Category શ્રીજીમહારાજનો આશરો

માનકૂવાના અદાભાઇબે હાથ જોડીને કહ્યું જે, ‘હે મહારાજ ! હવે તો આ દેહે કરીને જેમ આપ કહો છો તેમજ કરવું છે અને અમારે તો આપના એકના વચનમાં જ વિશ્વાસ છે.’

એકસમે શ્રીહરિ વિચરણ કરતા થકા કચ્છના ગામ માનકૂવા પધાર્યા ને ત્યાં ગરાસીયા અદાભાઇને ઘેર ઊતર્યા. અદાભાઇએ સુંદર રસોઇ કરાવીને ઓંસરીમાં બાજોઠ ઢાળીને શ્રીજી મહારાજને અતિ હેતે કરીને જમાડ્યા. શ્રીજી મહારાજ જમી રહ્યા ને ચળું કરી એટલે મુખવાસ દીધો કહ્યું જે,…

શ્રીજી મહારાજ ચોકીના થાણેદાર ને બોલ્યા જે, “અમે સ્વામિનારાયણ છીએ ને અમારા પરમભકત દરબાર અભેસિંહજીને તેડવા જઈએ છીએ.’

ગામ લોધિકાના દરબાર મુકતરાજ શ્રીઅભેસિંહજી માંદા હતા, તેમની તબિયત જોવા સારુ જુનાગઢથી જોગી સદગુરું શ્રીમહાપુરુષદાસ સ્વામી પોતાનું મંડળ લઈને લોધીકા આવ્યા. મંદિરે ઉતારો કરીને દરબારશ્રી પાસે જઈ ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને બે ઘડી બેસી ભગવાનના મહીમાની બળભરી વાતો કરી. ત્યારે…

કચ્છના ગામ બળદીયાના રત્ના ભગત…

કચ્છના ગામ બળદીયામાં કૃષ્ણ ભકતના દીકરો રત્નો ભક્ત રહેતા હતા. રત્નાભગતને સત્સંગ થયો તેથા એના ઘરમાં બાઇ ભાઇ સર્વે સત્સંગી થયા. તેની ફઇ અને બેન તે ગઢડા શ્રીજી મહારાજનાં દર્શને ગયાં. ત્યાં સાંખ્યયોગી બાઇઓ પાસે રહી ગયાં. પછી તે બાઇઓનાં…

અમરેલી પાસેના ચાડીયાના મુમુક્ષું રામ ભંડેરી પોતાની વાડીએથી શ્રીજી મહારાજની મુર્તી લાવીને ફરીને પુનઃમંદિરમાં પધરાવી ને શ્રીહરિનું ભજન કરતા થયા.

સદગુરુ રાઘવાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી વગેરે સંતોના વિચરણ થી અમરેલી પાસેના ચાડીયા ગામે ખેડૂત મુમુક્ષું રામ ભંડેરીને શ્રીહરિની પુર્ણપુરુષોત્તમપણા ની દ્રઢ ઓળખાણ થઇ. તેઓ સત્સંગી થયા અને પંચવર્તમાન પાળતા થયા. અવારનવાર સંતો પધારતા તેઓ પોતાનું બળદ ગાડું જોડીને તેડવા-મુકવા જતા…