Category પરચાપ્રકરણ

ઘોડાસરના રાજાના માંએ એવો સંકલ્પ કર્યો હતો જે, “હું સ્વામિનારાયણ ભગવાન પાસે જાઉં, ને એ મારો મનનો સંકલ્પ જાણીને મને એના જમણા કાનની બુટ્ટી ઉપર તલ દેખાડે તો એ ભગવાન ખરા.’

એકસમયે શ્રીજીમહારાજ પોતાના અંગભૂત સેવક મુળજી બ્રહ્મચારીજી સાથે ચાલતા થકા ગામ ઘોડાસરને પાદર થઈને ડભાણ જતા હતા. તે વખતે ગામને પાદર ઘોડાસરના રાજાનો કુંવર ગામને પાદર બીજા છોકરાં ભેગો રમતો હતો. તેણે શ્રીજીમહારાજને ભાળી કહ્યું જે, “બાપો આવ્યા…બાપો આવ્યા..!” શ્રીહરિ…

શ્રીજીમહારાજે બામણગામમાં અરુપાનંદ સ્વામીને કહ્યું ‘અમે તમને તેડવા નથી આવ્યા. અમે તો ગામમાં હેમંતભાટ નામે અમારા ભકત છે, તેમને તેડવા આવ્યા છીએ.’

ચરોતર દેશમાં આણંદ જિલ્લામાં બામણગામમાં ભાટ હેમંતભાઈ બહુ સારા હરિભકત હતા ને સદાય શ્રીજીની આજ્ઞાને અનુસારે વર્તતા ને નિયમ ધર્મ બરોબર પાળતા. શ્રીહરિની મરજી મુજબ કાંય આજ્ઞામાં વર્તતા અને હરિભકતો તથા સંતનો મહિમા ઘણો સમજતા. એમ કરતાં એમને એક વખત…

શ્રીહરિએ કહ્યું, ‘આ સામે છીંકા ઉપર માટલીમાં, સાંજે જમવા સારુ રાખ્યો છે, તેમાંથી જમવા સારુ અડધો રોટલો આપો.’ એમ કહ્યું, ત્રણ માંથી મોટા બે ભાઇએ ના પાડી. પણ નાના લખુએ પોતાનો રોટલો જમવા આપ્યો.

શ્રીહરિ કચ્છ દેશમાં માનકુંવાથી રામપુરની વાડીમાં જવાની ઇચ્છા કરી નાથાભગત ને ઘોડી આપીને માનકુવે પાછો મોકલ્યો. ત્યાંથી શ્રીજીમહારાજ ચાલ્યા તે મેરાઇ વાડીએ દિવસ પહોર પાછલો હતો ત્યારે પધાર્યા, વાડીએ કોશ ચાલતો હતો, ત્યાં કુંડી ઉપર શ્રીહરિ જઇને ઊભા રહ્યા. તે…

રાજપુરના જેશંકરભાઇ પટેલ કહે કે “ભલે, દિકરો તો ચાલ મારી સાથે… આપણે બંને સાથે જ શ્રીજીમહારાજની સાથે અક્ષરધામ માં જઇએ.”

સંવત ૧૮૬૧માં શ્રીહરિ રાજપુર ગામે બે વખત પધાર્યા હતા. પ્રથમ વખત લાંઘણોજ માં પરમહંસોને દીક્ષા આપીને રાજપુર પધાર્યા અને રાત રહીને ગામ કૂંડાળ આવ્યા. વળી ફરીને એજ વરહે કરજીસણથી ચાલ્યા તે ડાંગરવા થઇને રાજપુર પધાર્યા ને પરમભકત નરોત્તમભાઇને ઘેર ત્રણ…

કારીયાણીના પટેલ જ્ઞાતિમાં પુરીબાઇને શ્રીહરિ પોતાના અક્ષરધામમાં તેડી ગયા.

ગામ કારીયાણીમાં વસ્તાખાચરના ઘરવાળા પ્રેમીભકત એવા શીતબાંના યોગથી ગામની ઘણીય બાઇઓને સત્સંગ થયો હતો, એમાનાં પટેલ જ્ઞાતિમાં પુરીબાઇ નામે હરિભકત થયા હતા. અવારનવાર દરબારગઢમાં શ્રીહરિ પધારતા હોઈને કથાવાર્તા અને સેવાની હેલીયું લાગતી. આ વખતે પ્રેમીભકત શીતબાં ગામના સહુ મુમુક્ષુ બાઇઓને…

કેલોદ ગામે વલીભાઇ શેખ: ‘ત્યારે બોલિયા દીનદયાળ, ચિંતા મ કર તું રખવાળ..! આ બળદ ને ઘોડાં અમારાં, તારી ખેતિનાં નહિ ખાનારાં..!!’

ગામ વગોસણ આયે સુખકંદા, કેલોદ ગામે રયે હે ગોવિંદા..! – શ્રીહરિવિચરણ વિશ્રામ ૬ કાનમ દેશમાં કેલોદ ગામે શેખ વલીભાઇ નામે એક પુર્વજન્મના મુમુક્ષું હતા. તેઓ સંતોના વિચરણથી સંતોના યોગમાં આવ્યા. સાચા સંતની વાત સાંભળીને એમના મનમાં શ્રીહરિની સર્વોપરીતાની ગાંઠ્ય વળી…