Category ભકતચિંતામણિ

રાજપુરના જેશંકરભાઇ પટેલ કહે કે “ભલે, દિકરો તો ચાલ મારી સાથે… આપણે બંને સાથે જ શ્રીજીમહારાજની સાથે અક્ષરધામ માં જઇએ.”

સંવત ૧૮૬૧માં શ્રીહરિ રાજપુર ગામે બે વખત પધાર્યા હતા. પ્રથમ વખત લાંઘણોજ માં પરમહંસોને દીક્ષા આપીને રાજપુર પધાર્યા અને રાત રહીને ગામ કૂંડાળ આવ્યા. વળી ફરીને એજ વરહે કરજીસણથી ચાલ્યા તે ડાંગરવા થઇને રાજપુર પધાર્યા ને પરમભકત નરોત્તમભાઇને ઘેર ત્રણ…

કેલોદ ગામે વલીભાઇ શેખ: ‘ત્યારે બોલિયા દીનદયાળ, ચિંતા મ કર તું રખવાળ..! આ બળદ ને ઘોડાં અમારાં, તારી ખેતિનાં નહિ ખાનારાં..!!’

ગામ વગોસણ આયે સુખકંદા, કેલોદ ગામે રયે હે ગોવિંદા..! – શ્રીહરિવિચરણ વિશ્રામ ૬ કાનમ દેશમાં કેલોદ ગામે શેખ વલીભાઇ નામે એક પુર્વજન્મના મુમુક્ષું હતા. તેઓ સંતોના વિચરણથી સંતોના યોગમાં આવ્યા. સાચા સંતની વાત સાંભળીને એમના મનમાં શ્રીહરિની સર્વોપરીતાની ગાંઠ્ય વળી…

ગુજરાતના મહિલા મુકતોએ શ્રીહરિ પાસે ફગવામાં માગ્યું કે ‘મહા બળવંત માયા તમારી , જેણે આવરીયા નરનારી..!’

ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતીય સંસ્કૃતિના દરેક વ્રત ઉત્સવોને ભક્તિભાવથી ને ધર્મમર્યાદામાં રહીને ઉજવ્યા છે. દરેક ઉત્સવ ઉજવણીને મહીમાંસાથે સમાજજીવનનું ગરિમાપૂર્ણ સ્થાન આપી ભારતીય સસ્કૃતિને જીવંત બનાવી. છપૈયા, અયોધ્યા, પીપલાણા, લોજ, કારીયાણી, ગઢપુર, ભુજ, ડભાણ, કરિયાણા , નાગડકા, ધમડકા, વડતાલ, પંચાળા,…

અણિયાળી ગામનાં પુંજાશા શેઠને મહારાજે સમર્પિતભકત તરીકે વડતાલ સેવામાં રાખ્યા

ગઢપુરથી આશરે ૩૩ કીલોમીટરના અંતરે અણિયાળી ગામનાં પુંજાશા શેઠ શ્રીહરિના વિશે અતિ હેતવાળા હતા.પુંજા શેઠ સંસારથી વિરક્ત થઈને અણિયાળી ગામની પોતાની બધી ઘરસંપત્તિ વેચીને ગઢપુર જઇને શ્રીજીમહારાજને અર્પણ કરી દઈને શ્રીજીમહારાજની સેવામાં રહ્યા, પુંજા શેઠને ભગવા વસ્ત્રોધારી સાધુ કરવાને બદલે…

સુંદરિયાણાના હેમરાજશાં શેઠ દીકરાઓને કહે ‘સ્વામી વલ્લભ એક, બિજા બાવા જગતમાં અનેક..!’

સંવત ૧૮૬૪માં શ્રીજીમહારાજ ધંધુકાથી ૨૨ કિલોમીટરના અંતરે આવેલ સુંદરિયાણાના રાજા ડોસા ખાચરના આમંત્રણે એમના દરબારગઢમાં પધાર્યાં, ત્યારે ત્યાંના પ્રતિષ્ઠીત વણિક હેમરાજશાં શેઠના બંને દીકરાઓ વનાશા અને પૂંજાશા શ્રીજીમહારાજ પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થયેલા. આ હેમરાજ શેઠ ધ્રાંગધ્રાની આખી નાતમાં…