Category ભકતશીરોમણી

પંચાળાના ગરીબ હરિભક્ત મકન ઠક્કરે શ્રીજીમહારાજને ચરણે ઝીણા ઘૂઘરા બાંધીને રાસલીલામાં રાજી કર્યા હતા.

જયારે શ્રીજીમહારાજે મુકતરાજ ઝીણાભાઇના આગ્રહે પંચાળાધામમાં  સહું સંતો-ભક્તો સાથે અદભુત રાસોત્સવ કર્યો, ત્યારે ગામના ગરીબ હરિભક્ત એવા મકન ઠક્કરે પોતાના ઘરેથી લાવીને શ્રીજીમહારાજને ચરણે ઝીણા ઘૂઘરા બાંધીને એ ઐતિહાસિક રાસલીલામાં રાજી કર્યા હતા, એ પળને કિર્તનમાં કંડારતા માં સદગુરુ શ્રીબ્રહ્માનંદ…

સુરાભક્તના લોયા ગામે શ્રીહરિ કૂવો જોવા પધાર્યા ને બોલ્યા કે “આ કૂવામાં તો પાતાળ સુધી પાણી છે, ને વળી આ તો પાતાળીયો કૂવો છે.”

સંવત ૧૮૭૭ના કાર્તિકવદ પડવાની પ્રાતઃકાળની સભામાં કારીયાણી ગામે સુરાખાચર, ઝીણાભાઇ અને મોટીબાં-લાડુંબાં વતિ દાદાખાચરે પોતપોતાના પુરમાં પધારવાની ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી. તે સમયે બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સાથે એકાંતમાં મંત્રણા કર્યા પછી સુરા ભક્તને લોયા ગામે જવાનો શ્રીહરિએ આદેશ…

કવિશ્વર દલપતરામે સાત વર્ષનીવયે શ્રીહરિનું દર્શન ગઢપુરમાં કરેલું “એ ભગુજી…! આ માણકીને પાવરો ચઢાવજો’ આટલું વેણને હાથનું લટકું જે એમને જીવનના અંત સુધી એમ જ યાદ રહયું.

કવિશ્વર દલપતરામે માત્ર સાત વર્ષની કૂમળીવયે ભગવાન શ્રી સ્વામિનારાયણનું દર્શન ગઢપુરમાં કરેલું, એ વખતે શ્રીહરિ ગઢપુર પધાર્યા અને સહુ કોઇ દરબારગઢથી સામૈયું લઇને સન્મુખ આવ્યા, એ વખતે કવિવર દલપતરામ પોતાના સહુ કુટુંબીજનો સાથે શ્રાવકના કારજ પ્રસંગે આવેલ હોય ગઢપુર દાદાખાચરના…