Category વિચરણ

વર્ણી બોલ્યા કે, ‘મહંતજી! શું સંતાઈ જવાથી આવેલું મોત પાછુ જતું રહેશે? લોકો લાંબું જીવવા હાથે દોરા બાંધે છે છતાં આયુષ્યની દોરી તૂટે ત્યારે તે દોરા ક્યાં કામ આવે છે?

શ્રી નિલકંઠ વર્ણી પ્રભુ વનવિચરણ વખતે હિમાલયની ગોદમાં આવેલા જે મઠના અધિપતિ મહંતે એક લાખ રૂપિયાની આવક સહિત સમગ્ર મઠ અર્પણ કરવાનો ભક્તિભાવ દર્શાવ્યો હતો, એ શ્રીપુરનો મઠ અલકનંદા નદીના કિનારે આવેલો છે. નિલકંઠ પ્રભુ જ્યાં રાતવાસો કરીને રોકાયા હતા…

ખાંભાના ગીદડી ગામના અમરા ભગતે કહ્યું ‘હું તો શ્રીજીમહારાજ ભેગો અક્ષરધામમાં જઈશ ને શ્રીજીમહારાજની સેવામાં રહીશ;’

ગીર દેશમાં આવેલા ખાંભા તાલુકાના ગામ ગીદડીમાં રબારી જીવણો અને તેમનો ભાઈ અમરો બેઉ ભાઇઓ સંતોના મંડળના વિચરણથી હરિભક્ત થયા હતા. જેમના લૂગડાં જાડા ને સમજણ જીણી એવા એ પંથકમાં આ બેઉ ભાઇઓ ગીરમાં ખેતીવાડી ને પશુપાલન કરીને ગુજારો કરતા…

અમરેલી પાસેના ચાડીયાના મુમુક્ષું રામ ભંડેરી પોતાની વાડીએથી શ્રીજી મહારાજની મુર્તી લાવીને ફરીને પુનઃમંદિરમાં પધરાવી ને શ્રીહરિનું ભજન કરતા થયા.

સદગુરુ રાઘવાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી વગેરે સંતોના વિચરણ થી અમરેલી પાસેના ચાડીયા ગામે ખેડૂત મુમુક્ષું રામ ભંડેરીને શ્રીહરિની પુર્ણપુરુષોત્તમપણા ની દ્રઢ ઓળખાણ થઇ. તેઓ સત્સંગી થયા અને પંચવર્તમાન પાળતા થયા. અવારનવાર સંતો પધારતા તેઓ પોતાનું બળદ ગાડું જોડીને તેડવા-મુકવા જતા…

મુક્તાનંદસ્વામી: ‘જે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા….! બાળ સનેહી રે, મોહન મુજને ગમતા…’

સંવત ૧૮૭૯માં સદગુરુ મુક્તાનંદસ્વામી પોતાના સંતમંડળ સાથે ગામડાઓમાં સત્સંગ વિચરણ કરવા સારું નીકળ્યા. શ્રીહરિ એ વખતે સારંગપુરમાં જીવાખાચરના દરબારમાં બીરાજતા હતા. શ્રીહરિએ એ વખતે સહુ સંતોને દર્શનની બંધી કરેલ હતી, આ વાતની સ્વામીને કોઇએ જાણ કરી, મુકતાનંદ સ્વામી તો દર્શનના…