને મરવા ટાણે આપના પ્રત્યક્ષ દર્શન થયા.’

એકસમયે શ્રીહરિ રાધાવાડીએ બીરાજતા હતા. ત્યાં જ સંતો-ભકતો અને પાર્ષદો સાથે રાતવાસો કરતા હતા. સાંજે શ્રીહરિ પોતાના હાથે જ રીંગણાનું શાક બનાવતા અને સંતો રોટલા બનાવે અને સહુંને પ્રેમે કરીને પીરસીને જમાડતા. એકદિવસે પુનમની રાત્રીએ શ્રીહરિ અને સહુ સંતો વાળું…

બરાઇના કૃપારામ બોલતા ચાલતા સહુંને ‘જય સ્વામિનારાયણ’ કહીને પંચમહાભૂત નો દેહ છોડીને અક્ષરધામમાં પધાર્યા.

મધ્યપ્રદેશના ગ્વાલીયર શહેર નજીક બરાઇ નામે નાનું એવું ગામ છે, આ ગામમાં શ્રીહરિના વીશે અતિ હેતવાળા કૃપારામ અને સીતારામ નામે બેઉ ભાઇઓ કૃપાપાત્ર સત્સંગી હતા. સંતોને યોગે સત્સંગ થયા બાદ બેઉ ભાઇઓ પંચવર્તમાનને ખબડદાર થયા થકા પાળતા હતા. બેઉ ભાઇઓ…

ગોંડલના જગમાલભાઇને શ્રીહરિ અંતકાળે તેડી ગયા.

સૌરાષ્ટ્રમાં ગોંડલ ના દેવાજીનો રાજપરિવાર સદગુરૂ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ માં રંગાયેલ હતો. રામાનંદ સ્વામી સ્વધામ સીધાવ્યા અને શ્રીહરિ ગાદીએ આરૂઢ થયા પછી દરબાર દેવાજી ને એમના ભાઇ હઠીસીંહને શ્રીહરિમાં અતિ સ્નેહ બંધાયેલ હતો. શ્રીહરિને વખતોવખત ગોંડલમાં તેડાવીને અતિ સ્નેહે…

ખાંભાના ગીદડી ગામના અમરા ભગતે કહ્યું ‘હું તો શ્રીજીમહારાજ ભેગો અક્ષરધામમાં જઈશ ને શ્રીજીમહારાજની સેવામાં રહીશ;’

ગીર દેશમાં આવેલા ખાંભા તાલુકાના ગામ ગીદડીમાં રબારી જીવણો અને તેમનો ભાઈ અમરો બેઉ ભાઇઓ સંતોના મંડળના વિચરણથી હરિભક્ત થયા હતા. જેમના લૂગડાં જાડા ને સમજણ જીણી એવા એ પંથકમાં આ બેઉ ભાઇઓ ગીરમાં ખેતીવાડી ને પશુપાલન કરીને ગુજારો કરતા…

મેપાભક્તે શ્રીજીમહારાજને વિનંતી કરીને કહ્યું જે, હે મહારાજ ! પોષ મહિનાની ટાઢ બવ છે, તે સવારે તેડવા આવજો.’ ત્યારે શ્રીજીમહારાજ કહે, ‘ભલે સવારે આવશું.’

ગામ બગસરામાં કૃપાનંદ સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના યોગથી ભગવાનભાઇ, રૈયાભાઇ, ઉકાભાઇ, કરશનભાઇ, ભગાભાઇ તેમજ સથવારા કુટુંબના વેલાભાઇ ને મેપાભાઇ, તેમજ કોળી પરિવારો માં ખુબ સારો સત્સંગ થયો હતો. હરિભકત વેલાભાઇ, મેપાભાઇ વગેરે સહુ અવાર નવાર સંધમાં ગઢપુર જઇને શ્રીહરિની…

ગામ સનાળાના વિપ્ર મુળજી મહારાજ બોલ્યા, ‘આ સમયે મને અક્ષરધામની પ્રાપ્તિ થાશે તો કરોડ વડોદરાં મળ્યાં તેમ જાણજો.’ એમ વાત કરતાં બાર વાગ્યાનો વખત થયો ત્યારે સહુને કહે ‘જય સ્વામિનારાયણ’ હું ધામમાં જાઉં છું.’ એમ કહી દેહ મેલ્યો.

એકવાર ગામ સનાળામાં પરમ હરિભક્ત વિપ્ર મુળજી મહારાજના કાકા હીરજી મહારાજે દેહ મેલ્યો. તે પછી ત્રીજે દિવસે મુળજી પોતાની ઓસરીની કોર ઉપર બેસીને દાંતણ કરતા હતા. તે વખતે તેમને શ્રીજીમહારાજનાં પ્રત્યક્ષ દર્શન થયાં ત્યારે મૂર્તિમાં પોતે જોડાઈ ગયા ને લક્ષ…

સુરોખાચર બોલ્યા, ભણું મારાજ, જે ત્રિલોકીનો ભાર લઇને ઉપર બેઠા તે કેમ ઊભું થવાય ? પછી શ્રીહરિ મંદ મંદ હસીને બીજા કાઠીના ખભા ઉપર બેઠા.

એક દિવસે શ્રીહરિના એકાંતિક ભક્ત દંઢાવ્ય દેશના નંદાસણ ગામના કણબી ભુલાભાઇ શ્રીહરિને દર્શને ચાલ્યા. પોતે સ્વભાવે એકદમ ભોળા અને શ્રીહરિને વિશે અનન્ય ભરોસો ધરાવતા હતા. એમને ઉગમણા-આથમણાની પણ ગમ નહિ, ને ઉનાળા-શિયાળાની પણ ખબર નહિ, તેમજ જમવાનું ભાથું પણ સાથે…

હળિયાદના માવજીભગત કહે, “તારું પાણી દે કોઈક ને, મેં તો તારું પાણી ઘણું પીધું, હવે તો શ્રીહરિ સાથે અક્ષરધામમાં જવું છે.”

ગામ હળિયાદમાં માવજીભાઇ કરીને હરિભગત હતા, તેના ઘરનું માણસ બહુ કુસંગી હતું. બાઇ જ્યારે ભાત લઈને ખેતર જાય ત્યારે માવજીભગતને હેરાન કરવા સારું ડુંગળીનો ગાંઠિયો મેલીને જાય અને પાણીના ગોળામાં પણ ડુંગળી નાંખે. એક વખત ગામના મંદિરે ધર્માનંદસ્વામી પધાર્યા હતા.…

ગામ દહીંસરામાં કચરા ભક્ત: ‘આપણે મહારાજનાં દર્શન કરવા જઇએ છીએ, જો ચરણમાં સોળ ચિહ્ન હોય, ને તે જો મને બતાવે તો હું મહારાજને પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ માનું,

ગામ દહીંસરામાં ભક્ત કચરો નામે એક સત્સંગી હતા. કુસંગીઓ તે વખતે ગામમાં ઉપાધિ ઘણી કરતા અને સાધુઓને પણ ગામમાં પેસવા દેતા નહીં. સંવત્‌ ૧૮૮૬ની સાલમાં રામનવમીના સમૈયા ઉપર વડતાલમાં શ્રીજી મહારાજનાં દર્શન કરવા પોતપોતાના ગામથી સંઘ જાવા તૈયાર થયો. ત્યારે…

કચ્છના ગામ ‘રવા’ના વણિક વિપો શેઠ વાતો કરતા થકા દેહ મેલીને ભગવાન શ્રીહરિ અને સહું મુકતો સાથે અક્ષરધામમાં ગયા.

કચ્છના અબડાસા તાલુકામાં ‘રવા’ નામે ગામ છે, આ ગામનો વણિક વિપો શેઠ બહુ સારા સત્સંગી હતા, એકવખતે તે તેનાં સગાં સંબંધી અને સર્વ ઘરનાં મનુષ્યોને સાથે લઇને પરદેશમાં કમાવા માટે ગયા હતા. ત્યાં અચાનક એમની તબીયત લથડતા વિપો શેઠ શરીરે…

વિજ્ઞાનાનંદ સ્વામી નિમાડ દેશના સીતાપુર ગામે પધાર્યા. બિમાર ગામધણી દરબારશ્રી રામસીંહજીને શરીરે પીડા મટી ગઇ ને રોગ મુક્ત થયા.

શ્રીહરિની આજ્ઞાએ સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી નિમાડ દેશમાં સત્સંગ વિચરણ કરાવવા પોતાના મંડળ સાથે ફરતા હતા. અનેક મુમુક્ષું જીવોને શ્રીહરિની ઓળખાણ કરાવીને પરમપદની પ્રાપ્તિની ઓળખાણ તેમજ પંચવર્તમાન દ્રઢ કરાવતા હતા. એકસમયે વિજ્ઞાનાનંદ સ્વામી ફરતા ફરતા નિમાડ દેશના દાંતિયા તાલુકાના સીતાપુર ગામે…

કારીયાણીના પટેલ જ્ઞાતિમાં પુરીબાઇને શ્રીહરિ પોતાના અક્ષરધામમાં તેડી ગયા.

ગામ કારીયાણીમાં વસ્તાખાચરના ઘરવાળા પ્રેમીભકત એવા શીતબાંના યોગથી ગામની ઘણીય બાઇઓને સત્સંગ થયો હતો, એમાનાં પટેલ જ્ઞાતિમાં પુરીબાઇ નામે હરિભકત થયા હતા. અવારનવાર દરબારગઢમાં શ્રીહરિ પધારતા હોઈને કથાવાર્તા અને સેવાની હેલીયું લાગતી. આ વખતે પ્રેમીભકત શીતબાં ગામના સહુ મુમુક્ષુ બાઇઓને…