Category અક્ષરાનંદ સ્વામીની વાતો

ઘોડાસરના રાજાના માંએ એવો સંકલ્પ કર્યો હતો જે, “હું સ્વામિનારાયણ ભગવાન પાસે જાઉં, ને એ મારો મનનો સંકલ્પ જાણીને મને એના જમણા કાનની બુટ્ટી ઉપર તલ દેખાડે તો એ ભગવાન ખરા.’

એકસમયે શ્રીજીમહારાજ પોતાના અંગભૂત સેવક મુળજી બ્રહ્મચારીજી સાથે ચાલતા થકા ગામ ઘોડાસરને પાદર થઈને ડભાણ જતા હતા. તે વખતે ગામને પાદર ઘોડાસરના રાજાનો કુંવર ગામને પાદર બીજા છોકરાં ભેગો રમતો હતો. તેણે શ્રીજીમહારાજને ભાળી કહ્યું જે, “બાપો આવ્યા…બાપો આવ્યા..!” શ્રીહરિ…

ખોરાસાના રાજાભાઈ ડાંગર કહે કે, “મહારાજ, જ્યારે કહે કે, રાજાભાઈ દર્શન કરવા આવે’ ત્યારે દર્શને આવીશ; નીકર મારે મહારાજની આજ્ઞા પ્રમાણે પર્વતભાઈનું સાંતી ખોટી થાય.”

ગામ ખોરાસામાં આહીર ખેડૂત રાજાભાઈ ડાંગર કરીને શ્રીહરિના પરમ નિશ્ચયી હરિભકત હતા. ગામમાં મંદિર પાહે એક વાણિયા સત્સંગી ની દુકાન હતી. તેને રાજાભાઈએ કહી રાખેલું જે, “આપણા ગામમાં સાધુ આવે ત્યારે આપણે ઘેરથી સીધું લાવીને જમાડવા.” પછી એક દિવસ રાજાભાઈ…

દરિયાખાનના ઘૂમ્મટમાં દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ સત્ય ને પતિવ્રતાનો પક્ષ રાખ્યાના પ્રતાપે મુસલમાનનો નવાબ થયો હતો એનું કલ્યાણ કર્યું, હરિનામની ધૂન્ય કરાવી, તેને વર્તમાન ધરાવીને ભૂતયોનીમાંથી મુક્ત કરાવીને બદરિકાશ્રમમાં મોકલ્યા.

શ્રીજીમહારાજ અમદાવાદમાં દરિયાખાનના ઘૂમ્મટમાં સહું સંતો, કાઠીદરબારો અને પાર્ષદ અસવારો સહિત પધાર્યા હતા. ત્યાં દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ જે પૂર્વે મુસલમાનનો નવાબ થયો હતો. પુર્વે મહાભારત સમયે રાજસભામાં પાંડવો જૂગટુમાં હારી જતા જ્યારે દ્રોપદીજીના ચીર પોતાના ભાઇ દુઃશાસને તાણ્યાં હતાં…

હળિયાદના માવજીભગત કહે, “તારું પાણી દે કોઈક ને, મેં તો તારું પાણી ઘણું પીધું, હવે તો શ્રીહરિ સાથે અક્ષરધામમાં જવું છે.”

ગામ હળિયાદમાં માવજીભાઇ કરીને હરિભગત હતા, તેના ઘરનું માણસ બહુ કુસંગી હતું. બાઇ જ્યારે ભાત લઈને ખેતર જાય ત્યારે માવજીભગતને હેરાન કરવા સારું ડુંગળીનો ગાંઠિયો મેલીને જાય અને પાણીના ગોળામાં પણ ડુંગળી નાંખે. એક વખત ગામના મંદિરે ધર્માનંદસ્વામી પધાર્યા હતા.…