Category ભગવાનશ્રી સ્વામિનારાયણ ના ભકતરત્નોમાંથી….

ખોપાળાના જેઠા માણિયા કહે ‘જા, જઈને કહેજે કે, શ્રીગોપીનાથજીએ ભેંશો મંગાવી લીધી, ને કાલ્યથી બોઘરણું લઈને સવારે છાશ માંગવા તૈયાર થાજે; નીકર છોકરાંવ છાશ વગરનાં રહેશે.”

સત્સંગ ના જાણીતા ગામ ખોપાળામાં મુકતરાજ જેઠા માણિયા કરીને અતિ પ્રેમી નિષ્ઠાવાન હરિભગત હતા. પોતે શ્રીહરિને સર્વકર્તાહર્તા માનતા. શ્રીહરિ અને સંતો ને કાજે પોતે સર્વસ્વ સમર્પણભાવથી જીવન જીવતા. શ્રીહરિ સીવાય કોઇ તણખલું હલાવવાને સમર્થ નથી એવું પોતે અંતરથી દ્રઢપણે માનતા.…

અમરેલી પાસેના ચાડીયાના મુમુક્ષું રામ ભંડેરી પોતાની વાડીએથી શ્રીજી મહારાજની મુર્તી લાવીને ફરીને પુનઃમંદિરમાં પધરાવી ને શ્રીહરિનું ભજન કરતા થયા.

સદગુરુ રાઘવાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી વગેરે સંતોના વિચરણ થી અમરેલી પાસેના ચાડીયા ગામે ખેડૂત મુમુક્ષું રામ ભંડેરીને શ્રીહરિની પુર્ણપુરુષોત્તમપણા ની દ્રઢ ઓળખાણ થઇ. તેઓ સત્સંગી થયા અને પંચવર્તમાન પાળતા થયા. અવારનવાર સંતો પધારતા તેઓ પોતાનું બળદ ગાડું જોડીને તેડવા-મુકવા જતા…