Category નિત્યકર્મ

ભૂજનગરમાં શ્રીહરિ બોલ્યા જે ‘છ કર્મ છે તે સત્સંગીઓને નિત્ય કરવાં ને બ્રહ્મચર્ય વ્રત પાળવું અને પારકી સ્ત્રીથી ધનુષ્ય જેટલે દૂર ચાલવું’.

સંવત ૧૮૭૯માં ફાગણ માસમાં શ્રીનરનારાયણ દેવના મુર્તિપ્રતિષ્ઠા વખતે શ્રીહરિ ભૂજનગરમાં બિરાજતા હતા, એ વખતે સંતો-ભકતોની વિશાળ સભામાં ડોસાભાઇ વિપ્રે પૂછ્યું જે, હે મહારાજ ! આપશ્રીને આ બ્રહ્માંડમાં પધારવાના જે હેતુ છે તે તો કહ્યા, પરંતુ તમારા પૂર્વે જે ચોવીશ અવતારો…