Category મુળજી બ્રહ્મચારી

દેવળીયાવાળા મુકતરાજશ્રી જાલમસિંહના માતુશ્રી કેશાબાને સત્સંગ થયો

દેવળીયાવાળા મુકતરાજ દરબારશ્રી જાલમસિંહના માતુશ્રી કેશાબાને સત્સંગ થયો, એ પછી પ્રથમ તે શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગઢડા આવ્યા.પોતાના રાજઘરાનાના સુખ, દેહના સ્વરૂપ, ધનનો ઘમંડ, સત્તાનો કેફ. એવા વખતે શ્રીજીમહારાજને દીઠા, એ વખતે દાદાખાચરના દરબારગઢમાં ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર શ્રીજીમહારાજ…

મુકુંદ બ્રહ્મચારીજીના મુખ્ય શિષ્ય એવા શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજીને શ્રીહરિએ વરતાલમાં શ્રીલક્ષ્મીનારાયણાદિ દેવોની સેવામા ને મુખ્ય પૂજારી તરીકે રાખેલા.

શ્રીહરિના અંગભૂત સેવક એવા મુકુંદ બ્રહ્મચારીજીના મુખ્ય શિષ્ય એવી સદ્‌ગુરુ શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજીનો જન્મ ભાલ પ્રદેશના “ખસતા” ગામમાં થયેલો. તેઓ પુર્વજન્મના કોઇ મહાયોગી અને બાળપણથી જ સત્સંગના રંગે રંગાયેલા હતા. તેઓ સત્સંગની તિર્થસમીં પાવનધરણી ગામ પંચાળામાં મુકતરાજશ્રી ઝીણાભાઈના દરબારગઢમાં જ શ્રીહરિના…

ઘોડાસરના રાજાના માંએ એવો સંકલ્પ કર્યો હતો જે, “હું સ્વામિનારાયણ ભગવાન પાસે જાઉં, ને એ મારો મનનો સંકલ્પ જાણીને મને એના જમણા કાનની બુટ્ટી ઉપર તલ દેખાડે તો એ ભગવાન ખરા.’

એકસમયે શ્રીજીમહારાજ પોતાના અંગભૂત સેવક મુળજી બ્રહ્મચારીજી સાથે ચાલતા થકા ગામ ઘોડાસરને પાદર થઈને ડભાણ જતા હતા. તે વખતે ગામને પાદર ઘોડાસરના રાજાનો કુંવર ગામને પાદર બીજા છોકરાં ભેગો રમતો હતો. તેણે શ્રીજીમહારાજને ભાળી કહ્યું જે, “બાપો આવ્યા…બાપો આવ્યા..!” શ્રીહરિ…

ગોંડલના નાગડકાં ગામના નાથુજી દરબાર જમપુરીમાં ગયા ત્યારે યમરાજાએ કહ્યું કે ‘તમે તો પ્રગટના દર્શન કર્યા છે, માટે તમારે અહીં જમપુરીમાં આવવાનું ન હોય, પણ આ દુઃખો જગતના પાપી જીવો ને સારું છે.

સૌરાષ્ટ્રમાં ગોંડલથી ૮ કિલોમીટર દૂર નાના મહીકા અને બિલિયાળા તરફ નાનું એવુ નાગડકા ગામ આવેલું છે. આ નાગડકા ગામમાં નાથુજી દરબાર પુર્વ જન્મના કોઇ અતિ મુમુક્ષું હતા. નાથુજી દરબારને નાગડકા નજીકના ગામોમાં સંતોના વિચરણે થયેલા ઘણા સત્સંગીઓ મળતા રહેતા, આમ…

વડતાલમાં એક બાઈએ કહ્યું જે, “મહારાજ ! હું ત્યાં બેસી રહી ત્યાં તો ફૂતરો થાળ ખાઈ ગયો.” મહારાજ હસતા હસતા કહે, “ચાલો, જે એ થાળ ખાય ગયા છે એ કૂતરાને તો હું ઓળખું.”

એકવખતે દંઢાવ્ય દેશના રાજપુત પરમભકત ડુંગરજીભાઇ શ્રીહરિને દર્શને માનકુવા પધાર્યા. એ સમયે સુતાર નાથાભાઇને ઘેર શ્રીજીમહારાજ જમવા બેઠા હતા. એ વખતમાં શ્રીહરિ ભોજનમાં દરરોજ અર્ધાશેર મરચાંનો ગોળો કરીને જમતા હતા, આ વખતે ડુંગરજીભાઇ આવ્યા તે દંડવત્‌ પ્રણામ કરીને બારણાની સાખ…

ખોપાળાના જેઠા માણિયા કહે ‘જા, જઈને કહેજે કે, શ્રીગોપીનાથજીએ ભેંશો મંગાવી લીધી, ને કાલ્યથી બોઘરણું લઈને સવારે છાશ માંગવા તૈયાર થાજે; નીકર છોકરાંવ છાશ વગરનાં રહેશે.”

સત્સંગ ના જાણીતા ગામ ખોપાળામાં મુકતરાજ જેઠા માણિયા કરીને અતિ પ્રેમી નિષ્ઠાવાન હરિભગત હતા. પોતે શ્રીહરિને સર્વકર્તાહર્તા માનતા. શ્રીહરિ અને સંતો ને કાજે પોતે સર્વસ્વ સમર્પણભાવથી જીવન જીવતા. શ્રીહરિ સીવાય કોઇ તણખલું હલાવવાને સમર્થ નથી એવું પોતે અંતરથી દ્રઢપણે માનતા.…

મુળજી બ્રહ્મચારીજી : ‘પાંચસો રૂપિયા આપો તો દીકરો થાય..!’

ગઢપુરમાં ધર્મકુળનો ઉતારો વરંડાની જગ્યામાં હતો. મુળજીબ્રહ્મચારીજી તેની સરભરામાં હતા. જે કાંઈ વસ્તુ પદાર્થ જોઈતું હોય તે તેઓ લાવી આપતા. થોડી થોડી વારે બ્રહ્મચારી ઘૂમરા મારતા શ્રીરઘુવીરજી મહારાજ અને ગાદીવાળા પાસે આવી પૂછતાં, ‘તમારે કાંઈ ખૂટતું હોય તે સંકોચ-શરમ રાખ્યા…