Category ૧૮૬૮ની સાલ

ઝીણાભાઇ હાથ જોડી બોલ્યા કે “અરર… મહારાજ ! આ સંસારીનુ સંકટ સમયનું ધાન તમારે ગળે તે શે ઊતરશે ?”

તિર્થધામ પંચાળાના ગામધણી મનુભા બાપુ (ગરાસિયા) ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અષાઢી સં. ૧૮૫૮ના નવરાત્રિ સમયે, રામાનંદ સ્વામી સાથે દરબાર પણ સાથે વિચરણ કરતા હતા. ભગવાન શ્રીહરિને પ્રથમવાર પંચાળા પોતાના દરબારગઢમાં પધરાવ્યા, તે વખતે તેમના પત્ની ગંગાબાને પણ શ્રીહરિનાં પ્રથમ…

શ્રીહરિ સહુ અસવારો અને સંતો-ભકતો સાથે સંઘમાં ભાવનગર જવા ચાલ્યા ને રસ્તામાં ગામ રોહીશાળા લક્ષ્મીરામ ઓઝાની ત્યાં રાતવાસો રોકાયા.

શ્રીહરિએ વરતાલમાં પુષ્પદોલોત્સવ કરીને પાર્ષદો સાથે ઘોડે ચડીને જાવા પ્રયાણ કર્યું, એ વખતે નિત્યાનંદ સ્વામી શ્રીહરિને દર્શને આવ્યા ને કહ્યું કે “હે મહારાજ, સદગુરુ મુકતાનંદ સ્વામીની અવસ્થા હોઇ તે માર્ગમાં તમ સાથે ઉતાવળે ચાલી શકશે નહી, તો આ શુન્યતિતાનંદ સ્વામી…

દેરડી ગામના દરબાર ભક્ત એવા માંજરીયા મેરામભાઇને શ્રીજીમહારાજે કહ્યું કે, “મેરામભગત ! તમે રાત્રે ઉઠીને વાણિયાની દુકાને એક મુઠ્ઠી જુવાર ચોરી કરીને ખાધી એ ઠીક ન કર્યું.”

ગોંડલના દેરડી ગામના દરબાર ભક્ત એવા માંજરીયા મેરામભાઇ અને એમના પત્નિ બન્નેને સંતોના યોગે રૂડો સત્સંગ થયો હતો. સંવત ૧૮૬૮ની સાલમાં શ્રીજીમહારાજ સહું સંતો ભક્તો સાથે તેને ત્યાં પધાર્યા અને કહ્યું કે, “ભગત ! ભજન કરતા દાણાં ખૂટે તો ગઢડે…