Category મહારાજનો થાળ

વહેલાલના જેસંગભાઇના પિતા રઘુનાથદાસ શ્રીહરિના ચરણે પ્રાર્થના કરતા થકા બોલ્યા કે ‘હે પ્રભું, જ્યારે આવે મારો અંતકાળ, તમે પધારજો તતકાળ..!’

શ્રીહરિ જેતલપુરમાં રંગમહોલમાં સંતો-પાર્ષદો સાથે બીરાજતા હતા. આ વખતે બારભાયા ગુરુભાઇ એવા રામદાસસ્વામી આવ્યા ને શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિ સ્વામીને બાથમાં ઘાલીને મળ્યા. આ વખતે રામદાસ સ્વામી સાથે ગામ વહેલાલના જેસંગભાઇ આવ્યા હતા, જેઓ શ્રીહરિને પ્રણામ કરીને ઉભા રહ્યા…

શ્રીજીમહારાજ ને વડતાલમાં મીનળબાઈએ થાળ કરી જમાડયા..!

એકવખતે શ્રીજીમહારાજ વડતાલ પધાર્યા હતા. જોબનપગી, વાસણભાઇ, નારાયણગર બાવાજી વગેરે પ્રેમીભકતોના ઘરે રોજ રોજ નિત્યનવા થાળ જમવા પધારતા, આમ દસેક દિ’ વળોટયા હશે, એ જોઈને એકદિવસે વડતાલ ગામના ગરીબ પરિવારના સોંડા કોળીની ઘરવાળી મીનળબાઈના હૈયાના ઘોડા હણહણ્યા કરે. મનમાં થતું,…