Category શ્રીહરિચરિત્ર ચિંતામણી

ખાંભાના ગીદડી ગામના અમરા ભગતે કહ્યું ‘હું તો શ્રીજીમહારાજ ભેગો અક્ષરધામમાં જઈશ ને શ્રીજીમહારાજની સેવામાં રહીશ;’

ગીર દેશમાં આવેલા ખાંભા તાલુકાના ગામ ગીદડીમાં રબારી જીવણો અને તેમનો ભાઈ અમરો બેઉ ભાઇઓ સંતોના મંડળના વિચરણથી હરિભક્ત થયા હતા. જેમના લૂગડાં જાડા ને સમજણ જીણી એવા એ પંથકમાં આ બેઉ ભાઇઓ ગીરમાં ખેતીવાડી ને પશુપાલન કરીને ગુજારો કરતા…

ગોંડલના નાગડકાં ગામના નાથુજી દરબાર જમપુરીમાં ગયા ત્યારે યમરાજાએ કહ્યું કે ‘તમે તો પ્રગટના દર્શન કર્યા છે, માટે તમારે અહીં જમપુરીમાં આવવાનું ન હોય, પણ આ દુઃખો જગતના પાપી જીવો ને સારું છે.

સૌરાષ્ટ્રમાં ગોંડલથી ૮ કિલોમીટર દૂર નાના મહીકા અને બિલિયાળા તરફ નાનું એવુ નાગડકા ગામ આવેલું છે. આ નાગડકા ગામમાં નાથુજી દરબાર પુર્વ જન્મના કોઇ અતિ મુમુક્ષું હતા. નાથુજી દરબારને નાગડકા નજીકના ગામોમાં સંતોના વિચરણે થયેલા ઘણા સત્સંગીઓ મળતા રહેતા, આમ…

એકદિવસે દાવોલ ગામના ખોડાજી ઠાકોરને શિવજીએ દર્શન દઈને કહ્યું “હું તારી શ્રધ્ધાપૂર્વક પૂજાથી તારા પર પ્રસન્ન છું! તારે જે જોઇએ તે માગ “ખોડાજીએ હાથ જોડીને માગ્યું કે “હે દયાળુ દેવ ! મારો મોક્ષ કરો!”

ભરતખંડમાં ભગવાનના મુકતો, પુર્વ જન્મના મુમુક્ષુંઓ કે યોગભ્રષ્ટ આત્માઓ દેહ ધારણ કરીને પ્રગટ ભગવાન મેળવવા ઘણા ભક્તો તપ-વ્રત કે પ્રયત્નો કરે છે. આ કળીકાળમાં જો સાચા સંત મળે તો તે મુમુક્ષુને પ્રગટ ભગવાનનો ભેટો કરાવે જ એ ન્યાયે બોરસદ તાલુકાના…

શ્રીજીમહારાજે બામણગામમાં અરુપાનંદ સ્વામીને કહ્યું ‘અમે તમને તેડવા નથી આવ્યા. અમે તો ગામમાં હેમંતભાટ નામે અમારા ભકત છે, તેમને તેડવા આવ્યા છીએ.’

ચરોતર દેશમાં આણંદ જિલ્લામાં બામણગામમાં ભાટ હેમંતભાઈ બહુ સારા હરિભકત હતા ને સદાય શ્રીજીની આજ્ઞાને અનુસારે વર્તતા ને નિયમ ધર્મ બરોબર પાળતા. શ્રીહરિની મરજી મુજબ કાંય આજ્ઞામાં વર્તતા અને હરિભકતો તથા સંતનો મહિમા ઘણો સમજતા. એમ કરતાં એમને એક વખત…

શ્રીહરિએ જેઠા ભગતને બોલાવી કહ્યું કે “આવો જેઠા ભગત! તમને તો ડાકોરનાથ શ્રીરણછોડરાયે મોક્ષ કરવા માટે મોકલ્યા છે ને?

વડતાલથી આશરે ૨૬ કીલોમીટરના અંતરે દાવલ ગામ (હાલનું નામ દાવોલ) આવેલું છે. આ દાવોલ ગામમાં જેઠાભાઇ પટેલ નામના મુમુક્ષુ હરિભકત રહેતા હતા, જેમણે ભગવાન શ્રીહરિને પામવા સારું અદભુત પ્રયત્ન કરેલો. જેઠાભાઇ પટેલ દાવોલ ગામમાં ખેતીવાડી કરતા હતા. દાવલ ગામમાં રામજી…

શ્રીજી મહારાજ ચોકીના થાણેદાર ને બોલ્યા જે, “અમે સ્વામિનારાયણ છીએ ને અમારા પરમભકત દરબાર અભેસિંહજીને તેડવા જઈએ છીએ.’

ગામ લોધિકાના દરબાર મુકતરાજ શ્રીઅભેસિંહજી માંદા હતા, તેમની તબિયત જોવા સારુ જુનાગઢથી જોગી સદગુરું શ્રીમહાપુરુષદાસ સ્વામી પોતાનું મંડળ લઈને લોધીકા આવ્યા. મંદિરે ઉતારો કરીને દરબારશ્રી પાસે જઈ ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને બે ઘડી બેસી ભગવાનના મહીમાની બળભરી વાતો કરી. ત્યારે…

કાણોતરમાં શાર્દુલે તેના બાપ ભરવાડ બોધાભાઈને કહ્યું ‘‘બાપા, મને શ્રીજીમહારાજ સહું સંતો સાથે તેડવા આવ્યા છે, માટે મને રજા આપો.’’

અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુંકામાં ગામ કાણોતરમાં ભરવાડ બોધાભાઈ હતા. તે સંતોના વિચરણ ના યોગે બહુ સારા સત્સંગી થયા હતા. તેને કાણોતર ગામની પટલાઈ હતી. પોતે ચુસ્ત ધર્મનિયમવાળા હતા ને ઘેર બ્રાહ્મણ ને રસોઈ કરવા રાખેલ. તે સહુને છેટેથી પીરસીને જમાડે,…

ગામ સનાળાના વિપ્ર મુળજી મહારાજ બોલ્યા, ‘આ સમયે મને અક્ષરધામની પ્રાપ્તિ થાશે તો કરોડ વડોદરાં મળ્યાં તેમ જાણજો.’ એમ વાત કરતાં બાર વાગ્યાનો વખત થયો ત્યારે સહુને કહે ‘જય સ્વામિનારાયણ’ હું ધામમાં જાઉં છું.’ એમ કહી દેહ મેલ્યો.

એકવાર ગામ સનાળામાં પરમ હરિભક્ત વિપ્ર મુળજી મહારાજના કાકા હીરજી મહારાજે દેહ મેલ્યો. તે પછી ત્રીજે દિવસે મુળજી પોતાની ઓસરીની કોર ઉપર બેસીને દાંતણ કરતા હતા. તે વખતે તેમને શ્રીજીમહારાજનાં પ્રત્યક્ષ દર્શન થયાં ત્યારે મૂર્તિમાં પોતે જોડાઈ ગયા ને લક્ષ…

અમરેલી પાસેના ચાડીયાના મુમુક્ષું રામ ભંડેરી પોતાની વાડીએથી શ્રીજી મહારાજની મુર્તી લાવીને ફરીને પુનઃમંદિરમાં પધરાવી ને શ્રીહરિનું ભજન કરતા થયા.

સદગુરુ રાઘવાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી વગેરે સંતોના વિચરણ થી અમરેલી પાસેના ચાડીયા ગામે ખેડૂત મુમુક્ષું રામ ભંડેરીને શ્રીહરિની પુર્ણપુરુષોત્તમપણા ની દ્રઢ ઓળખાણ થઇ. તેઓ સત્સંગી થયા અને પંચવર્તમાન પાળતા થયા. અવારનવાર સંતો પધારતા તેઓ પોતાનું બળદ ગાડું જોડીને તેડવા-મુકવા જતા…

શ્રીજીમહારાજે લોયાના વચનામૃતમાં ગરમ પોશની રાતી ડગલી પહેરી હતી તે મયારામ ભટ્ટને પેરાવી, તે ડગલી હાલ માણાવદર શ્રીસ્વામિનારાયણ મંદિરમાં દર્શન આપે છે.

અમદાવાદ શહેરમાં બેચરશેઠ નગરશેઠ અને અગ્રગણ્ય શ્રેષ્ઠી હતા. સૌ પ્રથમ તેમને સંતોના શહેરના વિચરણ થકી પરિચય થયો ને તેમને સત્સંગનો ઘણો ગુણ આવ્યો, આથી ભગવાન શ્રીસ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ પ્રત્યે તેમને સદભાવ થયો. સમયજતા તેઓ પણ સત્સંગી થયા.એ સમયમાં અમદાવાદમાં શ્રીહરિના…

મહંત નૃસિંહાનંદ બ્રહ્મચારી કહે કે “આવ્યા હોતો ખજાનો ખોલીને વાપરત ને..! મને છતે દેહે તમારી અને સહુ સંતો-ભક્તોની સેવા કરવા મળવા મળત ને..!”

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઝાંઝમેરની નજીકમાં શ્રીગોપનાથ મહાદેવજીનું મંદિર આવેલ છે. પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમ્યાન આ શિવજીનું પુજન કર્યું હોવાનું મનાય છે. ઇ.સ ૧૫મી સદીમાં ચાર ધામની યાત્રા કરીને પરત આવેલા ઝાંઝમેરના રાજા રાઠોડ રાજવી લકધીરસીંહજી રાઠોડે આ પવિત્ર મંદિરના…

કેશવજી દવે પોતાના દિકરા પિતાંબરને કહે કે ”ઉઠ્ય ઉઠ્ય પિતાંબર દિવો કર્ય..! આપણી ગાયને શ્રીજીમહારાજ અને ગુણાતિતાનંદ સ્વામી આવીને અક્ષરધામમાં તેડી ગયા.”

ગુરુદેવ રામાનંદ સ્વામી એ શ્રીજીમહારાજને ધર્મધુંરા સોંપી અને થોડે સમયે પોતે અક્ષરધામ સીધાવ્યા. શ્રીહરિ અવારનવાર ગામ ધોરાજી એ પધારતા હતા. લાલવડની એ મહાપ્રસાદીની જગ્યા કે જયાં શ્રીહરિ વેલ્ય ઉપર બેસીને સભા કરી હતી, એ અતિ પવિત્ર જગ્યાએ સ્વામી માધવચરણદાસજીએ શ્રીહનુંમાનજી…

પાડાસણ ગામધણી સરતાનસીંહજી: ‘ક્યાંઈ સાંભળે સદ્‌ગુરુ વાસ, કરે ત્યાં જઈ તેની તપાસ…!’

સંવત ૧૯૬૫ના વર્ષમાં ગઢપુરમાં શ્રીહરિએ દેવપોઢી એકાદશીનો તેમજ જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમ થી કર્યો અને સર્વ સંતો-ભકતો અને ગઢપુરવાસીઓને દિવ્ય દર્શન દીધું. સર્વે સંતોના મંડળોને સતંસગ વિચરણ કરવા જાવાની આજ્ઞા કરી એટલે સંતોના મંડળો શ્રીહરિના દર્શન કરીને ચાલ્યા. સદગુરુ સ્વરુપાનંદ સ્વામી…

દાદાખાચર નું સમર્પણ

ગઢપુર મા જળઝીલણી એકાદશી ના દિવસે દાદાખાચરે પીપળાના ઝાડ વાળા મારગ ને સુમાબાઇ ની વોંકળીની વચાળે થોરની વાડ્ય હતી ઇ ઓરીયાની જમીનનો લેખ શ્રીગોપીનાથજી મહારાજના થાળ સારુ શ્રીજીમહારાજને અર્પણ કર્યો. મહારાજ બહુ રાજી થયા. જળઝીલણી એકાદશીના દિવસે શ્રીહરિ જરીયાની જામોને…

ગઢપુર મા એકાદશી ના દિવસે રાતે જાગરણ – એક પંથ દો કાજ

એક વખત ગઢપુર મા એકાદશી ના દિવસે રાત્યના સમયે મુકતાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ ત્રણસો હરિભક્તો હારે જાગરણ કર્યું. દરબારગઢ મા લીંબવૃક્ષની ફરતે સૌ સભા કરીને બેઠા હતા, એ સમયે બ્રહ્મમુનિ પોતાના સુમધુર ઉચા સ્વરે કિરતનો ને ગરબીના પદો ગવરાવે…